લીંબુ બાદ ટામેટા બન્યા મોંઘવારી ના બાદશાહ! ટામેટા ના ભાવ માં થયો બમણો વધારો,જાણો ક્યુ શાક કેટલું થયું મોંઘુ

0
286

ગુજરાત રાજ્યમાં ગરમીની સાથે સાથે સતત મોંઘવારીનો પારો પણ ગરમ થઇ રહ્યો છે. દિવસેને દિવસે મોંઘવારી વધવાના કારણે લોકોના ખિસ્સા પર સતત અસર પડી રહી છે. વાત કરવામાં આવે તો લીંબુના આસમાની ભાવ વધારા બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો થયો છે.

રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે માત્ર પંદર દિવસ મા જ ટામેટા ના ભાવ બમણા થઈ ગયા છે. ધીમે ધીમે મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે હવે આગળના સમયમાં પણ શાકભાજી હોય કે અન્ય કોઈપણ વસ્તુ તમામમાં ભાવ વધારો થાય તો નવાઇ નહીં. પહેલા લીંબુ અને હવે ટમેટા નો વારો આવ્યો હોય તેવું લાગે છે.

પ્રતિ કિલો ટામેટા ના ભાવ ની વાત કરવામાં આવે તો 100 રૂપિયા થઈ ગયા છે. એટલે કે છેલ્લા પંદર જ દિવસમાં ટમેટાના ભાવ બે ગણો વધી ગયો છે.જ્યારે ગુવાર ની વાત કરવામાં આવે તો પ્રતિ કિલોનો ભાવ 80 રૂપિયા થઈ ગયો છે. રીંગણના પ્રતિ કિલો નો ભાવ 60 રૃપિયા થઇ ગયો છે જ્યારે ભીંડાનો પ્રતિ કિલો ભાવ 20 રૂપિયાના વધારા સાથે 80 રૂપિયા થઈ ગયો છે.

ગલકા નો ભાવ 10 રૂપિયાના વધારા સાથે પ્રતિ કિલો 60 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે કોબીજમાં પ્રતિ કિલોએ 10 રૂપિયાના વધારા સાથે 40 રૂપિયા પર પહોંચી ગયો છે. ફ્લાવરનો પ્રતિ કિલો નો ભાવ 20 રૂપિયાના વધારા સાથે 80 રૂપિયા પર પહોંચી ગયો છે.જ્યારે દૂધીમાં 10 રૂપિયાના વધારા સાથે 60 રૂપિયા પર પહોંચી ગયો છે.

કારેલાના ભાવમાં 10 રૂપિયાના વધારા સાથે પ્રતિ કિલોએ 60 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે કાચી કેરી પ્રતિ કિલો માં 10 રૂપિયાના વધારા સાથે 60 પર પહોંચી ગયો છે.દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે જેના કારણે સામાન્ય લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.