બે મિત્રોએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો એવું તો શું થયું હશે કે બંનેએ આ પગલું ભર્યું…

0
28

રાણપુર તાલુકાના અળવના 2 યુવકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર જયેશભાઈ ભરતભાઈ બાવળીયા અને રાહુલભાઇ ભરતભાઈ સલિયા નામના બે યુવકે પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર બંને ખાસ મિત્રો હતા. મળતી માહિતી અનુસાર બંને મિત્રો અવારનવાર સાથે ગામમાં હરતાફરતા હતા.

જેને લઇને જયેશ ના પિતા ભરતભાઈ ગામમાં આંટાફેરા મારવા કરતા ખેતીકામમાં મદદ કરવાનું કહેતા અને અવારનવાર આ બાબતે ખેતીકામમાં મદદ કરવા આ બાબતે ઠપકો આપતા જયેશ પોતાના મિત્ર રાહુલ સાથી ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર 25 તારીખના રોજ રાત્રે 9 વાગે જયેશ અને રાહુલ બંને જયેશના ઘરે ગયા હતા. જ્યારે બંને ઘરે આવ્યા ત્યારે જયેશના પિતાએ પૂછયું કે બંને ક્યાંથી આવ્યા છો. ત્યારે બંને મિત્રોએ જણાવ્યું હતું કે અમે ગામમાં જ હતા.

તેથી જયેશના પિતા ભરતભાઈ કહ્યું કે, તમે બંને આખો દિવસ આંટાફેરા મારો છો ગમે ત્યાં ફરો છો અને કંઈ કામ ધંધો કરતા નથી. આ ઉપરાંત રાહુલને કહ્યું કે મારો દીકરો તારી સાથે ફરે છે મને ખેતીકામમાં મદદ કર આવતો નથી.

મળતી માહિતી અનુસાર બંને મિત્રો કામ કરવા જાઉં છું તેવું કહીને ઘરેથી નીકળી ગયા હતા. બંને મિત્રોએ 26 તારીખના રોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ રાણપુર થી બોટાદ જતી ટ્રેન ની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ રાણપુર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.