ઊંઘતા પહેલા 5 મિનિટ આ કામ કરી લ્યો શિયાળામાં વાળ ખરાબ નહિ થાય

ઊંઘતા પહેલા 5 મિનિટ આ કામ કરી લ્યો શિયાળામાં  વાળ ખરાબ નહિ થાય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે હવામાન પ્રમાણે આપણા શરીરની વિશેષ કાળજી લેવી પડે છે.જ્યારે શિયાળો શરૂ થાય છે ત્યારે તેની સાથે વાળમા શુષ્કતા , ફ્રિઝનેસ અને ડેંડ્રફની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. આ મોસમમાં ઠંડા પવનો ચાલતા હોવાથી વાળ બગડવાનુ પણ શરૂ થાય છે, તેથી આ સમય દરમિયાન આપણે વાળની વિશેષ સારસંભાળ રાખવી પડે છે.ઓઇલિંગની સાથે-સાથે વાળને યોગ્ય રીતે વોશ કરવા એ પણ ખૂબ જ મહત્વનુ છે. આજે આ લેખમા અમે તમને વાળ સાથે સંકળાયેલા એક વિશેષ નુસખા વિશે જણાવીશુ જેને અજમાવવાથી તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થશે, તો ચાલો જાણીએ.

જો તમે શિયાળામા વાળ શેમ્પૂ કરતા પહેલા તેલ લગાવો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તે તમારા વાળને નરમ બનાવશે અને એટલું જ નહીં પણ તેની ફીઝીનેસ પણ ઘટાડશે. આ ઉપરાંત વાળ ખરવાની સમસ્યામા પણ ઘટાડો થાય. આ માટે તમારા વાળ પ્રમાણે સૌથી પહેલા કોઈપણ શેમ્પૂ લો. તમે આ ઉપાય માટે તમારા રેગ્યુલર શેમ્પૂનો પણ ઉપયોગ પણ કરી શકો છો. ૨-૩ ચમચી શેમ્પૂમા ૧ ચમચી કોકોનટ ઓઈલ મિક્સ કરો અને તેને ખોપરી ઉપરની ચામડી પર લગાવીને સારી રીતે મસાજ કરો.

આ પછી તેને આ રીતે ૨-૩ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ માથાની ચામડી પર થોડુ શેમ્પૂ લગાવો અને વાળને સારી રીતે ધોઈ લો, તે પછી તમારે કન્ડિશનર કરવાની પણ જરૂર રહેશે નહીં. આ ઉપાય અજમાવવાથી વાળની શુષ્કતા દૂર થશે અને વાળ નરમ થવા લાગશે. શક્ય છે કે, તમારા વાળ ખૂબ જ વધુ પડતા શુષ્ક બની ગયા હોય તો પછી શેમ્પૂમા નાળિયેર તેલ મિક્સ કરો અને વાળ ધોયા પછી તેમને કન્ડિશનર જરૂર લગાવો. જો તમારા વાળ તેલયુક્ત છે તો તમારે શેમ્પૂ અને નાળિયેર તેલની રેસીપી અપનાવ્યા પછી કઇ કરવાની જરૂર નથી.

ધ્યાનમા એ રાખો કે શિયાળામાં અથવા ઉનાળામા, હંમેશા વાળ ધોવા માટે તાજા અથવા નવશેકા પાણીનો ઉપયોગ કરો. હૂંફાળા પાણીથી વાળ ધોવાથી તેમનો ભેજ ઓછો થાય છે અને વાળ વધુ શુષ્ક બની જાય છે. વાળ ધોયા પછી તેમને કુદરતી રીતે સૂકવી લો અને તે પછી તેમના પર સીરમ લગાવવાનુ ભૂલશો નહીં. જો કોકોનટ તેલ તમને માફક ન આવે તો તમે સરસવ , ઓલિવ , એરંડા અથવા લીમડાનું તેલ વાપરી શકો છો. આ ઉપાય અજમાવવાથી વાળ સિલ્કી બનશે અને ડેન્ડ્રફ ની સમસ્યા દૂર થશે.

આ ઉપરાંત બધી મહિલાઓનું સપનું હોય છે કે તેના વાળ લાંબા, કાળા અને સ્મૂથ રહે જેથી તે ખુબસુરત લાગે પરંતુ આ સપનું બધી મહિલાઓનું પૂરું થતું નથી. તેથી આજે અમે તેના માટે દાદીમાંનો નુસખો લઈને આવ્યા છીએ, તો ચાલો જાણીએ વાળ માંટે નેચરલ વસ્તુ જ હમેશા સારી ગણવામાં આવી છે. સ્કીન કેર હોય કે હેર કેર દાદી માં પાસે દરેક વસ્તુ નું સોલ્યુસન હોય છે. વાળ ને વધારવા માંટે આપણે ન ઇચ્છતા પણ કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ કરીએ છીએ.પણ ઘર ની પ્રાકૃતિક વસ્તુ ના ઉપયોગ વિશે ભૂલી જઈએ છીએ. બાળપણ માં આપણાં વાળ ની દેખભાળ આપણાં નાની કે દાદી કરતાં હતા. જેનાથી આપણાં વાળ મજબૂત રહેતા હતા. જો તમે પણ તમારા વાળ મજબૂત રાખવા માંગતા હોવ તો અહી બતાવેલ દાદી માં ના નુસખા ને અપનાવી જુઓ.

આ દેશી નુસખા ઘણા કામ ના છે. અને કેમિકલ થી પણ બચાવે છે. જો તમારી પાસે ઓફિસ ના કામ માથી ટાઇમ ન મળતો હોય તો પણ તમે અઠવાડિયા માં એક વાર પણ તેને અજમાવી શકો છો.દહી અને મેંદી.જે વાળને સોફ્ટ બનાવે છે. તેને વાળ માં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઈ નાખવા. ત્યારબાદ તેલથી માલિશ કરી લેવી. વાળ માંટે દહી ખૂબ જ સારું ગણવામાં આવે છે. એટલે જ તમે દહી અને મેહન્દી ને મિક્સ કરી ને વાળ માં લગાવી શકો છો. તે કન્ડિશનર નું કામ કરે છે.

પ્રોટીન.આપણાં વાળને સ્વસ્થ રાખવા માંટે પ્રોટીન ખૂબ જ જરુરી છે. તેની માંટે તમે ઈંડાનો ઉપયોગ કરી શકો છો. 2 ચમચા ઓલિવ ઓઇલ ને ઈંડામાં મિક્સ કરી ને વાળ માં લગાવો. હેર-પેક ની જેમ લગાવી ને તેને અડધા કલાક માંટે છોડી દો. પછી વાળ ને શેમ્પૂ થી ધોઈ લો. આમ કરવા થી વાળ શાઈની થશે. અને ફાટેલાં(બે મોઢા) વાળાની સમસ્યા પણ દૂર થશે. લીમડાના પાંદડા અને દહીંની પેસ્ટ.શિયાળા માં વાળ ખરાબ થઈ જાય છે. એટલે જ વાળમાં ખોડો ન થાય તે માંટે તમે લીમડા ના હેર માસ્ક નો ઉપયોગ કરી શકો છો. લીમડા ના પાંદડા ને પીસી ને તેની પેસ્ટ બનાવી લો. તેમા દહી મિક્સ કરી ને તેને વાળ માં લગાવી લો. અડધા કલાક પછી વાળ ધોઈ નાખો.

ઠંડીના મોસમમાં વાળની સંભાળ રાખવી એક વિશેષ જરૂરિયાત છે. અને શિયાળો શરુ થઇ ગયો છે અને એવામાંવાળની ખાસ સંભાળ લેવી પડે છે. જો બદલતાં વાતાવરણમાં વાળની કાળજી ન લેવામાં આવે તો વાળ રુક્ષ થઈ જાય છે. આવું ન થાય તે માટે શું કરવું એ સવાલ દરેક ને સતાવતો હોય છે. તો આજે અમે નિષ્ણાંતોએ આપેલી કેટલીક હેર કેરની ટીપ્સ માહિતી આપીશું જેનાથી તમે તમારા વાળને રુક્ષ થતા અટકાવી શકશો.શિયાળામાં વાળનું ટ્રિમિંગ કરાવવું એ એક સારો વિકલ્પ છે. શિયાળાની કકળતી ઠંડી તમારા વાળને રુક્ષ અને ડલ બનાવી શકે છે તેનાથી વાળ ખરવાની સમસ્યા વધે છે. તેથી જરૂર મુજબ વાળનું ટ્રિમિંગ ભૂલ્યા વગર કરાવી લેવું જરૂરી છે.

શિયાળામાં અઠવાડિયામાં એકવાર ગરમ તેલથી વાળમાં મસાજ કરવી.આમાં જો તેલ નાળિયેરનું હોય તો એ સૌથી ઉત્તમ રહેશે. જણાવી દઈએ કે વાળના મૂળમાં ગરમ તેલથી માલિશ કરવાથી વાળમાં રક્તસંચાર વધે છે અને વાળ મુલાયમ અને ચમકદાર બને છે.શિયાળામાં રોજ વાળમાં શેમ્પૂ કરવાનું ટાળવું જોઈએ. કેમકે નિષ્ણાંતો માનવું છે કે રોજ વાળ ધોવાથી સ્કેલ્પના નેચરલ ઓઈલ નષ્ટ થઈ જાય છે.શિયાળામાં વાળને મુલાયમ બનાવવા માટે કંડિશ્નરનો ઉપયોગ જરુંર કરવો. કંડિશ્નર વિના વાળ રુક્ષ થઈ જશે.

બજારમાં અનેક પ્રકારની મહેંદી મળતી હોય છે જેને તમે લોખંડના વાસણમાં કોફી, આંબળાનો પાઉડર વગેરે મિક્સ કરી મહેંદીમાં પલાળી વાળમાં લગાવો. ઓછામાં ઓછી બે કલાક સુધી મહેંદી વાળમાં લગાવી રાખો.શિયાળામાં મોટા ભાગે ખોડાની ફરિયાદ રહે છે આ માટે વાળમાં લીંબુનો રસ અથવા ચણાનો લોટ મિક્સ કરી લગાવો અને ૧૫ મિનિટ પછી તેને ધોઇ લો. આનાથી ખોડો તો દૂર થશે જ સાથે વાળ પણ ચમકદાર અને મુલાયમ બનશે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *