Breaking News

વડાપ્રધાન મોદીને ખુબજ પસંદ છે આ તીર્થ સ્થળો, જાણો આ તીર્થ સ્થળો વિશે…….

ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેની જો કોઈ વિશેષતા તમને બોલવાની કહેવામાં આવે તો તમે શું કહેશુ? વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવસમાં 18 કલાક કામ કરે છે. તેઓ કોઈ રજા નથી પાડતા, તેઓની ગણના દુનિયામાં તાકતવર વડા પ્રધાનમાં થાય છે. કદાચ આટલુ તો ચોક્કસ કહેશો. પરંતુ જેટલા વડા પ્રધાનના કામોની લોકોને જાણ છે. તેટલી જ જાણ વડાપ્રધાન મોદીની ધાર્મિકતા વિશે છે. એ પછી નવરાત્રીમાં કરતા ઉપવાસ હોય કે પછી માં અંબાની પૂજા, લોકો વડાપ્રધાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને તેમની નિયમિત પુજા અર્ચનાથી પણ પ્રભાવિત છે. હાલ આપણા વડાપ્રધાન અડધી દુનિયા ફરી ચૂક્યા છે, પરંતુ જ્યારે ભગવાનની ભક્તિ કે આસ્થાની વાત કરવામાં આવે ત્યારે નરેન્દ્ર મોદી કેટલીક ખાસ જગ્યાએ જવાનુ વધુ પસંદ કરે છે. તો આજે અમે તેમને વડાપ્રધાનના કેટલાક પસંદી ધાર્મિક સ્થળોની વાત કરીશુ. જે નરેન્દ્ર મોદીને અત્યંત પ્રિય છે.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન હોવા છતા વિશ્વના શક્તિશાળી નેતાઓમાંના એક માનવામાં આવે છે. પરંતુ ભગવાનમાં તેમનો વિશ્વાસ અડગ છે. આટલા મોટા નેતા હોવા છતાં તેઓ તેમના ધર્મને ભૂલી શક્યા નથી. તે હજુ પણ જમીન સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવે છે કે મોદીજી રોજ નિયમિત પૂજા કરે છે. હા, તેઓ દરરોજ સવારે અને સાંજે ભગવાનની ઉપાસના કરે છે. વડા પ્રધાન મોદી એવા નેતા છે જેની ભગવાન પ્રત્યેની આદર અને ભાવના સ્પષ્ટપણે દેખાય છે અને તેઓ હંમેશાં તેમના જીવનમાં ધર્મના માર્ગ પર ચાલવા માંગે છે.આજના સમયમાં, એવા ઘણા લોકો છે જેઓ મોદીજીને ખૂબ પસંદ કરે છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ તેમને બિલકુલ પસંદ નથી કરતા. મોદીજી સાથે હંમેશા ધર્મ સાથે જોડાયેલા રહે છે. તેથી જ કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં. હા, ધર્મના માર્ગ ઉપર ચાલનારાઓ માટે કોઈ ખરાબ કાર્યો કરી શકે નહીં. પીએમ મોદીનાં પ્રિય ધાર્મિક સ્થળો કયા છે? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. પીએમ મોદીનું પ્રિય ધાર્મિક સ્થળ.

શિવની નગરી કાશી

પીએમ નરેન્દ્ર મોદી જી કાશી પ્રત્યે વિશેષ સ્નેહ ધરાવે છે. જેને ભગવાન શિવનું શહેર કહેવામાં આવે છે. તેઓ ઘણીવાર ભોલે બાબાના આશીર્વાદ લેવા આ શિવ શહેરમાં જાય છે અને મહાદેવના આશીર્વાદથી, તેમણે તેમના જીવનમાં સારું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે મોદીજી આ ધાર્મિક સ્થળે આવે છે, ત્યારે તેઓએ શિવ મંદિરની સાથે સાથે ભૈરો બાબાના મંદિરની પણ અવશ્ય મુલાકાત લે છે.લોકસભા ચૂંટણી વખતે પહેલીવાર નરેન્દ્ર મોદી બનારસથી ચૂંટણી લડયા હતા અને ચૂંટણીમાં જીતી પણ મેળવી હતી. મોદી જ્યારે પણ બનારસ જાય છે, ત્યારે તે કાશી વિશ્વનાથની પૂજા કરવાનુ ચૂક્યા નથી. સુત્રોનુ માનીએ તો નરેન્દ્ર મોદીને ભગવાન શંકર પર અતૂટ વિશ્વાસ છે.

માતા વૈષ્ણો દેવી.

