બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : એક પિકઅપ વાહનને ડમ્પરે લગાવી જબરદસ્ત ટક્કર – 1નું મૃત્યુ,17 ઇજાગ્રસ્ત…

0
47

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાપર તાલુકાના માખલે પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું છે. અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આડેસર માખેલ વચ્ચે બનેલી આ અકસ્માતની ઘટનામાં ગાગોદર રહેતા અબ્દુલ ભાઈ પુત્ર અલીની સગાઈના પ્રસંગ આ માટે પરિવાર મહેમાનો સાથે સણવા ખાતે ગયા હતા.

સગાઈની રસમ પૂરી થયા બાદ તેઓ બપોરે પીકઅપમાં ગાગોદર પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં પુરપાટ ઝડપે જતા ડમ્પરે પીકઅપને પાછળથી જબરદસ્ત પર લગાવી હતી. આ ઘટનામાં પીકઅપ પલટી ખાઈ ગયું હતું.

આ ઘટનામાં 28 વર્ષીય યુનુસ અલ્લારખા ફકીર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં અન્ય 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ તેને હાલમાં પકડી લેવામાં આવ્યો છે.

મૃત્યુ પામેલા યુવા ના કારણે એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઉપરાંત પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.