Breaking News

વેપારમાં થશે ચમત્કારી લાભ બસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરીલો આ ફેરફાર થશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તે માટે ઘરમાં ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. દરેક ઘરમાં સવારે અને સાંજે નિયમિત રીતે ઈષ્ટ દેવની પૂજા કરવામાં આવે છે. આ સત્કર્મોથી ઘરમાં સકારાત્મકતા વ્યાપેલી રહે છે. અને ઘરમાં ધન-ધાન્યની ખામી રહેતી નથી.પરંતુ આ કર્મ માત્ર ઘર પુરતું જ મર્યાદિત રાખવાનું નથી હોતું. આ વાતોનું ધ્યાન વ્યાપાર કે દુકાન જેવી જગ્યાએ પણ રાખવાનું હોય છે. જો આ જગ્યાએ કોઈ દોષ હોય તો તેની સીધી અસર આવક પર પડે છે.

તો જાણી લો કે વેપારમાં સમૃદ્ધી લાવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.ઓફિસ અથવા દુકાનમાં ઊભા હોય તેવા ગણેશજીનું ચિત્ર લગાવવું જોઈએ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે તેમના બંને પગ જમીનને અડેલા હોય, તેનાથી વેપારમાં સ્થિરતા આવે છે. દુકાન અથવા ઓફિસમાં જો શોકેઝ બનાવાના હોય તો તેને ઉત્તર અને પશ્ચિમ દિશામાં રાખવા. તેનાથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે.

ધનમાં વૃદ્ધી માટે તિજોરી ઉત્તર દિશામાં ખુલે તેમ રાખવી. કારણ કે આ દિશા દેવતાઓના કોષાધ્યાક્ષ કુબેરની દિશા છે. દુકાનમાં મુખ્ય વ્યક્તિની બેસવાની જગ્યા વાયવ્ય દિશામાં રાખવી. સોના-ચાંદીના વેપારીઓએ દુકાનમાં લાલ અથવા ઓરેન્જ કલરની વસ્તુઓ ન રાખવી. ટેબલ નીચે જુતા-ચંપલ કે ઝાડુ રાખવામાં આવે તો વેપારમાં ખોટ આવી શકે છે. દુકાન કે ઓફિસનો દરવાજો અંદરની બાજુ ખુલે તેમ રાખવો. બહારની બાજુ દરવાજો ખુલતો હશે તો ખર્ચ વધશે.

વાસ્તુ અનુસાર, નોકરી, વેપાર અને અભ્યાસમાં સફળતા મેળવવા માટે અમુક ખાસ ચિત્રો અથવા ફોટાઓ ઘરમાં લગાવવાથી લાભ મળે છે. જે વિશિષ્ટ પ્રકારના ચિત્ર ઘરમાં લગાવવા વિશે વાત કરવામાં આવી રહી છે. તે ફોટા ઉર્જાથી ભરપૂર હોય છે અને તે તમારી શક્તિને ઘણી પ્રબળ કરવાની શક્તિ ધરાવે છે. આ ચિત્ર ઘરમાં લગાવવાથી વસ્તુ દોષ ઉત્પન્ન થવાની પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી.વાસ્તુ શાસ્ત્ર મુજબ દોડતા ઘોડાનું ચિત્ર ઘરમાં મૂકવાનું મહત્વ ગણાવવામાં આવ્યું છે કારણ કે આ ચિત્ર આપણી સફળતાને વેગ આપે છે.

દોડતા ઘોડાઓના ચિત્રમાં ખાસ કરીને 7 ઘોડાઓ વાળું ચિત્ર લગાવવું પ્રગતિ મેળવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે, સાથે સાથે સાતનો આંકડૉ પણ સારો માનવામાં આવે છે. 7 નો આંકડો ઇન્દ્રધનુષ્યના 7 રંગ, સપ્ત ઋષિ, લગ્નના સાત ફેરા, જન્મ સાથે જોડાયેલા જોવા મળે છે એટલા માટે આ આંકડો કુદરતી અને સર્વવ્યાપી માનવામાં આવે છે. આમ તો આ પ્રકારના ચિત્ર ઘરમાં ગમે ત્યાં લગાવી શકાય છે, પરંતુ તેને ઘરમાં પૂર્વ દિશામાં લગાવવાથી વધુ લાભ મળે છે.

આ ચિત્રને ઘરમાં લગાવવાથી જલદી જ સારી નોકરી, નોકરીમાં પ્રમોશન અને સામાજિક માન-સન્માન ઉપરાંત, ધન લાભના પણ યોગ બને છે. દોડતા એવા 7 ઘોડાઓના ચિત્રથી સકારાત્મક શક્તિ ઉત્પન્ન થાય છે, જે તમને દરેક ક્ષેત્રમાં પ્રગતી અને સફળતા અપાવે છે. ધ્યાન રાખશો કે એકલા ઘોડાઓનું ચિત્ર ન લગાવશો, કારણ કે એનાથી તમને લાભને બદલે નુકસાન થઈ શકે છે, તેનાથી ધનનો રસ્તો અટકે છે.

7 ઘોડાઓનો ફોટો તમારા કેરિયરમાં વધારો લાવે છે અને જો તેને અભ્યાસ કરવા વાળા બાળકના રૂમમાં લગાવવામાં આવે તો તેને પણ તેનો લાભ મળે છે. તમે તમારી ઑફિસ અથવા કાર્યસ્થળ ઉપર પણ દોડતા એવા 7 ઘોડાઓનું ચિત્ર લગાવી શકો છો અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. ધ્યાન રાખશો કે સફેદ રંગના ઘોડાઓના ચિત્ર લગાવવા વધુ શુભ માનવામાં આવે છે અને તે વધુ અસરકારક રીતે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

જો તમને તમારા વ્યાપારમાં નુકસાન થતું હોય અને કોઈ પણ કાર્ય સફળ ના થતું હોય તો સફળતા માટે તમારે વ્યાપાર સ્થળમાં વાસ્તુદોષ હોઈ શકે છે. વાસ્તુદોષ થવાના કારણે ધનની હાનિ થાય છે અને લાખો મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. વાસ્તુ દોષ હોય તો નીચે જણાવેલા ઉપાયો કરવા. આ સરળ ઉપાયોની મદદથી વાસ્તુદોષ દૂર થઈ જશે અને ધનલાભ થશે.તમારા કાર્યસ્થળના ટેબલ ઉપર સ્ફટિક, શ્રીયંત્ર, ક્રિસ્ટલ બોલ, શ્રીયંત્ર રાખવું. ટેબલ પર આ વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ પાસે હોય તો વ્યાપારમાં લાભ થાય છે.

જેમ કે અમે તમને જણાવ્યું કે ઘોડા ની નાળ શનિદેવ ની પ્રિય હોય છે, પરંતુ શું તમે જાણો છો કે એવું શા માટે હોય છે? શનિદેવ નો પ્રિય રંગ કાળો છે અને એમની ફેવરીટ ધાતુ લોખંડ છે. આ બંને ખૂબીઓ ઘોડા ની નાળ માં હોય છે. એટલા માટે તમારે આ ઉપાયોને કરવા માટે કાળા ઘોડા ની નાળ નો જ ઉપયોગ કરવો જોઈએ. એનાથી તમને સારો ફાયદો મળશે.

ઘોડાને ચાલવા અને ચલાવવા નું સરળ બનાવવા માટે, તેના પગના તળિયા પર લોખંડનો યુ આકાર મૂકવામાં આવે છે. જે યુના આકારમાં છે અને તેને નાળ કહે છે. ઘોડાના પગ પર મુકાયેલી આ નાળ ને શુભ માનવામાં આવે છે અને જ્યારે તે ઘોડાના પગથી દૂર થાય છે, ત્યારે લોકો તેને ખરીદે છે. બજારમાં ઘોડાઓ વેચાય છે. જો કે, નાળ ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે તમે જે નાળ નો ઉપયોગ કરી રહ્યાં છો તે ઘોડા દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો છે. કારણ કે ઘોડા માં ન વપરાયેલી નાળ લગાવવાથી કોઈ ફાયદો થતો નથી. તેથી જો શક્ય હોય તો, તમે અહી ઘોડા ધરાવતા લોકો પાસેથી સીધા જ ઘોડાની નાળ ની ખરીદી કરી શકો છો.

