Breaking News

વરસાદની સીઝનમાં વારંવાર થઈ જાય છે મરડો તો કરો આ દેશી ઉપાય,તરત જ મળી જશે આરામ..

વરસાદની સીઝનમાં સૌથી વધારે પેટની સમસ્યાઓ સતાવે છે. પેટમાં ગરબડ થવાથી અપચો ઝાડા મરડો પેટમાં વીટ આવવી જેવી સમસ્યાઓ હેરાન કરે છે વરસાદમાં તળેલો ખોરાક ખાવાની ખુબ ઇચ્છા થાય છે આથી ક્યારેક આવો ખોરાક પેટની સમસ્યા સર્જે છે. ફાસ્ટ ફૂડ અને દૂષિત પાણીથી સૌથી વધારે ગેસ અપચો એસિડિટી કબજિયાત ઇન્ફેક્શન ફૂડ પોઇઝનિંગ થાય છે આ માટે કેટલાક ઘરેલુ નુસખાઓ અપનાવવાથી જલ્દી રાહત મળતી હોય છે આ રોગમાં આંતરડામાં નીચેના ભાગમાં હળવો સોજો આવે છે અને વારંવાર થોડા થોડા મળ સાથે પરુ અને લોહીનાં ટીપાં પડે છે ઘણીવાર તો માત્ર ચૂંક સાથે પરુ અને લોહી જ પડે છે મળનો અંશ તો અલ્પ જ હોય છે.

આ રોગીને પ્રારંભિક અવસ્થામાં પેટ ભારે થઈ જવું, નાભિની આસપાસ ચૂંક આવવી આ ચૂંક આંકડી વખતે અંદરથી કંઈ કપાતું હોય એવી અનુભૂતિ થાય. શરીરમાં દુખાવો, શરૂઆતના ઝાડા કાચાપાકા અને પાણી જેવા પછી માત્ર પરુ અને પછી લોહી આવવા લાગે છે. જો આ રોગની ઉપેક્ષા કરવામાં આવે અને પ્રારંભિક અવસ્થામાં જ ઉચિત ઉપચાર કરવામાં ન આવે તો રોગ જીર્ણ એટલે ક્રોનિક બની જાય છે અને ઉપચાર કરવા છતાં પણ વારંવાર ઉથલો મારે છે.

આયુર્વેદીય મતે મિથ્યા આહારવિહારથી જ્યારે વાયુ પિત્તાદી દોષોનો પ્રકોપ થાય છે ત્યારે પ્રવાહિકા મરડો ઉત્પન્ન થાય છે અને મરડાને ઉત્પન્ન કરતા વાયુપિત્તાદી દોષને ધ્યાનમાં રાખીને દીર્ઘકાલીન ઉચિત ઉપચાર કરવામાં આવે તો આ રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. આધુનિક મતાનુસાર મરડો એ કીટાણુજન્ય રોગ છે અને તેનું પ્રમાણ ઉષ્ણ કટિબંધમાં આવેલા દેશોમાં વધારે જોવા મળે છે. આધુનિક ઉપચાર પણ કીટાણુનાશક ઔષધો એન્ટિબાયોટિક્સ દ્વારા કરવામાં આવે છે, પરંતુ જ્યારે લાંબા ગાળે ઔષધોની કીટાણુ ઉપર અસર થતી નથી ત્યારે આ રોગ ઉપચાર વખતે શાંત રહે છે, પરંતુ ઉપચાર બંધ થતા થોડા દિવસે ફરી ઉથલો મારે છે જ્યારે આયુર્વેદમાં દોષાનુસાર દીર્ઘકાલીન ઉપચાર ચાલતો હોવાથી એનો ઉથલો થવાની શક્યતા ઘટી જાય છે.

આ રોગનો ઉપચાર જણાવું એ પહેલાં તેનાથી બચવાના ઉપાય જણાવું એ વધારે યોગ્ય ગણાશે. આ માટે સૌ પ્રથમ આહારવિહાર વિશે સભાન-સાવધાન રહેવું જોઈએ. લાંબો ટાઈમ રાખેલા વાસી આહારનો ઉપયોગ કરવો નહીં. તાજો સુપાચ્ય આહાર પ્રયોજવો. ઉકાળીને ઠંડું કરેલું જ પાણી પીવું તથા ખુલ્લા પગે ચાલવું નહીં.

મરડો નવો કે જૂનો-ક્રોનિક તેના ઉપચારમાં લાંબા ગાળે આયુર્વેદીય ઔષધો જ વધારે સારું પરિણામ આપે છે. પ્રવાહીમાં અથવા મરડાની આમાવસ્થામાં સુપાચ્ય અને દ્રવ આહાર સાથે કફ અને વાયુને ધ્યાનમાં રાખીને કફનું નિર્હરણ થાય તથા વાયુની અધોગતિ એટલે કે અનુલોમન થાય એ પ્રમાણેનો નીચે મુજબનો ઉપચાર ક્રમ સફળ પરિણામ આપે છે.સૌ પ્રથમ કારણ જાણો ક્યા કારણે આ સમસ્યા થઇ તે સૌ પ્રથમ જાણીલો. તમને ફૂડ પોઇઝનિંગ થયુ કે પછી ખાવાની કોઇ વસ્તુઓથી એલર્જી છે. ખરાવ પાચનક્રિયા છે. વધારે પડતુ ખાઇ લો કે પછી ભૂખ્યા રહો તો પણ આવી સમસ્યા થાય છે.

મરડો થાય તો આવા લક્ષણ દેખાય ઉલટી થવી, વારંવાર મોશન થવુ, પેટમાં વીટ આવવી અને અસહ્ય પીડા થવી, તાવ આવવો, અચાનક વજન ઓછુ થાય તો સમજો તમને કોઇ મુશ્કેલી છે. અહીં અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું, જેના દ્વારા તમે મિનિટોમાં પેટમાં વીટ આવવી અને અસહ્ય પીડાને દૂર કરી શકો છો.મેથીના દાણા મેથીની દાણામાં સંચળ નાખીને 1 બાઉલ દહીં ખાઓ. તેમાં ફાઈબર હોય છે, જે પેટમાં વીટ આવવી અને અસહ્ય પીડાથી રાહત આપે છે.

મૂળો કાળા મરીને મૂળામાં છંટકાવ કરી અને ખાઓ. તેનાથી ટૂંક સમયમાં રાહત મળશે.હીંગ 2 ગ્રામ હીંગ પીસી લો અને તેને 1/3 ગ્લાસ પાણી સાથે લો. નાના બાળકની નાભિ પર હીંગની પેસ્ટ લગાવવાથી અતિસારથી રાહત મળે છે.ઇસબગુલ 1 બાઉલ દહીંમાં 2 ચમચી ઇસબગુલ ખાવાથી આ સમસ્યા દૂર થાય છે. ઉપરાંત, તે પાચનની પ્રક્રિયાને યોગ્ય રાખે છે.અજમા પેટમાં વીટ આવવી અને અસહ્ય પીડા થવી, એસિડિટી, ઝાડા જેવી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે અજમા રામબાણ ઇલાજ છે લો. અજમાને શેકીને તેનો પાવડર કરી ઉપયોગમાં લો. હુંફાળા પાણી સાથે પીવાથી રાહત મળશે.

લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે પેટની બધી ગંદકી દૂર કરે છે અને તેને સારી રીતે સાફ કરે છે. આ માટે, 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરો. દર કલાકે સેવન કરવાથી તમને આરામ મળશે. દિવસમાં 2 વખત લો જરૂર ફાયદો થશે.દાડમ દિવસમાં બે વખત 1 દાડમ અથવા 1 ગ્લાસ જ્યુસ પીવાથી પેટ સાફ થાય છે. આ સિવાય દાડમના પાનને પાણીમાં ઉકાળો અને પીવો આરામ મળશે.મધ 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી મધ અને એક ચમચી તજ પાવડર મિક્સ કરો. તેને સવારે ખાલી પેટે પીવો. આ એક દિવસની અંદર તમારી સમસ્યા દૂર કરશે.

આ સિવાયઅજમો હરડે  સિંધવ અને હિંગની ફાકી થી મરડો મટે છે.મેથીના લોટમાં દહીં ભેળવી ને ખાવાથી મરડો મટે છે.મરીનું ચુર્ણ છાસમાં ખાવાથી મરડો મટે છે.આંબાના સૂકા ફૂલોના ચૂર્ણ લેવાથી ગમે તેવો જુનો મરડો મટે છે.લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર મેળવીને પીવાથી મરડો મટે છે.થોડા તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.

મઠ બાફીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.કાંદાને બારીક વાટી ત્રણ-ચાર વાર પાણીમાં ધોઈ દહીં સાથે ખાવાથી ઝાડા માં પડતું લોહી બંધ થાય છે.ડુંટી એ આદુનો રસ ચોપડવાથી ઝાડા માટે છે.મેથીની ભાજીના રસમાં ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.માખણ અને ખડી સાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.કેરીના ગોટલાનું ચુર્ણ છાશ અથવા ચોખાના ઓસામણમાં લેવાથી મરડો મટે છે.થોડા ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે.

તુલસીના પાંચ પાન અને બે ગ્રામ સંચળ,50 ગ્રામ દહીં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી સૂંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.ખજૂરના ઠળિયા બળી ને રાખ થઈ ગયા પછી ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.એલચીના ફોતરાની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.

સુંઠનું ચુર્ણ છાશમાં મેળવી બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.કાચું પપૈયું પાણીમાં ઉકાળી પીવાથી ઝાડા મટે છે.જાયફળ પાણીમાં ઘસીને સવાર સાંજ અડધી ચમચી જેટલું ચાટવાથી ઝાડા બંધ થાય છે.

About Admin

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *