આજરોજ સોનાની કિંમતમાં થયો મોટો ઘટાડો,આટલા રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

0
27

સોનાની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. આથી જો તમે સોનું ખરીદવાની ઇચ્છા ધરાવતા હોય તો તમારા માટે ખૂબ જ સારો મોકો છે. કારણ કે સોનુ તેની રેકોર્ડ કિંમત થી હજુ ઘણું સસ્તું મળી રહ્યો છે. આજરોજ 17 ફેબ્રુઆરીએ સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.07 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યુ હતું. બીજી બાજુ ચાંદીની કિંમતમાં 0.42 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કેડિયા કોમોડિટીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે દેશ અને દુનિયામાં મોંઘવારી વધી રહી છે.આ ઉપરાંત રશિયા યૂક્રેન વચ્ચે બનાવના પગલે વૈશ્વિક ચિંતા વધી છે જેનાથી સોનાની કિંમત ને સમર્થન મળશે અને સોનું આ વર્ષે 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર ને સ્પર્શ કરી શકે છે. આજે એપ્રિલ ડીલીવરી વાળુ સોનાની કિંમત 0.07 ટકા ઘટીને 49582 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી હતી

અને બીજી તરફ ચાંદી 0.42 ટકા ઘટીને 63031 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના સ્તરે જોવા મળી હતી.વર્ષ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. આજ રોજ સવાર MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 49582 રૂપિયા છે મતલબ કે સોનું રેકોર્ડ કિંમત થી 6618 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના ભાવ સરળતાથી જાણી શકો છો. 24 કેરેટ સોનુ 99.9 ટકા શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે.22 કેરેટ સોનાના તાંબુ ચાંદી અને ઝીંક જેવા 9 ટકા અન્ય ધાતુઓ નું મિશ્રણ કરીને જવેલેરી તૈયાર કરવામાં આવે છે. પરંતુ તેના ઘરેણા બનાવી શકાતા નથી.તેથી જ મોટા દુકાનદારો 22 કેરેટ સોનુ વેચે છે.

તમને જણાવી દઈએ કે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. તમે તેમાં સોનાની શુદ્ધતા ચકાસી શકો છો.નોંધનીય છે કે, તમે આ સોના ના ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.