Breaking News

વારંવાર થઈ જાય છે ઉદરસતો કરીલો આ ઘરગથ્થુ ઉપાય,નહીં પડે ડોક્ટરની જરૂર.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ખાંસીને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે પરંતુ એવું નથી. ખાંસી અસ્થાયી હોય છે અને ગળામાં શ્વાસ લેવાનો રસ્તો તેનાથી સાફ થઇ જાય છે. બહારના કણ ખત્મ થઇ જવા પર ખાંસી પણ બંધ થઇ જાય છે. ઘણીવાર ખાંસી સ્થાયી સ્વરૂપે રહી જાય છે, આ પરિસ્થિતિમાં સારવાર લેવાની જરૂર પડે છે.

તેની પાછળ ધૂળ, માટી, પ્રદૂષણ વગેરે જેવા કેટલાય કારણ હોઇ શકે છે. જાણો, સુકી ખાંસીની સાથે ગળામાં બળતરાથી છૂટકારો મેળવવા માટે ઘરેલૂ ટિપ્સ વિશે જાણો, જેનો ઉપયોગ તમે ખાંસી દરમિયાન કરી શકો છો.મધનું એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ રોગ સામે લડવામાં મદદરૂપ.ખાંસીમાં મધને ઘરેલૂ ઉપાય તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તેનું એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ રોગ સામે લડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ગળામાં ખરાશ ખતમ કરવામાં પણ મધ મહત્ત્વનું છે. સ્ટડીથી જાણવા મળ્યું છે કે શરદી અને ખાંસીની સારવારમાં મધનો ઉપયોગ કરવું દવાઓથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હર્બલ ટી અથવા લીંબૂ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર પીવું જોઇએ.

મીઠાનાં પાણીનાં કોગળાથી ગળામાં થાય છે રાહત.મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળામાં રાહત થાય છે. ગળાની ખીચખીચને દૂર કરવા ઉપરાંત મીઠું નાંખેલા પાણીથી કોગળા કરવાથી ફેફસાંમાં કફ પણ ઓછો થઇ શકે છે. એક કપ ગરમ પાણીમાં એક ચતુર્થાંશ મીઠું મિક્સ કર્યા બાદ તેનાથી દિવસમાં કેટલીયવાર કોગળા કરવા જોઇએ.

ગળામાં થતાં ટોન્સિલમાં પણ તેનાથી ફાયદો થાય છે.શિયાળામાં મરી અને આદુની ચા પીવાથી ખાંસીમાં રાહત મળે.આદુથી ખાંસીની સમસ્યા ખતમ થઇ શકે છે. શિયાળામાં મરી અને આદુની ચા પીવાથી ખાંસીમાં રાહત મળે છે. મધની સાથે પણ આદુની ચા પી શકાય છે. વધારે પ્રમાણમાં આદુની ચા પીવાથી પેટ ખરાબ થઇ શકે છે એટલા માટે તેને મર્યાદિત પ્રમાણમાં જ પીવી જોઇએ.

પિપરમિન્ટનું મેન્થોલ કમ્પાઉન્ડ ખાંસીને પરેશાન કરી શકે.પિપરમિન્ટનું મેન્થોલ કમ્પાઉન્ડ ખાંસીને પરેશાન કરી શકે છે.ગળાની બળતરા અને દુખાવાથી રાહત મેળવવામાં પણ પિપરમિન્ટ મદદરૂપ થાય છે. દિવસમાં બેથી ત્રણવાર પિપરમિન્ટની ચા પીવાથી ગળમાં ખાંસીની સમસ્યામાં આરામ મળે છે. અરોમાથેરાપીના સ્વરૂપમાં તમે પિપરમિન્ટ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. શિયાળામાં પિપરમિન્ટનો ઉપયોગ લાભદાયી છે.

નીલગિરીનાં તેલથી શ્વાસ લેવાની શ્વસનનળીની સફાઇ થાય.નીલગિરીનાં તેલથી શ્વાસ લેવાની શ્વસનનળીની સફાઇ થાય છે.નારિયેળ તેલ અથવા ઑલિવ ઓઈલમાં નીલગિરીના ટીપાં નાંખીને છાતી પર માલિશ કરો. આ ઉપરાંત ગરમ પાણીની વાટકીમાં નીલગિરીના તેલના ટીપાં મિક્સ કરીને બાષ્પ પણ લઇ શકો છો. નીલગિરીથી છાતી હળવી થઇને શ્વાસ લેવામાં સરળતા રહે છે. આ નુસ્ખાઓનો ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

ગળાની ખરાસ અથવા થવાથી તેની તુરંત સારવાર કરવામાં આવે તો થોડા જ દિવસોમાં ઠીક થઇ શકે છે. નીચે આપવામાં આવેલા ખાંસીના ઘરેલું નુસખાનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મળી શકે છે.દૂધ અને હળદર.રાત્રે સૂવાના સમય પહેલા થોડા ગરમ દૂધમાં 1/2 ચમચી ઘી અને 1/3 ચમચી હળદર સાથે ભેળવીને પીવાથી ઘણા લાભ મળે છે.આદુ અને ગોળ.આદુને નીચોવીને 1/2 ચમચી તેનો રસ કાઢી લો અને તેને ગોળ સાથે ભેળવીને દિવસમાં 2 વખત લો. ગોળ જામેલી ખાંસીને બહાર નીકળવામાં મદદ કરે છે.લવિંગ.જો રાતના સૂવાના સમયે ખાંસીની વધારે પડતી તકલીફ થાય, તો લવિંગને લઈને મોઢામાં રાખો, ધીમે ધીમે ચાવો, આમ કરવાથી ખાંસી બંધ થઇ જાય છે.

હળદર, ઘી, આદુ અને ખાંડ.તેનું મિશ્રણ બનાવીને ગરમ થવા માટે ગેસ ઉપર ધીમાં તાપે ચડવા દો. હવે તેમાં 1 ચમચી ઘી નાખો અને આદુનો એક નાનો ટુકડો, 1/2 ચમચી હળદરનું ચૂર્ણ અને 1/2 ચમચી ચમચી ખાંડ નાખીને 3 મિનિટ સુધી તેને પકાવો. હવે તેને ઉતારીને થોડું ઠંડું થવા દો અને પછી તેને બધું ખાઈ જવું. આ પ્રક્રિયાને અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વખત પુનરાવર્તિત કરો.

તુલસીની ચા.થોડા તુલસીના પાંદડાઓ તોડીને તેને ઉકળતા દૂધ માંથી બનાવેલી ચા માં નાખીને, 2 મિનિટ સુધી બોઇલ કરો અને ગરમા ગરમ પીવો. દિવસમાં 2-3 વાર પીવથી ઘણો લાભ મળે છે.તજ અને મધ ¼ ચમચી તજ પાવડરને 1/2 ચમચી શુદ્ધ મધમાં પલાળીને દિવસમાં એક વખત પીવો. તેનાથી પણ સુકી ખાંસીમાં લાભ મળે છે.

તુલસીના પાંદડા અને મધ.આ એક આયુર્વેદિક સારવાર છે. જેનાથી ખાંસી દુર થઇ જાય છે. તેના માટે તમે થોડા તુલસીના પાંદડાઓ સાફ કરી લો અને 1 ચમચી મધમાં ભેળવીને બધું ખાઈ જાવ. તેને નિયમિત રીતે ઓછામાં ઓછા 5 દિવસ સુધી ખાધા પછી ઘણે અંશે રાહત અનુભવશો. દૂધ અને મધ રાતના સો સુતા પહેલા હળવા ગરમ દૂધમાં 2 ચમચી મધ ભેળવીને પીવો. કરો તેને સતત 5 થી 7 દિવસ સુધી પીવો અને ફરક જુઓ.ગ્રિલિન્ક્ટસ દવા તે ઉપરાંત ગ્રિલિન્ટુસ દવા પણ ઉપયોગ કરી શકો છો

સુકી ખાંસી માટે ઘરેલું નુસખા. સિંધા મીઠુંના નાના એવા ગાંગડાને આગ ઉપર મૂકીને ગરમ કરો અનમે એક વાટકી પાણીમાં નાખીને ઓલવી લો. એવું પાંચ વખત કરીને એ પાણી પી લો. દિવસમાં બે વાર કરો.તુલસી, કાળા મરી અને આદુ માંથી બનાવેલી રાબ પીવો.દેશી ઘી માંથી બનેલા બેસનને પાતળો પાતળો ગરમ હલવો ખાવ.

અડધી ચમચી આદુના રસમાં મધને ભેળવી લો. મધ જરૂરિયાત મુજબ લઇ શકો છો.જેઠીમધના નાના એવા ટુકડા લઇને ધીમે ધીમે ચૂસો. દિવસમાં જ્યારે ખાંસી આવે ત્યારે કરો. મીઠાના પાણીના કોગળા કરવા અને તે ગરમ ગ્લાસથી ગળાને શેક કરવાથી લાભ થાય છે.દિવસમાં બે વાર હુફાળા દૂધના કોગળા કરો. કોગળા કરીને પછી દૂધ ફેંકી દેવું.રાત્રે ગરમ ચા અથવા દૂધ સાથે અડધી ચમચી હરડે ફાંકી લો.

ગળફા વાળી ખાંસીની દવા.ચાર દાણા કાળા મરી ઘી માં શેકીને સવારે, બપોરે અને સાંજે લો.દિવસમાં ભોજન કર્યા પછી એક કપ ગરમ પાણી પી લો. તો ગળામાં ચિકાસ નહિ જામે .ચાર દાણા કાળા મરી, એક ચમચી ખસખસના દાણાં અને ચાર દાણાં લવિંગને ગોળમાં ભેળવી ને ગરમ કરો. તેના ત્રણ ભાગ કરો. દિવસમાં ત્રણ વાર લો.

સવારે ઉઠીને ખાલી પેટ ગરમ પાણીમાં ફટકડી પાવડર નાખીને કોગળા કરો.રાત્રે સૂતા પહેલા એક પતાશામાં કાળા મરીનો એક દાણો નાખીને ખાઈ લો.તુલસીના પાંચ પાંદડા, લવિંગના ત્રણ નંગ, આદુ અને થોડી ગળો અને ચાર દાણા કાળા મરીને અડધી વાટકી પાણીમાં ઉકાળી લો. હુવાળું થયા પછી બે ચમચી મધ ભળવીને પી લો.

સાતથી દસ તુલસીનાં પાંદડાઓનો રસ લો અને તેમાં મધ ભેળવીને ચાટો. તુલસીના પાંદડાની ચા બનાવી લો.શું નાની પીપરી, કાળા મરી, સુંઠ અને જેઠીમધને સરખા પ્રમાણમાં લઇને ચૂર્ણ બનાવીને મૂકી દો. પા ચમચી મધ સાથે દિવસમાં બે વખત ચાટો.સાંજના સમયે પા ચમચી હળદરને ગરમ કરીને તેમાં મધ નાખી લો. તેના પછી એક કલાક સુધી પાણી ન પીવો. આવું ત્રણ-ચાર દિવસ સુધી કરી શકો છો.

બાળકોને ખાંસી હોય, તો પા વાટકા પાણીમાં પાનના 5 પાંદડા અને થોડો અજમો નાખીને ઉકાળવું. પાણી અડધુ રહે ત્યારે પાંદડા ફેંકી દો. પાણીમાં ચપટી ભરી કાળા મરી અને મધ ભેળવીને રાખી દો. તેમાંથી દિવસમાં બે-ત્રણ વાર પિવરાવો.વેક્સ, નીલગીરીનું તેલ, યુકેલીપ્ટીસનું તેલ કે મેથોલ ઓઈલને ગરમ પાણીમાં નાખીને તેની વરાળ દિવસમાં બે-ત્રણ વખત લો.

જુકામ, તાવ સાથે ખાંસી.તુલસીનાં પાંદડાની ચા પીવો.એક તોલુ કલોંજી(શાહજીરું) શેકીને ગોળમાં ભેળવી લો.નાગવલ્લભ રસની એક ગોળી પાનના પાંદડામાં લપેટી લો. દિવસમાં ત્રણ વાર લો.કફકેતુ રસની એક ગોળીને અડધી ચમચી આદુના રસ સાથે દિવસમાં બે વાર લો. એક તોલા લીમડાની છાલ, બે નાના ટુકડા ગળો, ચાર દાણા કાળા મરી, બે નંગ નાની પીપરી અને બીજ વગરના મુનક્કાને વાટીને ઝીણું કરી લો. ગુલાબ જળ સાથે ઘૂંટીને ગોળી બનાવી લો. એક ગોળી દિવસમાં બે-ત્રણ વખત ગરમ પાણી સાથે ફાંકો.

ગભરામણ વાળી ખાંસી.મીઠાના પાણીના કોગળા કરી અને તે જ ગરમ ગ્લાસથી ગળાને શેકવાથી લાભ થાય છે.તુલસી, કાળા મરી અને આદુથી બનાવેલી રાબ પીવો.સરસીયાના તેલને ગરમ કરીને રાત્રે છાતી ઉપર ઘસો. ત્યાર પછી રૂ અથવા ગરમ કાપડ છાતી ઉપર રાખી દો.ખાંસીના ઘેરલુ ઉપાય અને દવા સાથે – સાથે અપણે યોગના અમુક આસનો કરીને ખાંસીની સમસ્યા માંથી છૂટકારો મેળવી શકીએ છીએ.

યોગ.કુંજલ ક્રિયા, તડાસન, મહાવીરાસન, પવનમુકતાસન, ભૂજંગાસન અને મંડુકાસન કરો. અનુલોમ-વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામ કરો. પ્રાણાયામ ધીમે ધીમે કરવા. લાંબા અને ઊંડા શ્વાસ લેવા.ખાંસી જો જુકામ અને તાવની સાથે હોય તો બીજા યોગીક અભ્યાસ ન કરો. માત્ર ઊંડા શ્વાસ લો. ઉજ્જયી પ્રાણાયામ કરો.

About bhai bhai

Check Also

પેઠા માંથી લોહી નીકળે છે તો કરીલો આ કાર્ય, તરતજ મળશે રાહત જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજે અમે તમારા ઘરે દવાઓ કાયમ બનાવીને તમે આયુર્વેદિક પદ્ધતિથી લાંબી લાંબી ચાંદા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *