બે વર્ષ બાદ માસ્ક અને સામાજિક અંતરો ના નિયમને લઈને સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત,જાણો જલ્દી

0
155

કોરોના કાળમાં મોદી સરકાર દ્વારા lockdown લગાવવામાં આવ્યું હતું. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે કેટલાક પ્રતિબંધો પણ મુકાયા હતા. આજથી બે વર્ષ પહેલાં આ lockdown અમલમાં મુકાયું હતું. પરંતુ હાલ સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર. covid-19 સંબંધિત મુકવામાં આવેલા તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય બુધવારના રોજ આ સંદેશો જાહેર કર્યો છે.

Covid-19 સંબંધિત તમામ લગાવવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ને જનતાએ જાતે જ અમલ કરવાના રહેશે. કોરોના ની પરિસ્થિતિ માં સુધારો આવ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રાલયે આ તમામ પ્રકારના નિર્ણય દૂર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. પરંતુ તેઓએ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ પણ આપી છે કે, આપણી વ્યક્તિગત રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.

કોરોના ને અટકાવવા માટે સરકાર દ્વારા જે મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા જે હવે પાછા ખેંચવામાં આવ્યા છે જેની દરેક લોકોએ જાણ લેવી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA ) એ આ પગલાં પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોરોના સંબંધિત બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓને પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ એક્ટ 24 માર્ચ 2020 ના રોજ લગાવવામાં આવ્યો હતો. ત્યારે તેના ૨૪ મહિના ના સંચાલન બાદ હવે આ એક્ટ ને પાછો ખેંચવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા એ જણાવ્યું છે કે, આ નિયમોની અવધિ 31 માર્ચે સમાપ્ત થઈ રહી છે. અને હવે વધુ આદેશ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવશે નહીં જેની દરેક લોકોએ જાણ લેવી.

covid-19 ના સંચાલનના ભાગ રૂપે વિવિધ પાસાઓ જેવા કે રોગની શોધ, તેની સારવાર, રસીકરણ અને હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા હતા પરંતુ હવે લોકોને આ વાયરસ વિશે સંપૂર્ણ વિગત છે જેથી લોકોએ જાતે જ જાગૃત બનવું પડશે. અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જાતે જ કરવું પડશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.