Breaking News

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં રહેલા પલંગને આ રીતે ન રાખો આવી શકે છે મુસીબત

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોઈપણ ભવનની આંતરિક સજાવટ માટે એ જરૂરી છે કે એનું નિર્માણ વાસ્તુ પ્રમાણે થયું હોય, પરંતુ જો એવું ન હોય તો એના વાસ્તુદોષને સૌ પ્રથમ દૂર કરાવી લેવો. આ વિષય ભવન-વાસ્તુનો છે, તેથી અમે અહીં માત્ર આંતરિક સજાવટથી સંબંધિત નિર્દોષોને સ્પષ્ટ કરી રહ્યા છીએ. જેણે વાસ્તુદોષનું નિવારણ કરાવવું હોય, એણે પોતાના ભવનનું કોઈ યોગ્ય વાસ્તુશાસ્ત્રી પાસે પરીક્ષણ કરાવવું જોઈએ.

જો કે અહીં આપવામાં આવેલાં વિવરણો અને સૂત્રોના આધારે પણ ભવન, શયનકક્ષ કે એકમના સ્વામીને પોતાના ભવનના વાસ્તુદોષોનું જ્ઞાન થઈ શકે છે. કક્ષમાં કબાટ દક્ષિણની દીવાલે બનાવવું પણ અહીં જ્વલનશીલ વસ્તુ બિલકુલ ન રાખવી જોઈએ. પલંગ નૈઋત્યમાં પશ્ચિમની દીવાલથી થોડો હટાવીને જ લગાવવો. એનું મસ્તક પશ્ચિમમાં, પગ પૂર્વમાં અથવા માથું પૂર્વમાં અને પગ દક્ષિણમાં રાખવા. પગ ઉત્તરમાં ન રાખવા.

પલંગની કોઈપણ કિનાર દીવાલ સાથે જોડેલી ન રાખવી. તેથી ખરાબ સપનાં આવશે અને ઊંઘ પણ બરોબર નહીં આવે.આજકાલ પલંગના લાકડા પર ધ્યાન અપાતું નથી. લોકો બોર, ખેર, બાવળ, જાંબુ જેવા લાકડાનો પ્રયોગ કરે છે. હલકા પ્લાયવૂડથી પલંગ બનાવે છે. મહેરબાની કરી પલંગ પર ધ્યાન આપો. જેના પર તમે સૂવાના છો એ પલંગ સારા લાકડામાંથી બનાવો, જેમ કે, સિસમ, આંબો, સાગ, સાલ વગેરે.

કબાટ કે તિજોરી નૈઋત્યમાં, દક્ષિણ કે ઔપશ્ચિમની દીવાલ પાસે રાખવાં. જેનાં બારણાં, પૂર્વ કે ઉત્તરની તરફ ખૂલતાં હોય. જો ભવનમાં મોટો પરિવાર રહેતો હોય અને એક રૂમમાં સોફાસેટ અને વાંચન ટેબલ પણ લગાવવું હોય તો એને પડદામાં વહેંચી જુદા જુદા સેટ કરો. બેડને જો પશ્ચિમ-પૂર્વમાં રાખવો હોય તો સોફાને વાયવ્યમાં લગાવવો. પીવાનું પાણી ઈશાન ખૂણામાં રાખવું.

વોર્ડરોબ ઉત્તરની દીવાલમાં રાખવું. જો કક્ષમાં દરવાજો નૈઋત્ય, અગ્નિ કે વાયવ્યમાં હોય તો વાસ્તુદોષ છે. એનો ઉપાય કરીને નીચે પ્રમાણે સેટ કરવું. નૈઋત્ય દરવાજો.આ સ્થિતિમાં દરવાજા પર મોટો પડદો લગાવવો અને બેડની દક્ષિણની દીવાલના મધ્યથી ઓશિકા તરફનો ભાગ રાખવો. (પલંગનું) નૈઋત્ય બાજુ કબાટ, આગ્નેયમાં ઈલેકટ્રોનિક ઉપકરણ લગાવવાં. વાયવ્યમાં સોફા લગાવવા.વાયવ્ય દરવાજો.વાયવ્ય દરવાજો હોય તો અહીં પણ મોટા પડદા લગાવવા અને વાંચવાનું ટેબલ ઈશાનમાં રાખવું.

આગ્નેય દરવાજો.આગ્નેયમાં દરવાજો હોય તો ત્યાં પડદા પાસે બહાર પાણીનો ઘડો (માટીનો) રાખવો. એ સંભવ ન હોય તો ત્યાં ચાંદીનું પતરું દરવાજાની મધ્યે લગાવવું. એ પણ સંભવ ન હોય તો ફર્શની નીચે દરવાજાની પહોળાઈમાં ચાંદીના તાર લગાવવા અને દરવાજા પર પાણી જેવા રંગ કે સફેદ, આસમાની વગેરે રંગ કરાવવા. કાળો, લાલ, સિંદૂરી રક્તિમ વગેરે રંગ ન કરાવવા.

ડ્રોંઈગરૂમ.આજકાલ સેન્ટ્રલ હોલમાં ખુલ્લામાં સોફા લગાવવાની ફેશન ચાલી રહી છે. જો એમ હોય તો યાદ રાખો કે સેન્ટ્રલ હોલમાં એ સ્થાન, જ્યાં ભવનનો મધ્ય ભાગ પડે છે, એ ખાલી રહે. એ આગ્નેય ખૂણો કે ઈશાન ખૂણો બિલકુલ ખૂણા પર ન હોવો જોઈએ. એને ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. એને પડદાથી એવી રીતે કવર કરો, જેથી ભવનનો રહેઠાણ ભાગ પડદામાં રહે.

જો રહેઠાણ ભાગ ઉપર હોય તો પડદો લગાવવાની જરૂર નથી. જો ડ્રોઈંગરૂમ કમરામાં હોય તો નીચેની વ્યવસ્થા કરવી. સોફાને મધ્યમાં કે પૂર્વ તરફની દીવાલને સમાંતર રાખવા કે પછી ઉત્તર તરફની દીવાલ સમાંતર રાખવા. વાયવ્ય ખૂણામાં પણ સોફા રાખી શકાય. જો એમાં કોઈ પલંગ રાખવા ઈચ્છતા હોવ તો નૈઋત્ય તરફ રાખવો. ઈલેકટ્રોનિક્સ ઉપકરણ આગ્નેયમાં લગાવવાં. કપબોર્ડ વગેરે દક્ષિણની દીવાલમાં બનાવવા.

આ ઉપરાંત જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા નિયમ વ્યક્તિના જીવનને સુધારી પણ શકે છે, અને જો તેનું પાલન કરવામાં ન આવે તો તે જીવનને બગાડી પણ શકે છે. વાસ્તુ શાસ્ત્ર ઘર, ઓફીસ અથવા મંદિર નિર્માણ કરવા માટેનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે.

જેને આધુનિક સમયના વિજ્ઞાન આર્કીટેકચરનું પ્રાચીન સ્વરૂપ માનવામાં આવી શકાય છે. આપણા સારા આરોગ્ય માટે પોષિક આહાર, યોગ, ધ્યાન અને સાથે સાથે નિયમિત દિનચર્યા પણ જરૂરી છે. અને દિનચર્યામાં યોગ્ય સમયે ઊંઘ લેવી એ ક્રિયા પણ રહેલી છે. અને વાસ્તુ અનુસાર તમારી ઊંઘવાની સ્થિતિનો સંબંધ તમારા આરોગ્ય અને જીવન સાથે છે.

આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર ઉત્તર, દક્ષીણ, પૂર્વ અને પશ્ચિમ આ ચાર મૂળ દિશાઓ છે. અને વાસ્તુ વિજ્ઞાનમાં આ ચાર દિશાઓ ઉપરાંત ૪ વિદીશાઓ છે. અને આકાશ અને પાતાળને પણ તેમાં દિશા સ્વરૂપમાં જોડવામાં આવેલા છે. આ રીતે ચાર દિશા, ચાર વિદિશા, આકાશ અને પાતાળને જોડીને આ વિજ્ઞાનમાં દિશાઓની સંખ્યા કુલ દશ માનવામાં આવે છે.

એમાં જણાવ્યા અનુસાર મૂળ દિશાઓના માધ્યમની ઇશાન, આગ્નેય, નેરુત્ય અને વાયવ્યને વિદિશા કહેવામાં આવે છે. જો વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતોનું માનીએ, તો દરેક કામની જેમ સુવાની પણ એક યોગ્ય પદ્ધતિ હોય છે. અને એમાં જણાવ્યા અનુસાર દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુઇએ છીએ, તો તે આરોગ્યને નકારાત્મક રીતે અસર કરી શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, વાસ્તુશાસ્ત્ર મુજબ પૃથ્વીના બન્ને ધ્રુવ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવોની અંદર ચુંબકીય શક્તિ રહેલી છે. શારીરિક સંરચના મુજબ જો તમે ઉત્તર દિશા તરફ માથું અને દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુવો છો, તો તેવામાં તે પ્રતિરોધકનું કામ કરે છે, અને તેની બરોબર વિરુદ્ધ દિશાઓ એક-બીજાને આકર્ષિત કરે છે.

આથી સમાન દિશાઓ પ્રતિરોધક બની જાય છે, જેને લીધે તમારા આરોગ્ય અને મગજ ઉપર ઊંડી અસર પડે છે. અને એટલું જ નહિ, જો આપણે વૈજ્ઞાનિકોનું માનીએ તો દક્ષીણથી ઉત્તર તરફ સતત ચુંબકીય ધારા પ્રભાવિત રહે છે. એટલે જયારે આપણે દક્ષીણ તરફ માથું રાખીને સુઇએ છીએ, તો તે ઉર્જા આપણા માથા તરફથી પ્રવેશ કરે છે અને પગ તરફથી બહાર નીકળી જાય છે. તેવામાં સવારે ઉઠવાથી લોકોને તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

આ છે ધાર્મિક કારણ.હવે એની પાછળનું ધાર્મિક કારણ પણ જણાવી દઈએ કે, આપણે ત્યાની જૂની માન્યતાઓ પ્રમાણે દક્ષીણને યમની દિશા માનવામાં આવે છે. અને એના વિષે એ પણ જણાવવામાં આવે છે કે, આ દિશામાં પગ રાખીને સુવાથી દોષ લાગે છે. તે સાથે જ મહાભારતના અનુશાસન પર્વ, પદ્મ પુરાણ અને સૃષ્ઠી પુરાણ અનુસાર દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુવાથી ઉંમર ઓછી થાય છે. એમ સુવાથી બીમારીઓ વધે છે અને તેમ લક્ષ્મી માતા ઘર માંથી જતા રહે છે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *