ઊંટો પર નીકળી અનોખી જાન : વરરાજા સાથે 20 જેટલા ઊંટો પર જાન દુલ્હનના ઘરે પહોંચી – જુઓ આ અનોખો વીડિયો

0
30

તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત અવારનવાર જાનના વિડીયો જોયા હશે. તમે ઘણી વખત બળદગાડા પર જાન નીકળતી જોઈએ છે. પરંતુ હાલમાં રાજસ્થાનમાં ઊંટ પર જાન કાઢવામાં આવી છે. વરરાજા કન્યાને લેવા માટે ઊંટ પર સવાર થઈને કન્યા ના ઘરે પહોંચ્યો હતો. વરરાજા સાથે જાનૈયાઓ પણ ઊંટ પર સવાર થયા હતા.

20 જેટલા ઊંટ પર સવાર થઈને જાનૈયાઓ બે કલાકમાં 7 કિલોમીટરની મુસાફરી કરીને દુલ્હન ના ઘરે પહોંચ્યા હતા.  મળતી માહિતી અનુસાર બાડમેર શહેરના દાનજી કી હોદીના રહેવાસી દલસિંહના પુત્ર મલેશ રાજગુરુના લગ્ન સીતા કંવર સાથે શુક્રવારના રોજ થયા હતા.

મળતી માહિતી અનુસાર વરાજાના દાદાની ઈચ્છા હતી કે તેના પૌત્રની જાન ઊંટ ઉપરની કરવી જોઈએ. દાદાની ઇચ્છા પૂરી કરવા માટે પરિવારજનોએ મલેશ રાજગુરુની જાન ઊંટ પર કાઢી હતી. આ જાન કાઢવા માટે છેલ્લા 5 મહિનાથી તૈયારીઓ ચાલુ હતી.

જ્યારે રસ્તા પર લોકોએ આ જાનને જોઈ ત્યારે જાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. આ ઉપરાંત વરરાજાના પિતાનું કહેવું છે કે, જેમણે પણ ઊંટ પરથી જાન કાઢવાની વાત સાંભળી, તે બધા ના વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આ જાનનો વિડીયો જોઈને કેટલાક લોકોની જૂની યાદો પાછી આવી ગઇ છે. વરરાજાના પિતા એ વધુમાં કહ્યું કે, નવી સંસ્કૃતિની સાથે જૂની સંસ્કૃતિને પણ ભૂલવી ન જોઈએ એવી લોકોને અપીલ કરું છું.

તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત મોંઘી મોંઘી કાર અને હેલિકોપ્ટરમાં નીકળતા જોઈએ છે. પરંતુ વરરાજાના દાદાની ઈચ્છા હતી કે, તેની જાન ઊંટ પરની કરવી જોઈએ. દાદા ની ઇચ્છા પૂરી કરવા માટે ઊંટ પર જાન કાઢવામાં આવી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.