Breaking News

વારંવાર પેટમાં ગેસ થવો અને કબજિયાતને કાયમી દૂર કરી દેશે આ 1 અક્સિર ચૂર્ણ,ફટાફટ જાણી લો આ કામ ની માહિતી….

ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે. જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે.પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી કે કબજિયાત રહેતી હોય, તેમને ગેસનીફરિયાદ બીજા થી વધુ રહે છે, જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે તો આફરા જેવું લાગે છે,પેટમાં ભારેપણું, અલ્સર અને બવાસીર જેવી અનેક પ્રકારની તકલીફો થવાની શક્યતાઓ વધી જાય છે .

ઘણી વખત આંતરડામાં ગેસ બનવાથી પેટમાં દુઃખાવો થાય છે અને જયારે આ દુઃખાવો આંતરડાની ડાબી બાજુએ જાય છે ત્યારે તે એપેન્ડિક્સ નો દુખાવો પણ થઇ શકે છે. તેના માટે ઘણી વખત આપણે મોંઘી દવાઓનો સહારો લઈએ છીએ.

પેટમાં એક પ્રકારનું એસિડ બને છે. જ્યારે પેટમાં આ એસિડ વધારે પ્રમાણમાં બનવા લાગે છે તો એના કારણે પેટમાં ગરમી અને બળતરાની તકલીફ શરૂ થઈ જાય છે. પેટમાં બનતો આ એસિડ ભોંજનને પચાવવામાં મદદ કરે છે. જ્યારે આ એસિડનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધારે થી જાય છે ત્યારે પેટમાં દુખાવો, બળતરા અને ગેસ બનવા લાગે છે. પેટમાં બળતરા ત્યારે પણ થાય છે જ્યારે તમારા દ્વારા ખાવામાં આવેલો ખોરાક સરખી રીતે પચ્યો ન હોય. એનાથી એસીડીટીની સમસ્યા શરૂ થઈ જાય છે. જો કે અન્ય કારણોસર પણ પેટમાં બળતરા અને ગરમી વધવાની તકલીફ થઈ શકે છે.

અત્યારે મોટી ઉંમરના લોકો હોય કે પછી યુવાનો હોય બધાંને પેટની કોઈને કોઈ સમસ્યા થઈ રહી છે. જેમાં ગેસ, કબજિયાત, અપચો, પેટમાં ભારેપણું લાગવું, રોજ પેટ સાફ ન થવું કોમન છે. આ તમારી પાચનક્રિયા ખરાબ છે એવું દર્શાવે છે. હવે આ બધી સમસ્યાઓમાં દવા તો લેવાય નહીં, જેથી અમે તમને એવું ચમત્કારી ચૂર્ણ જણાવીશું, જેને રોજ ખાઈ લેવાથી આ તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે.

સામગ્રી.20 ગ્રામ સૂંઠ.40 ગ્રામ આખા ધાણા.20 ગ્રામ સંચળ.20 ગ્રામ સિંધાલૂણ મીઠું.200 ગ્રામ સાકર.20 ગ્રામ લીંબુનો અર્ક.20 ગ્રામ આમળા પાઉડર.15 ગ્રામ જીરું.15 ગ્રામ અજમો

સેવનની વિધિ.પાચનતંત્રને ઠીક રાખવા માટે બનાવેલો આ ચૂર્ણનું સેવન તમે પેટની કોઈપણ સમસ્યા માટે કરી શકો છો. જો તમને ગેસ અને કબજિયાત હોય તો રોજ ખાવાના 15-20 મિનિટ બાદ એક ચમચી નવશેકા પાણી સાથે લઈ લો. પાચનતંત્ર એક્ટિવ કરવા અને મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવા માટે પણ આ મદદ કરશે.

આ રીતે બનાવો.સૌથી પહેલાં જીરું, અજમો અને ધાણાં ને અલગ-અલગ શેકી લો. પછી આ ત્રણેયને સાથે પીસી લો. પછી સૂંઠ અને આમળા જો આખા હોય તો પીસી લો. સાકર પણ પીસી લો. હવે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. તમારું ચૂર્ણ તૈયાર છે. આ ચૂર્ણને કાંચ અથવા એર ટાઈટ બરણીમાં ભરી લો. આ ચૂર્ણમાં ભરપૂર હર્બ્સ હોય છે. જે તમારા માટે બહુ જ ફાયદાકારક છે. આ ચૂર્ણના નિમમિત સેવનથી રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. આવું મેટાબોલિઝ્મ બૂસ્ટ થવાને કારણે પણ થાય છે. આ ચૂર્ણ બોડીમાં એન્ટીબોડીના પ્રોડક્શનને પણ વધારે છે.

ગૈસ્ટ્રિક તકલીફ માટે મોંઘી દવાઓનો સહારો લેવાથી ઘણી વખત સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. સાધારણ ગૈસ્ટ્રિક તકલીફ માટે ભારે મેડિસિન્સ ના બદલે ઘરઘથ્થુ ઉપચાર વધુ અસરકારક રહે છે. એવી આયુર્વેદિક રીતો જે સરળ છે અને મિનિટોમાં ગૈસ્ટ્રિક તકલીફ થી રાહત અપાવીને મદદરૂપ પણ થાય છે.

કાલી ચા માં લીંબુ નો રસ અને કાળું મીઠું(સિંધવ મીઠું) નાખીને પીઓ. આનાથી ગેસ નહિ બને અને અટકેલી ગેસ બહાર નીકળતી જાય છે .હુંફાળા પાણીમાં બે ચમચી એલોવેરા જ્યુસ અને એક ચમચી ત્રિફળા પાઉડર નાખીને સુતા પહેલા પીઓ.ચપટી હિંગ , સિંધવ મીઠું, અજમાનો પાવડર વાટીને જીરાનો પાવડર મેળવીને હુંફાળા પાણી સાથે લો.

લસણની 2-3 કળીઓ વાટીને તેમાં ચપટી કાળું મીઠું અને લીંબુનો રસ નાખીને ખાવ,અથવા પાણી સાથે ગળો.અડધો ગ્લાસ પાણીમાં અડધી ચમચી ખાવાના સોડા માં ચપટી સિંધવ મીઠું નાખી અડધું લીંબુ નાખી તરત પી જાવ.અડધો ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજ નો પાવડર નાખી ઉકાળી લો . તેમાં લીંબુ નો રસ અને મધ નાખી ને પીઓ.એક ગ્લાસ છાશ માં ચપટી કાળું મીઠું, જીરા પાવડર મેળવીને પીઓ ગેસ માં રાહત થશે.ફુદીના નાં પાન ને એક કપ પાણી માં ઉકાળો એમાં ચપટી સિંધવ મીઠું અને લીંબુ નો રસ નાખી પી જાયો.

લવિંગ.લવિંગ એન્ટી-માઇક્રોબાયલ ગુણધર્મોથી સમૃદ્ધ છે. લવિંગનું સેવન કરવાથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. લવિંગનું સેવન કરવું પેટ માટે ખૂબ ફાયદાકારક છે. જો તમને પેટમાં ચેપ લાગે છે અથવા પાચનની કોઈ સમસ્યા છે, તો તમારે લવિંગ ખાવા જોઈએ. લવિંગના સેવનથી પાચક શક્તિ મજબૂત બને છે.

કેળા.કેળા આરોગ્ય માટે ફાયદાકારક છે. જો તમને પેટની સમસ્યા હોય તો તમારે કેળા ખાવા જોઈએ. કેળાનું સેવન કરવાથી કબજિયાત, પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થતી નથી. છૂટક ગતિમાં કેળાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. જો તમને તમારા પેટમાં ચેપ લાગે છે તો કેળા ખાઓ. કેળાનું સેવન કરવાથી પેટનો ચેપ દૂર થઈ શકે છે.

આદુ.આદુમાં ઘણી ઓષધીય ગુણધર્મો છે. આદુ પેટને લગતી સમસ્યાઓ માટે ખૂબ ફાયદાકારક છે.આદુનો ટુકડો,થોડું મરી અને એક ચપટી હિંગ નાંખીને લેવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

હળદર.હળદર આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હળદર પેટના ચેપને દૂર કરવામાં મદદગાર છે. એક ચમચી હળદરમાં બે ચમચી મધ મેળવી લેવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

ઉપર જણાવેલ ઉપાયો કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

About bhai bhai

Check Also

નામ માં પહેલા અક્ષર થી જાણો તમારા લગ્ન કયા નામ ના છોકરા કે છોકરી સાથે થશે,જાણી લો અહીં…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *