Breaking News

વેપાર બરબાદ ચાલતો થઈ જશે એમ કહી યુવતી પર વિધિના નામે આચર્યું દુષ્કર્મ, ત્યારબાદ થયું આવું…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ ૨૧મી સદીના વિજ્ઞાાનયુગમાં અંધશ્રધ્ધામાં આખો પરિવાર બરબાદ થઇ ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક તાંત્રિક દ્વારા યુવતી પર વિધિ કરવાના બહાને તેના પર દુષ્કર્મ આચર્યું હતું, યુવતી પર વિધિ કરવાના સમયે તાંત્રિકે કહ્યુ હતુ કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે. જો, અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જશે. જે બાદ તાંત્રિકે યુવતીને અલગ રૂમમાં બોલાવી હતી.

સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે, આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતીએ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત એકઠી કરીને કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં તાંત્રિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે સુરતના કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારને સાડીમાં સ્ટોન લગાડીને આર્થિક રીતે મદદ કરતી હતી. જોકે, તેનો વેપાર બરાબર ન ચાલતો હોવાથી તેણીએ તેના એક સંબંધીએ તાંત્રિક પાસે વિધિ કરવાનું કહ્યું હતું. યુવતીનો પરિવાર 2017માં પોતાનો વેપાર-ધંધો સારી રીતે ચાલે તે માટે વડોદરાના તાંત્રિક-જ્યોતિષ હિરેન પુરોહિત પાસે વિધિ કરાવી હતી. આ માટે તેમણે હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત બોલાવ્યો હતો.

હિરેન યુવતીના ઘરે ગયો હતો અને સમયે તેણે કહ્યુ હતુ કે, તેના પર માતાજીના આશીર્વાદ છે. કેટલાક જાદુ પણ કર્યા હતા. જેથી યુવતીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતા. ઘરના તમામ સભ્યો પર તેણે વિધિ કરી હતી. હિરેને વિધિના રૂપિયા પણ લીધા હતા. સૌથી છેલ્લે યુવતી પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે. જો, અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે. એમ કહીને યુવતીને અલગ રૂમમાં બોલાવી હતી. ત્યાં તેણી પર વિધી કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવ્યો હતો. તેથી યુવતી બેભાન થઈ ગઈ હતી.

યુવતીના આક્ષેપ મુજબ તે બેભાન થઈ ત્યારે હિરેને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં તેણના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. ઘટનાની જાણકારી મળતા યુવતીએ પોતાની આબરૂ બચાવી લેવા તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. આ સમયે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું. યુવતીના પરિવારે યુવતીને તાંત્રિક સાથે લગ્ન કરવાની ના પાડી તો યુવતીએ ભાગી જવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીએ તાંત્રિક સાથે લગ્ન કર્યા હતા. પછી ખબર પડી કે તાંત્રિક પહેલાથી પરણેલો છે અને વિવાદાસ્પદ છે.

જે બાદમાં યુવતીએ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા. આ તાંત્રિક વિરુદ્ધ તાજેતરમાં ભાવનગર ખાતે એક મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ આ યુવતીએ પણ હિંમત એકઠી કરીને તાંત્રિક વિરુદ્ધ સુરતના કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે.

આવી જ બીજી ઘટનામાં તાંત્રિક વિધિના નામે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યું, 17 લાખ પડાવી તાંત્રિક ફરારવાડજ વિસ્તારમાં રહેતી યુવતીને ઘરમાં અનેક આત્માઓ હોવાનું કહી ડરાવ્યા બાદ તાંત્રિક મકાન વેચાવી લાખો રૃપિયા પડાવીને ફરાર થઇ ગયો છે, જો કે પિતા ગુજરી ગયા બાદ માતા પણ મરી જશે કહી ડરાવીને બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો પણ યુવતીેએ આક્ષેપ કર્યો છે.

વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયામાં ગોપાનગર ખાતે રહેતા દોલતરામ રૂપરામ સુથાર સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી સુભાષબ્રિજ ખાતે એક મહિલાની સાર સંભાળ રાખવા જતી હતી તેમના પરિવારના સભ્ય દ્વારા ઉપરોક્ત શખ્સનો પરિચય થયો હતો અને આરોપીએ પોતે મોટો તાંત્રિક હોવાની વાત કરી હતી ત્યારબાદ તે યુવતીના ધરે આવતો જતો હતો.

દરમિયાન આ તાંત્રિકે તમારા મકાનમાં અનેક આત્માઓ રહે છે અને તમે વિધિ નહી કરાવો તો તમારો સત્યાનાશ થઇ જશે તેમ કહ્યું હતું. જો કે તે સમયે યુવતીના પિતા આકસ્મિક રીતે ચાલુ નોકરીએ ગુજરી ગયા બાદ માતાની તબિયત સારી રહેતી ન હોવાથી તમારા ઘરમાં વિધી કરાવો નહીતર માતા પણ ગુજરી જશે તેમ કહેતા પરિવારના સભ્યો ડરી ગયા હતા. ત્યારબાદ ઘરમાં લીંબુ સહિતની સામગ્રી મંગાવીને તાંત્રિક વિધીનું નાટક કર્યું હતું.

ત્યારબાદ રિવરફ્રન્ટ પર એકાંતમાં વિધી કરવાનું કહીને અવાર નવાર વિધી કરતો હતો. એટલુ જ નહી વિશ્વાસ કેળવ્યા બાદ પિતાના મરણ પછી સરકારી ખાતામાં જમા થયેલા રૂપિયા સાત લાખ પર દાનત બગાડીને એનકેન પ્રકારે રૂપિયા પડાવ્યા હતા તેમજ મકાનમાં મેલી વિધ્યા અને ચંડાળ ચોકડી હોવાનું કહીને મકાન પણ વેચાવી દીધું હતું અને ખોટા ખોટા બહાના બતાવીને મકાનના આવેલા રૂપિયા મળી કુલ ૧૭ લાખ પડાવી લીધા હતા અને લગ્ન કરવાનો વિશ્વાસ આપીને યુવતી તેમજ તેની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાઆવ્યો છે.

યુવતીએ વિરોધ કરતાં જો કોઇને વાત કરીશ તો વિડિયો વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો પોલીસમાં ફરિયાદ કરતાં તે ઘર છોડીને ફરાર થઇ ગયો છે. આ ઘટના અંગે વાડજ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.આવી જ બીજી ઘટના માં હવાસખોર તાંત્રિક વિધિ ના બહાને સગીરા ને લઈ ગયો રૂમમાં,અને પછી કર્યું એવી રીતે દુષ્ટકર્મ કે…હાલમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા એવા કિસ્સાઓ બને છે કે જાણીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. અહીંયા પણ તેવું જ ઘટના બની છે અને જે એક ભુવાએ તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું અહીંયા જણાવવામાં આવ્યું છે અને જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું અને આ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે.

પણ જ્યારે ફરિયાદી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ એક જાણીતો ભુવો હતો અને આ ભુવો ઘણો જૂનો હતો માટે તેની પાસે તાંત્રિકની બધી વિધિ કરવાની ગોઠવણ કરી હતી પણ તેમણે ખબર ન હતી કે આ તાંત્રિક ભુવો આવો હતો એમ પણ આ તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી હતી અને ત્યારબાદ તની સાથે વાતચીત પણ કરી હતી અને વાત કર્યા બાદ આ જ આશ્રમમાં જ આ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જે વાતની ઘર પરિવારના કોઈપણ વ્યક્તિને ખબર ન હતી અને જ્યારે તની સાથે આ દુષ્કર્મ રચાયું હતું અને ત્યારે જ તે ખૂબ ચિંતિત હતી અને તે હેરાણ પરેશાન થઈ ગઈ હતી અને એવું પણ કહેવાય છે કે આ માહિતી આપ્યા મુજબ રાધનપુરમાં (ગામનું નામ બદલેલ છે) અને આ ગામમાં તાંત્રિક વિધિના બહાને ભુવાએ 19 વર્ષની સગીરાને આશ્રમમાં બોલાવી હતી પણ તે એકલી ન હતી આવી તેની સાથે તેની માતા પણ આવી હતી પણ જ્યારે બંને આશ્રમમાં પહોંચ્યા હતા ત્યારે જ તાંત્રિક ભુવાએ એવું કીધું હતું કે તેની માતાની ત્યાં કોઈ જરૂર નથી અને તેની માતાને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી અને ત્યારબાદ તે 19 વર્ષની યુવતીને આશ્રમમાં બંધ કરવામાં આવી હતી અને પછી લગભગ અડધા કલાક પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આવું કરતા જ કોઈ પરિવારજનોને ખબર ન હતી કારણ કે પરિવારજનોનો આ ખૂબ જાણીતો અને જૂનો ભુવો હતો એટલા માટે તેની કોઈ જાતની શંકા ન હતી પણ કહેવાય છે કે આવું દુષ્કર્મ આચરતા જ જ્યારે આ યુવતી ત્યાંથી ભાગી છૂટી હતી અને પછી આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો અને તેને તે તાંત્રિક ભુવા વિશે બધું જ કહી દીધું હતું અને હાલમાં પણ આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

About bhai bhai

Check Also

How to get a job in USA?

The country United States is formed by various ethnic groups who settled there for trade. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *