રોડ પર ઉભેલી બે કારને પૂરપાટ ઝડપે આવતા ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, એક યુવકે ગુમાવ્યો પોતાનો જીવ – જુઓ CCTV ફૂટેજ

0
124

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. દરરોજ અકસ્માતની ઘટનામાં કેટલાક લોકો પોતાના જીવ ગુમાવ્યા છે. આ પરિવારો વિખેરાઈ જતા હોય છે અને કેટલાક પરિવારોને આર્થિક સહારો થઈ જતો હોય છે. ત્યારે હાલમાં જમ્બૂ કશ્મીર માં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

અકસ્માતની આ ઘટનાના CCTV ફૂટેજ જોઈને તમારા પર રુવાડા ઉભા થઇ જશે. આ અકસ્માતમાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગંગયાલમાં બની હતી. અકસ્માતની સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફુટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રસ્તા પર બે કાર ઉભી રહી છે. કાર ની આસપાસ કેટલાક લોકો ઉભા રહેલા નજરે પડી રહ્યા છે. ત્યારે અચાનક પુરપાટ ઝડપે આવતો એક ટ્રક બંને કારને જબરદસ્ત ટક્કર લગાવે છે.

આ અકસ્માતની ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. આ કારણોસર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થાય છે. સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનામાં બંને કાર ને સારું એવું નુકશાન પહોંચ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.