Breaking News

વાળ ધોવાના 20 મિનિટ પહેલા લગાવો બટેટાનો રસ,વાળ નો ખોડો થઈ જશે ગાયબ,અને વાળ પણ બનશે કાળા અને ચમકદાર….

વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતા વધુ વાળ ખરવા લાગે તો સમજી જજો કે તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો, વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય દેખરેખ કરવી જરૂરીછે. શું તમે જાણો છો કે દરરોજ 100 વાળ ખરવા સામાન્ય વાત છે પણ જો આનાથી વધારે વાળ ખરવા લાગે તો તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે અને આવામાં જરૂરી છે તમારા વાળને યોગ્ય પોષણ આપવાની. વાળ ખરતા રોકવા માટે ઘરેલું નુસખા અપનાવી શકાય છે. આમ પણ પ્રાકૃતિક ઉપચાર જ ઉત્તમ ઉપચાર હોય છે અને આવામાં સૌથી સારી વાત એ છે કે આની કોઇ આડઅસરો પણ નથી હોતી. તો આવો જાણીએ ખરતા વાળ રોકવા માટે કયા ઘરેલું નુસખા ફાયદાકારક છે…

જો તમારા વાળ સ્વસ્થ અને ચમકદાર છે તો તમે સુંદર દેખાવવા લાગો છો. પરંતુ આ પ્રદુષિત અને ઝેરીલા વાતાવરણમાં વાળને લગતી કેટલીક સમસ્યા થવા લાગે છે. જેમા ખોડો, ખરતા વાળ જેવી સમસ્યા થાય છે. જેના માટે તમારે તમારી લાઇફસ્ટાઇલમાં અનેક બદલાવ કરવા જોઇએ, ભરપૂર પાણી પીવાની સાથે પોષ્ટિક આહાર લેવો પણ જરૂરી છે. ઘણી વખત બજારમાં મળતા શેમ્પુથી પણ તમારા વાળને પણ નુકસાન થઇ શકે છે તો તમે ઘરેલું ઉપાય અજમાવી શકો છો. જેથી સ્કેલ્પનું પીએચ લેવલને બનાવી રાખવા માટે બટેટાના રસનો ઉપયોગ કરી શકો છો.

બટેટા તમારી સ્કેલ્પને સાફ અને પોષિત રાખી શકે છે. જેનાથી ખોડો અને અન્ય ફંગલ સંબંધી સમસ્યાઓ પેદા થઇ શકતી નથી. બટેટા અલગ વિટામિન અને ખનીજોમાં સમૃદ્ધ છે જે તમારા વાળને ચમકદાર અને સ્વસ્થ બનાવવા માટે જરૂરી છે. નિયમિત રીતે બટેટાના રસનો ઉપયોગ કરવાથી કોલેજન વધે છે જે વાળને ઉચિત વિકાસ માટે જરૂરી છે.બટેટાનો રસ હેર ફોલિકલના વિકાસને સારા કરવામાં મદદ કરે છે. તે વાળને પાતળા થવાથી રોકે છે અને શાકમાં રહેલા સ્ટાર્ચ હેર ફોલિકલના પોષણને સુનિશ્ચિત કરે છે બટેટામાં રહેલા યૌગિક વાળને ખરતા રોકે છે. નિયમિત રીતે બટેટાના રસનો ઉપયોગ કરવાથી વાળ ચમકીલા અને લાંબા થાય છે.

એક મીડિયમ સાઇઝનું બટેટું લો અને તેને સાદા પાણીથી ધોઇ લો.

હવે બટેટાને પીસી લો અને એક નરમ કપડાનો ઉપયોગ કરીને તેનો રસ નીચવી લો. એક કન્ટેનરમાં રસ એકઠો કરો અને કોટન પેડના ઉપયોગથી વાળની લંબાઇના હિસાબથી મૂળથી ઉપર સુધી લગાવો 20 મિનિટ સુધી લગાવી રાખ્યા બાદ તેને પાણીથી ધોઇ લો. તે બાદ વાળને માઇલ્ડ શેમ્પુથી ધોઇ લો આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરો.વાળને ખરતા અટકાવવા માટે આ ઉપાય કરો..મહેદી લગાવો : વાળને મજબૂત કરવા અને તેને તૂટતા અટકાવવા તમારે વાળને ભરપુર પોષણ આપવું જોઇએ અને આ માટે તમારે વાળમાં મહેંદી લગાવવી જોઇએ. તમે ઇચ્છો તો મહેંદીમાં ઈંડું પણ ઉમેરી શકો છો.