જમ્મુ-કશ્મીરના પહાડોની વચ્ચે આવેલા માં વૈષ્ણો દેવીની યાત્રા નરેન્દ્ર મોદીએ તેમના જીવનકાળ દરમિયાન અનેક વખત છે. તેમણે જેટલી શ્રદ્ધા માં અંબા પર છે, તેવી જ શ્રદ્ધા માં વૈષ્ણો દેવી પર પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે વૈષ્ણો દેવીની યાત્રા કેટલી કઠિન છે. આથી જ મોદી જ્યારે વડા પ્રધાન બન્યા બાદ તેમણે વૈષ્ણો દેવીની યાત્રાને સરળ બનાવવા માટેના અનેક કામો કર્યા, જેમ કે કટરા સુધીની રેલ્વે સેવા. જેથી શ્રદ્ધાળુઓને યાત્રામાં કોઈ મુશ્કેલી ન પડે માતા વૈષ્ણો દેવી, દેશના મુખ્ય ધાર્મિક સ્થળોમાં એક સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે માતા વૈષ્ણો દેવીની મુલાકાત લે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ માતા વૈષ્ણો દેવીની મુલાકાત લેવાનું પસંદ કરે છે. તેમને ઘણી વાર માતા વૈષ્ણો દેવીની મુલાકાત લીધી છે. માતા વૈષ્ણો દેવી દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે.

કૈલાસ પર્વત.

તમે નરેન્દ્ર મોદીના જીવન વિશે જાણતા હશો તો તેને ખબર હશે કે તેમને બાળપણથી જ કૈલાશ પર્વત વિશે જાણવાની, ત્યાં જવાની ખુબ ઈચ્છા હતી. એક સમયે જ્યારે તેમને જીવનનો કોઈ મોહ રહ્યો ન હતો, ત્યારે તેઓ કૈલાશ પર્વત જવા નિકળી ગયા હતા. આજે પણ તેમને કૈલાશ પર્વત એટલો જ પ્રિય છે.
કૈલાસ પર્વતને ભગવાન શિવનું સ્થાન માનવામાં આવે છે. મોદીજી શરૂઆતથી જ કૈલાસ પર્વત વિશે વધુને વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને આ સ્થાન ખૂબ ગમે છે.

સોમનાથ મંદિર.

ભગવાન શંકર પ્રત્યે આપણા વડાપ્રધાનને અતૂટ શ્રદ્ધા છે. ભોળાનાથનુ નામ આવે અને ગુજરાતનું સોમનાથ યાદ ન આવે એવું થોડુ બને ? નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે અનેક વખત સોમનાથની મુલાકાત લીધી હતી. એટલુ જ નહી તેમણે સોમનાથના વિકાસમાં કોઈ કચાશ રાખી નથી તેઓ અહીં જાય છે અને પૂજા કરે છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા. ત્યારે તેમણે સોમનાથ મંદિરના વિકાસ માટે ઘણું કર્યું હતું.

રામેશ્વર ધામ.

ભારતના મુખ્ય ચાર ધામોમાં જેનો સમાવેશ થાય છે, એ રામેશ્વર ભગવાન રામને સમર્પિત છે. શ્રીરામ ભગવાન હતા તેવી જ રીતે તે એક તટસ્થ રાજા પણ હતા. રાજા રામના અનેક ગુણો નરેન્દ્ર મોદીને ગમે છે આથી જ તેમણે પોતાના જીવનમાં રાજા રામના અનેક ગુણો ને અપનાવ્યા છે.
આપણે બધા જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીજીને ભગવાન શ્રી રામ ખૂબ જ પસંદ છે. તેમના બધા કાર્યોમાં તે ભગવાન શ્રી રામનું અનુસુરણ કરે છે. બધા જ ધામો પૈકી રામેશ્વર ધામ તેમને વધારે પસંદ છે.

કેદારનાથ મંદિર.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી વર્ષ 2017માં ચારધામ યાત્રાના દ્વાર ખુલ્યા હતા, ત્યારે તેઓ ભગવાન શંકરના દર્શન કરવા પહોચ્યા હતા અને તેમણે કેદારનાથ ભગવાનની વિધિવત પૂજા કરી હતી.

અંબાજી.

ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલુ માં અંબાનું સ્થાનક એટલે અંબાજી. ભગવાન શંકર પર નરેન્દ્ર મોદીને જેટલી શ્રદ્ધા છે, તેટલો જ વિશ્વાસ તેમને માં અંબા પર પણ છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અંબાજીમાં શક્તિપીઠની સ્થાપના કરી હતી અને અંબાજીના વિકાસમાં પણ તેમનો મોટો ફાળો છે.

About Admin

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *