12 દિવસ પહેલા લગ્ન થયેલા પતિ-પત્નીનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ – એક સાથે બંનેની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

0
133

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતની ઘટનાને કારણે અત્યાર સુધીમાં કેટલાય પરિવારો વિખેરાઈ ગયા હશે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશના રતલામમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પતિ અને પત્નીએ એક સાથે દુનિયાને અલવિદા કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા નવદંપતીના 12 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. લગ્નનાં બાર દિવસ બાદ અકસ્માતમાં બંનેના કરૂણ મૃત્યુ થયા છે. ઘટના બનતા જ બંનેના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર બાર દિવસ પહેલાં બંનેના લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર લગ્નની બાદ યુવકની માતા નવદંપતીને રાજસ્થાન પૂજા કરવા માટે લઈ જવાની હતી. આખો પરિવાર રાજસ્થાન પૂજા કરવા માટે વહેલી સવારે રતલામ થી રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો. પરિવારના ત્રણ લોકો અને એક ડ્રાઈવર એમ કરીને કુલ ચાર લોકો કારમાં સવાર થઈને રાજસ્થાન જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં અચાનક જ કારના ડ્રાઈવરને ઊંઘ આવી જાય છે. જેના કારણે કાર બેકાબુ થઇ જાય છે અને પુરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાઈ છે. કારમાં સવાર નવ દંપતી અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેઓને આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અકસ્માતની ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. એક જ સાથે બંનેની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.