દહીં લગાવો : વાળને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ પણ ઉત્તમ માર્ગ છે. આ માટે વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું. તમે ઇચ્છો તો તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. દહીંને વાળમાં સારી રીતે લગાવી સૂકાવા દો. આનાથી વાળમાં ચમક આવશે અને તેમાં જીવ જળવાઇ રહેશે.ઈંડામાંથી મળશે ભરપુર પોષણ : ઈંડા ખાવાથી જ તમારા સ્વાસ્થ્યને લાભ મળે છે એ જ રીતે ઈંડુ વાળને પણ પોષણ આપે છે. વાળ ધોવાના એક કલાક પહેલા તમે ઈંડાને વાળમાં લગાવો. તમે ઇચ્છો તો ઈંડામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો કે ઉપર જણાવ્યું તે પ્રમાણે મહેંદી ઉમેરી શકો છો.

માલિશ જરૂરી છે : વાળમાં જીવ ફૂંકવા માટે તેમાં તેલની માલિશ કરવી પણ જરૂરી છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર એક કલાક સુધી વાળની સારી રીતે માલિશ કરો અને સ્કાલ્પ પર હલકા હાથે તેલ લગાવો જેથી વાળના મૂળ સુધી તેલ પહોંચી શકે.આ સિવાય તમારે તમારા આહારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ખાવા-પીવાની ઉણપથી પણ તમારા વાળ ખરી શકે છે. તણાવથી દૂર રહો અને ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન પણ ન કરો. વિટામિનન ડી ભરપુર માત્રામાં લો.ગાજરના રસને વાળની મૂળમાં લગાડવાથી  વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ આવવા લાગશે. તેમજ  ત્યાં ડુંગળીનો રસ લગાડવાથી વાળ ફરીથી આવશે.

ગાજરને પીસીને તેનો પેક બનાવી લો. આ પેકને માથા પર લગાવો અને બે કલાક પછી માથું ધોઈ નાંખવું..નિયમિત રીતે આમ કરવાથી વાળ ખરતા બંધ થશે રાત્રે સૂતા સમયે નારિયેળના તેલમાં લીંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી જોઈએ.રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. વહેલી સવારે ઉઠીને આ પાણીની સાથે અડધી ચમચી આમળાનાં ચૂર્ણનું સેવન કરી શકો છો. જેથી થોડા સમયમાં વાળની ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.આશરે 50ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ ઉમેરી ગરમ કરો. તે બાદ તેને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થશે.તેમજ વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.

આમળા

આમળાને વાળ માટે સૌથી ફાયદાકારક અને ઉપયોગી માનવામાં આવે છે. તમે પાતળા વાળ પર આંબળાનો ઉપયોગ કરશો તો તમારા લાંબા અને કાળા વાળ એકદમ ભરાવદાર બની જશે કારણ કે આમળામાં વધુ માત્રામાં વિટામિન સી સાથે જ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જેથી તેને ખાવાથી અથવા લગાવવાથી વાળ ભરાવદાર બનશે.વાળને ભરાવદાર બનાવવા માટે માથું ધોતા પેહલા કરતા પહેલા તમારા વાળમા આંબળાનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. અને જેના માટે તમારે બે ચમચી લીંબુના રસમા બે ચમચી આંબળાનો રસનું મિશ્રણ બનાવી માથામાં લગાવો. એ સૂકાઇ જાય એટલે તમે તેને સાદા પાણીથી ધોઇ લો.

મેથીના દાણા

મેથીના દાણામાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ વધારે પ્રમાણમા હોય છે. જે તમારા વાળને જડમૂળથી એકદમ મજબૂત બનાવવાની સાથે કાળા અને ભરાવદાર પણ બનાવશે. સાથે જ વાળને લગતી દરેક સમસ્યાને દૂર કરવામા પણ મદદરૂપ બને છેએક ચમચી મેથીના દાણાને પીસી તેમાં બે ચમચી નારિયેળ તેલ મિક્સ કરી લો અને તે મિશ્રણને વાળમા 30 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યાર બાદ તેને શેમ્પુથી ધોઇ લો. બસ આમ સતત એક મહીના સુધી આ ઉપાય કરવાથી તમારા વાળ ભરાવદાર થવાની સાથે સાથે જ ઝડપથી વધવા પણ લાગે છે. અને સુંદર પણ દેખાશે.

ડુંગળીનો રસ

હા ડુંગળીનો રસ. ડુંગળી રસમાં સલ્ફર વધારે માત્રામાં હોય છે જે પાતળા વાળની સમસ્યાને પણ દૂર કરવા માટે સૌથી સારો ઘરેલુ ઉપાય છે.ડુંગળીના રસને કાઢીને તેને તમારા વાળમાં 30 મિનિટ સુધી લગાવી રાખો અને ત્યાર પછી તેને આ માઇલ્ડ શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો. ડુંગળીના રસનો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારા લાંબા અને કાળા વાળ એકદમ ભરાવદાર બની જશે.

About Admin

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *