Breaking News

વડોદરાના કિસ્સામાં નવો ખુલાસો :યુવતીઓ નિવસ્ત્ર થઈ ફરતી હોવાનો ગ્રામજનોએ કર્યો દાવો..

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ મામલે ASIS સંસ્થાની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે ASIS સંસ્થા હવે એક બાદ એક રહસ્યો બહાર આવી રહ્યા છે, આ સંસ્થા 20 વર્ષ પહેલા વડોદરાના છેવાડે જંગલમાં ખંડેર જગ્યાએ સિધરોટ ગામની જમીનમાં ચાલતી હોવાનું સામે આવ્યું છે સંસ્થાનો વર્ષો જૂનો ઈતિહાત ખરાબ હોવાનું પણ મનાઈ રહ્યું છે.

મિત્રો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે હવે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. વડોદરાનો આ સામૂહિક દુષ્કર્મનો કેસ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કેસને લઇને લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી નથી પહોચી શકી પરંતું તેમણએ પોતાની તપાસ યથાવત રાખી છે.

ઓએસીસ સંસ્થાનો વિવાદિત ભૂતકાળ સામે આવ્યો.એક દાવો એવો પણ થઈ રહ્યો છે કે પહેલા આ સંસ્થા ફ્રેન્ડશીપ ક્લબ અને મૈત્રી ભૂમિ તરીકે કાર્યરત હતી અને પુખ્ત વયની યુવતીઓ અને યુવકો આ સંસ્થામાં રહેતા હતા તેમજ ગ્રામજનોને આ સંસ્થાની આસપાસ પણ જવા દેવામાં નહોતા આવતા સંસ્થાએ શૈક્ષણિક આરોગ્ય અને સંશોધન માટે જમીન લીધી હોવાનું ઉલ્લેખ કરાયો હતો..પરતું આ સંસ્થામાં ખોટા કામો ચાલતા હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી.

સંસ્થા ફ્રેન્ડશીપ ક્લબ અને મૈત્રી ભૂમિ તરીકે હતી કાર્યરત સંસ્થામાં યુવતીઓ નિવસ્ત્ર થઈ ફરતી હોવાનો પણ ગ્રામજનોએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો જ્યારે ગ્રામજનો રજૂઆત કરવા જાય તો સંસ્થા તરફ દાદાગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર અને મામલતદારને પણ રજૂઆત કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે જે બાદ સંસ્થા પાસેથી જમીન પરત લઈ લીધી હતી જો કે સંસ્થા અને તેની કામગીરી મુદ્દે હજુ પણ મોટો રહસ્યો સામે આવી શકે છે જેને લઈને પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

20 વર્ષ પહેલા ઓએસીસ સંસ્થા અહી કાર્યરત હતી.વડોદરા સામૂહિક દુષ્કર્મ બાદ આપઘાત કેસમાં OASIS સંસ્થાની ઘોર બેદરકારી સામે આવી છે. ટ્રસ્ટીઓ દુષ્કર્મની ઘટના જાણતા હોવા છતા વાતને છુપાવી હતી..ઘટના બાદના ઘટનાક્રમથી સંસ્થા અને ટ્રસ્ટીઓ શંકાના દાયરામાં આવ્યા છે. સંસ્થામા સંજીવ શાહ શૈલેષ શાહ અને પ્રિતી નાયર ટ્રસ્ટી છે.

મિત્રો મહત્વનું છે કે દુષ્કર્મની ઘટના બાદ પીડિયાએ ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો. અને પીડિતાએ કંપનીની કર્મચારી વૈષ્ણવીને ડાયરીના ફોટા મોકલ્યા હતા જેમાં પીડિતાએ દુષ્કર્મનો ઉલ્લેખ કર્યો હતો પુખ્ત વયની યુવતીઓ અને યુવકો રહેતા હતા સંસ્થામાં કંપનીના કર્મચારીએ ટ્રસ્ટી પ્રીતિ નાયરને ફોટા બતાવ્યા હતા ત્યારે સંસ્થાએ અને ટ્રસ્ટીઓએ પોલીસ અને પીડિતાના પરિવારને ગુમરાહ કર્યાં હોવાનું મનાઈ રહ્યું છે.

જો કે પીડિતા જે સાયકલ ઉપયોગમાં લેતી હતી તે સાયકલની પોલીસ શોધ કરી રહી છે ઘટનાના દિવસે પીડિતા સાયકલમાં હવા ભરાવવા માટે ગઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે દુષ્કર્મ કેસની તપાસમાં હાલ 300 પોલીસ કર્મચારીઓ જોડાયા છે હાલ તો ડાયરીનું છેલ્લુ પેજ ડાયરી પીડિતાના કપડા મોકલાયા FSLમાં મોકલાયા છે.

મિત્રો સંસ્થાના કર્મચારીઓના 5 મોબાઇલને પણ તપાસ માટે FSLમાં મોકલાયા છે જ્યારે પોલીસ દ્વારા 37 લોકોની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. ઓએસીસી સંસ્થા પર્સનાલિટી-ચાઇલ્ડ ડેવલોપમેન્ટનું કામ કરે છેઆ સંસ્થા ગુજરાત સહિત દિલ્લી,કર્ણાટક,તમિલનાડું,J&Kમાં કામ કરે છે તેને લઈને પણ સંસ્થા અંગે વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *