Breaking News

વાસ્તુ અને સૂર્યની દિશાના તાલમેલ કરી આ રીતે દિનચર્ચા ગોઠવવાથી ચમકી જાય છે કિસ્મત, જાણીલો આ ખાસ ઉપાય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વાસ્તુ શાસ્ત્ર પંચ તત્વ પર આધારિત છે. આ પંચ તત્વ છે અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી અને આકાશ. સૂર્ય પણ અગ્નિનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે સૂર્ય પણ વાસ્તુ શાસ્ત્રને પ્રભાવિત કરે છે. આ જ કારણ છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના દિનચર્યાના ખાસ કામ સમયને ધ્યાનમાં રાખીને કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. જાણી લો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના કામની તમામ વિગતો.વાસ્તુ અનુસાર મધ્ય રાત્રિથી સવારે 3 વાગ્યા સુધીમાં સૂર્ય પૃથ્વીની ઉત્તર તરફ હોય છે. આ સમય અત્યંત ગોપનીય હોય છે

તેથી આ દિશા તરફ ગુપ્ત રીતે રાખવાની વસ્તુઓ સાચવવી તેમજ ગુપ્ત રીતે થતી પૂજા આ સમયમાં સમ્પન્ન કરવી.સૂર્યોદયથી પહેલા એટલે કે 3થી 6 સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત હોય છે. આ સમયમાં સૂર્ય પૃથ્વીની ઉત્તર-પૂર્વી ભાગમાં હોય છે. આ સમય ચિંતન-મનન અને અધ્યયન માટે શ્રેષ્ઠ ગણાય છે. સવારે 6થી 9ના સમયે સૂર્ય પૃથ્વીની પૂર્વ તરફ હોય છે તેથી આ સમયે ઘરમાં પૂર્વ તરફથી સૂર્ય પ્રકાશનો પ્રવેશ ઉત્તમ ગણાય છે.સવારે 9થી 12ના સમયે સૂર્ય પૃથ્વીની દક્ષિણ-પૂર્વ દિશામાં હોય છે.

તેથી આ સમય ભોજન બનાવવા માટે ઉત્તમ ગણાય છે. બપોરે 12થી 3ના સમયમાં સૂર્ય દક્ષિણ દિશામાં હોવાથી આ સમય વિશ્રામ માટે ઉત્તમ માનવામાં આવે છે. બપોરના 3થી સાંજના 6 સુધીનો સમય કાર્ય કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. આ સમયે સૂર્ય દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય છે.સાંજના 6થી 9 સુધીના સમય પરીવાર સાથે બેસવાનો અને શાંત ચિત્તે વાંચન કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે આ સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય છે. જ્યારે રાત્રિના 9થી મધ્ય રાત્રિ સુધી સૂર્ય ઘરની ઉત્તર-પશ્ચિમમાં હોય છે આ સ્થાન અને સમય નિદ્રા માટે ઉત્તમ ગણાય છે.

આ ઉપરાંત સુરજનો તડકો કેવી રીતે આપણા વાસ્તુ દોષને કરી શકે છે દૂર. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યનું ઘણું મહત્વ છે. સૂર્ય વગર જીવનમાં માત્ર અંધકાર જ રહે. તે આપણે બધા જાણીએ છીએ. તે રીતે જો તમારા ઘરમાં પૂરતા પ્રમાણમાં સૂર્યની રોશની નથી આવતી તો તમારા ઘરમાં પ્રકાશ તો છે પરંતુ તે તમારા જીવનમાં ઘણે અંશે અધકાર મળ્યા બરોબર જ છે. આ લેખમાં અમે સૂર્યની રોશનીના વાસ્તુ શાસ્ત્રમાં શું મહત્વ છે? સૂર્ય મુખી ઘરને કેમ મહત્વ આપવામાં આવે છે? ઘરમાં સૂર્યની રોશની યોગ્ય રીતે ન આવવાથી શું નુકશાન છે? તે તમામ પાસા વિષે જાણીશું.

વાસ્તુ શાસ્ત્ર અને સૂર્ય.વાસ્તુ નિષ્ણાંતોનું કહેવું છે કે સૂર્ય વાસ્તુ શાસ્ત્રને એવી રીતે પ્રભાવિત કરે છે જેમ કે વૈદિક જ્યોતિષ અનુસાર જ ઘરનું નિર્માણ કરાવવું જોઈએ. ત્યાં સુધી કે તમારી દિનચર્યા પણ સૂર્ય મુજબ ન નિર્ધારિત કરો તો સારું રહેશે. વાસ્તુ શાસ્ત્રીઓનું કહેવું છે કે કોઈ પણ ઘરમાં રહેવા વાળા લોકો માટે સૂર્યનો પ્રકાશ આવવો ઘણું જ મહત્વનું છે.

જે ઘરમાં જરૂરી અને પૂરતા પ્રમાણમાં સૂર્યના કિરણો પ્રવેશ નથી કરતા તે ઘર વાસ્તુ અને જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. તેના માટે એ જરૂરી હોય છે કે ઘરનું નિર્માણ કરાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે સૂર્યનો પુરતા પ્રમાણમાં પ્રવેશ કરે. જેથી ઘર ઉર્જાથી પરિપૂર્ણ રહે. શું તમારા ઘરમાં નથી આવતો પૂરતા પ્રમાણમાં સૂર્યનો પ્રકાશ? તો થઇ શકે છે કે તેના ખરાબ પરિણામ.

વાસ્તુમાં સૂર્ય મુખી ઘરનું મહત્વ.સૂર્ય મુખી કહો કે પૂર્વ મુખી બંનેનો અર્થ એક જ છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યને સકારાત્મકતાવ આત્માનો કારક ગણવામાં આવ્યો છે. સૂર્યની યોગ્ય સ્થિતિ અને અસરમાં રહેવું ઘણું જ મહત્વ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્રીઓનું કહેવું છે કે ઘરના દરેક ભાગમાં પ્રકાશ આવવો ઘરને દોષ રહિત અને શુભ બનાવે છે. પૂર્વ મુખી ઘર વાસ્તુ શાસ્ત્રમાં સૌથી સારું ઘર માનવામાં આવે છે. પરંતુ જો ઘર વાસ્તુના નિયમોનું પાલન કર્યા વગર બનેલું છે, તો પૂર્વ મુખી ઘર પણ અશુભ પરિણામ આપી શકે છે.

વાસ્તુ જ્યોતિષીઓનું કહેવું છે કે પૂર્વ દિશામાં ઘરનું મુખ્ય દ્વાર હોય અને તેની સામે જ ત્રણ નાના રસ્તા નીકળી રહ્યા છે, તો તે ઘર અશુભ પરિણામ આપે છે. એટલા માટે એ જરૂરી છે કે ઘરનું નિર્માણ કરતી વખતે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ.

ઘરમાં સૂર્ય પ્રકાશ આવવાના લાભ.સૂર્યની રોશની ઘરમાં આવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ઘરમાં નિવાસ કરવા વાળા લોકો ઉપર પણ તેની અસર જોવા મળે છે. તે ઉત્સાહથી ભરેલા હોય છે. તેની અંદર ઉર્જાની ખામી નથી હોતી. જેને લીધે તે પોતાના કાર્ય ધગશ સાથે જ સમયસર કરવામાં સફળ થાય છે. જેનો તેને લાભ થાય છે. સાથે જ સૂર્ય પ્રકાશ આવવાથી મકાનમાં રહેવા વાળા લોકો સ્વસ્થ રહે છે. સૂર્યનો પ્રકાશ શરીર ઉપર પડવાથી વિટામીન ડી ની પણ પૂર્તિ થાય છે. તેની સાથે જ ઘરમાં નકારાત્મક શક્તિ રહી શકતી નથી. પ્રકાશ સાથે ઘરમાં સુખ સમૃદ્ધી આવે છે.

સૂર્યનો પ્રકાશ જરૂરી પ્રમાણમાં ન આવવાથી નુકશાન.વાસ્તુ શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ જે ઘરમાં સૂર્યનો પ્રકાશ નથી આવતો, તે ઘરમાં રહેવા વાળા લોકોનું આરોગ્ય ખરાબ જ રહે છે. તે સ્વયંને શારીરિક રીતે સક્ષમ નથી સમજતા સાથે જ શરીરમાં હંમેશા દુઃખાવો અને થાક જળવાઈ રહે છે. જેની અસર વ્યક્તિના મનોબળ ઉપર પડે છે.

કાર્યમાં પણ તે પોતાના 100 ટકા યોગદાન નથી આપી શકતા. જેના લીધે તેને સફળતા માટે વધુ પરિશ્રમ કરવો પડે છે.તેની સાથે જ સમયસર કામ ન થવાથી કામમાં વિલંબ થઇ જાય છે. લોકો ઉદાસ અને હતાશ જેવો અનુભવ કરવા લાગે છે. સાથે જ શારીરિક શક્તિ પણ ઓછી થઇ જાય છે. એટલા માટે જરૂરી છે કે ઘરમાં યોગ્ય પ્રમાણમાં દરેક જગ્યાએ પ્રકાશ પહોચે.

વાસ્તુ શાસ્ત્ર ના નિયમો અનુસાર ઘર, ઓફીસ અને વ્યાપારિક અનુષ્ઠાન માં આવનારી નકારાત્મક ઉર્જા ને દુર કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર નો નિયમ આ સ્પષ્ટ કરે છે કે શુભતા માટે કઈ દિશા માં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ. પરંતુ ઘણી વાર વાસ્તુ ના નિયમો ની જાણકારી ન હોવા ના કારણે આપણે નકારાત્મક ઉર્જા થી ઘેરાયેલા રહીએ છીએ અને આપણા જીવન માં તરક્કી થતી અટકી જાય છે.

આ નિયમો નું પાલન કરવાથી તમારા જીવનમાં હંમેશા ખુશી આવશે.વાસ્તુ અનુસાર દસ દિશાઓ હોય છે. પૂર્વ, પશ્ચિમ, ઉતર, દક્ષિણ, ઇશાન (ઉતર-પૂર્વ), નૈઋત્ય (દક્ષિણ -પશ્ચિમ), વાયવ્ય (ઉત્તર -પશ્ચિમ), આગ્નેય (દક્ષિણ- પૂર્વ), આકાશ (ઉર્ધ્વ), પાતાળ (અઘો). આ દસ દિશાઓ ને એમનું અલગ અલગ વિશેષ મહત્વ રહેલું હોય છે.

ઉત્તર દિશા ના દેવતા કુબેર છે. આ દિશા માં ઘર ની તિજોરી હોવી જોઈએ.દક્ષિણ દિશા માં તમે ઘર નો કોઈ ભારે સામાન રાખી શકો છો.પૂર્વ દિશાના સ્વામી સૂર્ય દેવ છે. સામાન્ય રૂપથી આ દિશા માં ઘર નું મુખ્ય દ્વાર (દરવાજો) હોવું જોઈએ. પશ્ચિમ દિશા ના દેવતા વરુણ અને ગ્રહ સ્વામી શનિ છે. આ દિશા પણ વાસ્તુ નિયમો અનુસાર હોવી જોઈએ.

નૈઋત્ય ખૂણા માં પૃથ્વી તત્વ નું સ્થાન છે. આ દિશા માં અલમારી, સોફા, મેજ વગેરે સામાન રાખવો જોઈએ. ઇશાન ખૂણા ને ખુબ જ શુભ સ્થાન માનવામાં આવે છે. એટલા માટે અહી ઘર નું મંદિર હોવું જોઈએ.વાયવ ખૂણા માં વાયુ દેવતા નું સ્થાન છે. આ દિશા માં બારી, વેન્ટીલેટર વગેરે હોવું જોઈએ.આગ્નેય ખૂણો એ અગ્નિ દેવ નું સ્થાન છે. એટલા માટે અહી ઘર નું કિચન હોવું જોઈએ.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *