Breaking News

વજન ઉતારવું છે તો ખાસ કરીલો આ વસ્તુનું સેવન,સડસડાટ ઉતરવા લાગશે, જાણીલો આ વસ્તુ વિશે. ….

આજકાલ લોકો વધારે પડતાં જ હેલ્થ કોન્સિયસ થઇ રહ્યા છે અને એ સારું પણ છે. ચરબી ઘટાડવા માટે લોકો કેટકેટલા નુસખા શોધીને અજમાવતા હોય છે. પણ આપણે ગમે એટલુ ધ્યાન રાખીએ થોડી ઘણી ચરબી તો વધી જ જાય છે. પેટ અને સાથળનો ભાગ એવો છે કે જ્યાં ચરબી ઝડપથી વધવા લાગે છે. અને ચરબીને લઇને સૌથી વધુ મુશ્કેલી સૌથી વધુ મહિલાઓને થતી હોય છે.જો થોડું બેઠાડુ જીવન થાય અને ખાવા પર કંટ્રોલ ન કરવામાં આવે તો વજન ફટાફટ વધી જાય છે. આવા સમયે વધેલી ચરબીને ઉતારવી ખૂબ જરૂરી બની જાય છે નહીં તો ચરબી જમા થતી જાય છે અને તમારું શરીર વધતુ જાય છે. પરંતુ જો તમે ખરેખર પેટને સપાટ બનાવવા માગો છો તો એના માટે કેટલાક ખાસ ઉપાય છે. જે અપનાવવાથી તમારું પેટ સુડોળ બનશે અને તમારો લૂક પણ સારો બનશે.

મોટાપા ની સમસ્યા આજકાલ દરેક ત્રીજા ભારતીય ને છે. આ મોટાપો ના માત્ર તમારો લૂક બગાડે છે પરંતુ ઘણી બધી બીમારીઓ ને પણ આમંત્રણ આપે છે. સ્ટડી ના પ્રમાણે જાડા લોકો માં હાઈ બ્લડ પ્રેશર, સુગર અને હૃદય થી સંબંધિત બીમારી થવા ની સંભાવના વધારે હોય છે. ખાસ કરીને તમારે પોતાના પેટ ની ચરબી ને ઓછું કરવા ઉપર ધ્યાન રાખવું જોઈએ. મોટાપા ઓછુ કરવા માટે ઘણા પ્રકાર ના પ્રયત્ન કરે છે. એમાંથી કેટલાક સરળ પરંતુ કેટલાક મુશ્કેલ હોય છે. આજે અમે તમને ઘરે એક સરળ રીત થી મોટાપો ઓછું કરવા નો ઉપાય બતાવીશું.

પેટની ચરબી ઘટાડવા માટે શું કરવુ અને શું ન કરવું તેના પર ધ્યાન આપીએ તો દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. પેટ પર જામતી ચરબીને ઉતારવા માટે નયણા કોઠે લીંબુ પાણી પીઓ. થોડા હુંફાળા પાણીની અંદર લીંબુ નીચોવી પી લો. તેનાથી શરીરનું મેટાબોલિઝમ તંદુરસ્ત રહેશે અને ચરબીનાં થર પણ નહી જામે. દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીઓ. એટલે કે દિવસનું આશરે 4 લિટર એટલે કે આશરે 8થી 10 બોટલ પાણી પીવાની ટેવ પાડી લો. તે વજન ઉતારશે અને સ્કિન પણ સારી કરશે. ચહેરાની ચમકની સાથે વાળ પણ વધારશે. વધુમાં વધુ પાણી પીવાથી માત્ર ચરબી જ ઓછી નથી થતી એના સિવાય બીજા પણ ઘણા ફાયદા થાય છે.

વહેલી સવારે બે કળી કાચુ લસણ ખાઓ. તે ચાવીને ખાવાથી અને તે બાદ લીંબુ પાણી પીવું શરીર માટે ફાયદાકારક રહેશે. તેનાથી વજન ઘટવાની પ્રક્રિયા બમણી ઝડપે થશે. જો તમારે ઓછા સમયમાં વધુ વજન ઘટાડવું હોય તો આ પ્રક્રિયા ખૂબ સારી છે. વધુમાં તમે ખોરાકમાં સફેદ ભાતથી દૂર રહો અને તેની જગ્યાએ બ્રાઉન રાઇસ, બ્રાઉન બ્રેડ, અને કઠોળનો ઉપયોગ કરો. તેના સેવનથી તમારા શરીરમાં વધારાનો ફેટ જમા થશે નહી, સાથે જ પેટ પણ ફુલશે નહીં. જ્યારે વાત આવે સ્વીટ્સની… તો સ્વીટ્સ તો કોને ન ભાવે? ભાગ્યે જ કોઇ હશે જેને સ્વીટ્સ નહી ભાવતી હોય. જો આપને સ્વીટ્સ ખાવાની ટેવ હોય તો તેના પર કંટ્રોલ રાખો. તે તમારા બોડીમાં ચરબી પેદા કરે છે.

તે તમારા શરીરનાં અલગ અલગ ભાગ જેવા કે પેટ, જાંઘ પર ચરબી જમા કરે છે.સૌથી મહત્વની વાત વોકિંગ, દરરોજ 20થી 30 મિનિટ વોક પર જાઓ. તમારુ આ રૂટિન તૂટવા ન દો. જો તમને સવારે ચાલવાનો સમય ન મળતો હોય તો સાંજે પણ ચાલવા જઇ શકો છો. તમારે તમારી જાત માટે દિવસની 30 મિનિટ તો ચાલવા માટે ફાળવવી જ જોઇએ. તેમાં પણ જો 20 મિનિટ વોકિંગ અને 10 મિનિટની સામાન્ય એક્સરસાઇઝ કરશો તો પછી તમારા વજનમાં ઉતારો ઝડપથી થશે. તેમજ પેટ પણ સપાટ થશે. આ સાથે જ દરરોજ યોગનો અભ્યાસ કરો. યોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. યોગથી ચરબી તેમજ કોઇપણ દૂર કરી શકો છો.

લવિંગ ઘટાડશે મોટાપો લવિંગ લગભગ દરેક ભારતીય કિચન માં સરળતા થી મળી જાય છે. એશિયાઇ વ્યંજનો માં લવિંગ નો ઉપયોગ વધારે જોવા મળે છે. સુગંધીદાર મસાલો માત્ર ભોજન નો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તમારું વજન પણ ઓછું કરી શકે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે ખાસ રીત થી જો લવિંગ ને ખાવા માં આવે તો તમારી ફેલાયેલી કમર ને પાતળી કરવા માં મદદ કરે છે.

આવી રીતે કરે છે કામ લવિંગ ની અંદર પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ પ્રચુર માત્રા માં જોવા મળે છે. આના સિવાય એમાં એન્ટી કોલેસ્ટીક અને એન્ટી લિપિડ ગુણ પણ હોય છે. એ તમારા શરીર ના મેટાબોલિઝમ ને વધારવા માં મદદ કરે છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે જ્યારે તમારા શરીર નું મેટાબોલિઝમ વધે છે તો મોટાપો ઓછો થવા લાગે છે.

આ બીમારી મા પણ કારગર છે લવિંગ મોટાપો ઓછો કરવા ના સિવાય લવિંગ શરીર માં ઘણી બીમારીઓ ને દૂર કરે છે. એમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ શરીર ના ઓક્સિડેટિવ સ્ટ્રેસ ને ઓછું કરે છે. જ્યારે તમારું ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે તો બીમારીઓ પણ ઓછી થવા લાગે છે. આના સિવાય લવિંગ બ્લડ સુગર કન્ટ્રોલ કરવા માં પણ મદદ કરે છે.જો તમે મુખ માં ચાંદા પડી જવાની સમસ્યા થી પીડાતા હોવ તો તેના નિવારણ માટે પણ લવિંગ નો નુસખો અસરકારક સાબિત થાય છે. બે લવિંગ ને લાઇટ ભૂરા રંગ થાય ત્યાં સુધી શેકી તેના મુખ માં રાખી તેને ચૂસતા રહો જેથી તેનો રસ આપની લાળ માં ભળે અને તમને આ સમસ્યા માં રાહત મળે.

જો તમે સરદર્દ ની સમસ્યા થી પીડાતા હોવ તો લવિંગ તમારી આ સમસ્યા ને દૂર કરવા માટે સહાયરૂપ બની શકે. જો તમે ૪-૫ લવિંગ ને ક્રશ કરીને તેને એક સ્વચ્છ રૂમાલ માં રાખીને સુંઘો તો તેમાં સમાવિષ્ટ આ એંટીઓક્સિડંટ , એંટીફંગલ તથા એંટીવાઇરલ તત્વો આ સમસ્યા ને જડમૂળ થી દૂર કરે છે.લવિંગ ગેસ અને કબજિયાત ની સમસ્યા દૂર કરવા માટે પણ લાભદાયી સાબિત થાય છે. આ સમસ્યાઓ ના નિવારણ માટે એક ગ્લાસ પાણી માં લવિંગ ના ઓઇલ ના થોડા ડ્રોપ્સ ઉમેરીને તેનું સેવન કરવું જેથી આ સમસ્યા દૂર થાય.

જો તમે ઈચ્છો તો સૂકું લવિંગ ચાવીને તેનું સેવન કરીને પણ આ સમસ્યા માથી મુક્તિ મેળવી શકો.પાયોરિયા ની સમસ્યા માથી મુક્તિ મેળવવા માટે પણ લવિંગ લાભદાયી સાબિત થાય છે. જો તમારા મુખ માથી નિરંતર દુર્ગંધ આવતી હોય તો અંદાજિત બે માસ સુધી પરોઢ ના સમયે લવિંગ નું સેવન કરવું. આ ઉપરાંત લવિંગ ને અડધા કપ પાણી માં ઉકાળી ને નિયમિત સવારે તેના કોગળા કરવા જેથી આ સમસ્યા દૂર થઈ શકે.

આવી રીતે બનાવો મોટાપો ઘટાડવા નો ડ્રિંક લવિંગ ને જ્યારે બીજા શક્તિશાળી મસાલા જેવા કે કાળા મરી, તજ અને જીરા ની સાથે મિક્સ કરીને સેવન કરવા માં આવે છે તો એ બોડી ના મેટાબોલીક રેટ ને ઝડપ થી વધારે છે. આનાથી તમારો મોટાપો પણ ઝડપ થી ઘટવા લાગે છે. એટલા માટે આ વેટ લોસ ડ્રિંક બનાવવા માટે આપણે આ સામગ્રી નો ઉપયોગ કરીશું.

સામગ્રી : 50 ગ્રામ લવિંગ, 50 ગ્રામ તજ, 50 ગ્રામ જીરા. રીત : આ ડ્રિંક ને ઘરે બનાવવા માટે તમે બધી સામગ્રીઓ ને એક વાસણ માં નાખી ને શેકી લો. તમારે ત્યાં સુધી શેકવા નું છે જ્યાં સુધી એની સુગંધ ન આવવા લાગે. એના પછી આ બધા ને મિક્સર માં દળી ને ઝીણો પાવડર બનાવી લો. હવે એને એર ટાઈટ ડબ્બા માં ભરી લો.

ઉપયોગ ની રીત : એક તપેલી માં ગેસ પર પાણી ઉકળવા માટે મૂકો. એમાં ઉપર બતાવવા માં આવેલ આ મિશ્રણને એક ચમચી નાખો. પાણી ઉકળી જાય તો ગેસ બંધ કરી ને ઠંડુ થવા દો. હવે એક ચમચી મધ મિક્સ કરી દો. તમારો મોટાપો ઘટાડવા નું ડ્રિંક તૈયાર છે. એને રોજ ખાલી પેટે જ પીવો.

નોટ : જો તમને મસાલા થી એલર્જી છે તો એનો ઉપયોગ ની પહેલા ડોક્ટર ની સલાહ જરૂર લો. લવિંગ માં આવેલા યૂજેનોલ કેટલાક લોકો માં એલર્જી ઉત્પન્ન કરે છે. ધ્યાન રાખો કે માત્ર આ ઉપાય થી મોટાપા સંપૂર્ણ રીતે ઓછો નથી થતો. એની સાથે હેલ્ધી ડાયટ નું સેવન અને નિયમિત વ્યાયામ જેવા કામ પણ કરવા પડે છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *