વાળ થઈ ગયાં છે સૂકા અને ભૂખરાતો કરો આ કામ,આ દેશી ઉપાય વાળને બનાવી દેશે એકદમ સ્મૂથ..

વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતા વધુ વાળ ખરવા લાગે તો સમજી જજો કે તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો, વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય દેખરેખ કરવી જરૂરીછે. શું તમે જાણો છો કે દરરોજ 100 વાળ ખરવા સામાન્ય વાત છે પણ જો આનાથી વધારે વાળ ખરવા લાગે તો તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે અને આવામાં જરૂરી છે તમારા વાળને યોગ્ય પોષણ આપવાની. વાળ ખરતા રોકવા માટે ઘરેલું નુસખા અપનાવી શકાય છે. આમ પણ પ્રાકૃતિક ઉપચાર જ ઉત્તમ ઉપચાર હોય છે અને આવામાં સૌથી સારી વાત એ છે કે આની કોઇ આડઅસરો પણ નથી હોતી.

સમય ના અભાવને કારણે ઘણા લોકો‌ કેમિકલવાળા પદાર્થ નો ઉપયોગ કરે છે જે નુકસાનકારક સાબિત થાય છે. ધૂળ અને પ્રદૂષણ વાળ ઉપર ખરાબ અસર કરે છે, જેનાથી વાળ સૂકા અને ખરાબ દેખાય છે. લોકોમાં વાળ ખરવા તેમજ સફેદ વાળની સમસ્યા વધુ જોવામાં આવે છે. આ સમસ્યાથી લોકો હેરાન થતા નથી કારણકે લોકોનું લાઈફસ્ટાઈલ ખૂબ ખરાબ થઈ ગઈ છે. મોટાભાગના લોકો ખરાબ ખોરાક અને પ્રદૂષિત વાતાવરણમાં જ રહે છે. આવી પરિસ્થિતિમાં વાળ પર વધુ ધ્યાન આપવું જરૂરી બને છે. પરંતુ સમયના અભાવના કારણે મોટાભાગના લોકો કેમિકલ યુક્ત પદાર્થનો ઉપયોગ કરે છે જેના કારણે વાળને નુકશાન થાય છે. ઘરેલું નુસખાનો ઉપયોગ વાળને ચમકતા અને મજબૂત બનાવવા માટે પણ કરી શકાય છે.

કેમિકલ યુક્ત શેમ્પુ કે કંડીશનરનો ઉપયોગ કરવાને બદલે ઘર ગથ્થુ ઉપચારનો ઉપયોગ કરો. આજે અમે તમને ચોખાના પાણી અને ડુંગળીના ઉપયોગથી બનેલી એક કુદરતી રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેનો ઉપયોગ નિયમિત કર્યા પછી તમને થોડા જ દિવસોમાં વાળમાં ફેરફાર જોવા મળશે. આ ઉપચાર વિષે અમે વિશ્વ પ્રસિદ્ધ ડમેંટોલોજીસ્ટ અને એસ્થેટીક ફીજીશીયન, ફાઉંડર અને ડાયરેક્ટર, આઈએલએએમઈડી ડોક્ટર અજય રાણાજી જણાવી રહ્યા છે.

વાળ ખરતા રોકવા માટે સૌ-પ્રથમ તો સ્વસ્થ જીવનશૈલી અપનાવો. વધારે માત્રામાં પાણી પી અને અન્ય પોષણક્ષમ પ્રવાહી પદાર્થોનું સેવન વધુ કરીને પણ તમે ખરતા વાળ અટકાવી શકો છો. શું તમે જાણો છો કે ત્વચા, વાળ, લોહી વગેરેને સ્વસ્થ રાખવા માટે અને દરેક કાર્ય સારી રીતે કરવા માટે પાણીની જરૂર પડે છે.મોઇશ્ચર ના અભાવને લીધે વાળ સુકા અને ખરાબ બને છે. ઇંડા નો ઉપયોગ વાળ પર કરવાથી વાળ નરમ અને ચમકદાર બને છે. ઇંડા માં ફેટી એસિડ્સ, લેક્ટીન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે વાળને જરૂરી પોષણ આપે છે. જેથી દહીં વાળ માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. દહીંને વાળ માટે એક સારું કન્ડિશનર માનવામાં આવે છે, જે વાળને નરમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

પોતાના વાળની ​​લંબાઈ મુજબ ઇંડા અને દહીં લો. જો તમે એક કે બે ઇંડા વાપરી રહ્યા છો, તો પછી 2 ચમચી દહીં લો. આ પેક બનાવવા માટે તમારે ઈંડાનો પીળો ભાગ દૂર કરવો અને સફેદ ભાગ સાથે દહીંને 2 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરવું. હવે આ પેકને વાળમાં લગાવો. આ પ્રવાહી ને 40 મિનિટ થી 1 કલાક સુધી વાળમાં રહેવા દો અને પછી સ્વચ્છ પાણીથી પોતાના વાળ ધોઇ નાખો. અને ત્યારબાદ બીજા દિવસ પોતાના વાળને શેમ્પૂથી ધોઈ લેવા.

વાળને ખરતાં દૂર કરવા માટે મધનો ઉપયોગ પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. તે વાળને ફક્ત ચમકતા નહીં, પરંતુ વાળને નરમ પણ બનાવે છે. જો તમે ઇચ્છો તો નાળિયેર તેલમાં કેળાની પેસ્ટ નાખીને વાળ પર લગાવો. 20 થી 25 મિનિટ પછી વાળ ધોવો. આ વાળ રેશમી અને ચમકદાર બનશે.એલોવેરા વાળ અને સ્કિન બંને માટે ખૂબ જ કારગર છે. તે વાળને હાઈડ્રેટ અને કંડીશન કરે છે. તેમાં રહેલાં એન્ટી બેક્ટેરિયલ ગુણ વાળની સમસ્યા દૂર કરે છે અને વાળ ખરતા રોકે છે. સાથે જ વાળને શાઈની, સોફ્ટ અને હેલ્ધી પણ બનાવે છે.

ચોખાના પાણીમાં ઘણા પ્રકારના વિટામીન અને મિનરલ્સ જેવા કે અમીનો એસીડ, વિટામીન-બી, વિટામીન-ઈ અને એંટી ઓક્સીડેંટસ હોય છે, જે બે મોઢા વાળા વાળને સારા કરવામાં મદદ કરે છે અને વાળને મજબુત બનાવે છે. ચોખાનું પાણી અને ડુંગળીને મિક્ષ કરીને તે પાણીથી મસાજ કરવાથી પણ વાળ ખરવાથી અટકાવવામાં મદદ મળે છે.’

બનાવવા અને લગાવવાની રીતતેના માટે ચોખાના પાણીમાં ડુંગળી વાટીને મિસ્ક કરી લો.આ પેસ્ટને વાળમાં લગાવો અને સુકું થવા માટે રાખી દો.પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લો.તમે આનો ઉપયોગ બીજી રીતે પણ કરી શકો છો.તેના માટે તમારા સ્કેલ્પ ઉપર તેને સ્પ્રે કરો અને ધીમે ધીમે માલીશ કરો.પછી 30 મિનીટ માટે એક કેપથી વાળને કવર કરો.પછી વાળને ધોઈ લો.

વાળ માટે ડુંગળીના ફાયદાડુંગળીનો રસ પોષક તત્વોનો ભંડાર છે અને તે સલ્ફરથી ભરપુર હોય છે. વાળનું તૂટવું, પાતળાપણું ઓછું કરવામાં સલ્ફર મદદ કરે છે અને વાળના રોમને પુનર્જીવનમાં પણ મહત્વનું છે. ડુંગળીનો રસ સ્ક્લેપને લોહીના ફ્લોને ઉત્તેજિત કરે છે અને તેના પોષક તત્વો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ડુંગળીના રસમાં વિટામીન એ, સી, ઈ, ફોલિક એસીડ અને બાયોટીન પણ હોય છે. ડુંગળીના પોતાના એંટીબેક્ટેરીયલ ગુણોને કારણે સુકાપણા સામે લડવા માટે પણ ઓળખવામાં આવે છે, આ રીતે તે સ્ક્લેપને હેલ્દી રાખે છે. એ વાત બધા જાણે છે કે હેલ્દી સ્કેલ્પ વાળના ગ્રોથને સારો બનાવે છે..

વાળ માટે ચોખાના પાણીના ફાયદા ચોખાનું પાણી પોષક તત્વોનો એક બીજો ભંડાર છે. મહિલાઓ તેના વાળ લાંબા કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ચોખાનું પાણી વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. જે આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સિદ્ધ થયું છે. જર્નલ ઓફ કોસ્મેટિક કેમિસ્ટસે એક અધ્યયનમાં સંશોધન કર્યું છે કે ચોખાનું પાણી પડ છે ઘર્ષણને ઓછું કરે છે અને વાળના ગ્રોથમાં સુધારો કરે છે અને વાળને ઓળવાનું સરળ બનાવે છે. તે વાંકડીયા વાળ વાળી મહિલાઓ માટે ઘણું ફાયદાકારક હોય છે.

ચોખાના પાણીમાં ઈનોસીટોલ અને કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, જે ક્ષતિગ્રસ્ત વાળને સુધારે છે અને સતત વાળને રક્ષણ પૂરું પાડે છે. તે ઉપરાંત ચોખાના પાણીમાં અમીનો એસીડ હોય છે, જે વાળને શાઈની, મૂળને મજબુત કરવા અને વાળના મૂળ શાઈની બનાવે છે. તે ઉપરાંત ચોખાના પાણીમાં તમામ જરૂરી અમીનો એસીડ સાથે એંટીઓક્સીડેંટ પણ હોય છે. તેમાં વિટામીન ઈ, વિટામીન કે, વિટામીન બી-6, થીયામીન (બી-1), રાઈબોફ્લેવિન, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ, સેલેનિયમ, નીયાસીન, પોટેશીયમ, મેગનિઝ અને ઝીંક સામેલ છે.

તમે પણ વાળના આરોગ્યને સારું રાખવા માટે ચોખાનું પાણી અને ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. આમ તો આ ઉપાય સંપૂર્ણ રીતે કુદરતી છે અને તેની આડઅસર નથી પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક વખત પેચ ટેસ્ટ જરૂર કરી લો.વાળને ખરતા અટકાવવા માટેના અન્ય ઘરેલુ નુસખામહેદી લગાવો : વાળને મજબૂત કરવા અને તેને તૂટતા અટકાવવા તમારે વાળને ભરપુર પોષણ આપવું જોઇએ અને આ માટે તમારે વાળમાં મહેંદી લગાવવી જોઇએ. તમે ઇચ્છો તો મહેંદીમાં ઈંડું પણ ઉમેરી શકો છો.

માલિશ જરૂરી છે વાળમાં જીવ ફૂંકવા માટે તેમાં તેલની માલિશ કરવી પણ જરૂરી છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર એક કલાક સુધી વાળની સારી રીતે માલિશ કરો અને સ્કાલ્પ પર હલકા હાથે તેલ લગાવો જેથી વાળના મૂળ સુધી તેલ પહોંચી શકે.આ સિવાય તમારે તમારા આહારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ખાવા-પીવાની ઉણપથી પણ તમારા વાળ ખરી શકે છે. તણાવથી દૂર રહો અને ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન પણ ન કરો. વિટામિનન ડી ભરપુર માત્રામાં લો.

Leave a Comment