બે સગા ભાઈઓએ એક સાથે ટૂંકાવ્યું પોતાનું જીવન : રાજકોટમાં દુકાનમાં બે ભાઈઓએ ઝેરી દવા પીને જીવનનું અંતિમ પગલું ભર્યું…

0
166

રાજકોટમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. અહીં બે ભાઈઓ એ દુકાનમાં ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર વિપુલ સૂચક અને યતીન સૂચક નામના બે સગા ભાઈઓએ દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, બંને ભાઈઓએ આર્થિક સંકડામણના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે. છતાં પણ પોલીસે બંને ભાઈઓએ કયા કારણોસર આ પગલું ભર્યું તેનું સાચું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે. બન્ને ભાઈઓ માંથી યતીન સૂચક મોટો છે.

યતીન એક મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને નાનો ભાઈ વિપુલ સૂચક બનાદાસ ટ્રેડિંગ નામની પેઢી સંચાલન કરતો હતો. બંને ભાઈઓએ બનાદાસ નામની પેઢીની ઓફિસમાં કપાસમાં નાખવાની મોનોકોટો નામની ઝેરી દવા પી લીધી હતી. કારણોસર બંનેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું.

સમગ્ર ઘટનાને લઇને બંને ભાઈના સંબંધીઓએ જણાવ્યું કે, પરિવારમાં પૈસાની કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી. તો બંને આ પગલું શા માટે ભર્યું હશે તે સમજાતું નથી. બંને ભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

એકસાથે પરિવારે બે ભાઈઓને ગુમાવ્યા હતા આ કારણોસર પરિવાર ભાંગી પડ્યો હતો. બંને ભાઈઓએ આઠ તારીખના રોજ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ઉપરાંત બન્ને ભાઇઓ સાથે કામ કરતા વ્યક્તિઓની પૂછપરછ કરી છે અને તેમના નિવેદન નોંધ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.