વ્યાપાર સ્થળના મુખ્ય દરવાજાને એકદમ સાફ રાખવો. કારણકે મુખ્ય દ્વારથી જ માતા લક્ષ્મી પ્રવેશ કરે છે. સાથે જ બારી, અલમારી અને ખુરશી તૂટેલી ના હોય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ફેક્ટરી અને ઇત્યાદિ જગ્યા ઉપર તૂટેલો સામાન હોય તો વાસ્તુદોષ લાગી જાય છે તેથી તમારે આ સુનિશ્ચિત કરવું કે તમારા કાર્યસ્થળમાં તૂટેલો સામાન ના હોય અને મુખ્ય દરવાજો એકદમ સાફ હોય.કાર્યમાં સફળતા ન મળતી હોય તો કાર્યસ્થળ પર પંચજન્ય શંખ રાખી દેવો. પંચજન્ય શંખને રાખવાથી ધન લાભ થાય છે. આ વાતનું ધ્યાન રાખવું કે પંચજન્ય શંખને પુજા કર્યા પછી જ સ્થાપિત કરવો.

વાસ્તુશાસ્ત્રમાં રંગને ઉત્તમ માનવામાં આવે છે અને આ રંગોને ભાગ્ય સાથે જોડવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે વ્યાપાર સ્થળની જગ્યા પર આછો રંગ હોવો જોઈએ. તેથી વ્યાપાર સ્થળની દિવારો ઉપર જો ઘાટો રંગ હોય તો તમે તેની દિવાલ પર સફેદ, ક્રીમ જેવો રંગ કરી શકો છો.કાર્યક્ષેત્ર પર લગાવેલ દરવાજો હંમેશા અંદરની બાજુ જ ખુલવો જોઈએ. સાથે જ દરવાજાનો રંગ કાળો ના હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કાળા રંગને અશુભ માનવામાં આવે છે.

ઘોડાની નાળનો ઉપયોગ તમે તમારા જીવનમાં ઘણી વસ્તુનો લાભ ઉઠાવવા માટે કરી શકો છો. ધારો કે જો તમે એક વેપારી અથવા બીજ્નેસમેન છો અને તમારો ધંધો વધારવા માંગતા હોય તો ઘોડા ની નાળ ને દુકાન અથવા ઓફીસ માં લગાવી દેવી. એનાથી તમને લાભ થશે. જો તમે તમારા ઘરમાં ધન ની વૃદ્ધિ કરવા માંગતા હોય તો ઘોડા ની નાળ ને એક કાળા રંગ ના કપડા માં બાંધી ને તિજોરી માં રાખી દેવી. એનાથી તમારા ઘરે ધન ની આવક વધવા લાગશે.

ઘોડા ની નાળ ને ઘર માં રાખવા નો એક બીજો ફાયદો પણ છે કે એનાથી ખરાબ શક્તિઓ દૂર ભાગી જાય છે. સાથે જ કોઈ બીજા ના જાદુ ટોને ની અસર પણ નથી થતી. એટલું જ નહિ જો તમે ઘોડા ની નાળ ને એક કાળા કપડા માં લપેટીને ઘર ના અનાજ કક્ષ અથવા કોઠી માં રાખી દેશો તો એનાથી તમારા ઘરે અનાજ ની ક્યારેય પણ કોઈ પ્રકારની અછત નહિ આવે. આ પ્રકારે તે ઘર ની બરકત બનાવી રાખવા માં પણ ખુબ જ કામ આવે છે.

કાર્યસ્થળમાં ધન રાખવામાં આવતી જગ્યાને સમજી વિચારીને રાખવી. કારણ કે ખોટી જગ્યા પર રાખેલી તિજોરી કે કેશ કાઉન્ટર હોય તો ધન લાભ થતો નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરી અને કેશ કાઉન્ટર માટે ઉત્તર દિશા ઉત્તમ હોય છે અને આ દિશાની બાજુ તિજોરી નું મુખ હોવું જોઈએ. વાસ્તવમાં ઉત્તર દિશા ધનના દેવતા કુબેર ભગવાનની દિશા માનવામાં આવે છે. તેથી પૂજા સ્થાનની દિશા ઉપર પણ ખાસ ધ્યાન આપવું. બેસવાની જગ્યા પર મંદિર કે પૂજા ઘર બનાવવું ના જોઈએ.

પૂજા ઘરને ઈશાન ખૂણામાં જ બનાવવું.સફળતા અને નજરદોષ દૂર કરવા માટે કાર્યસ્થળ પર ઘોડાની નાળ લગાવવી જોઈએ. ઘોડાની નાળને પ્રવેશદ્વાર ઉપર લગાવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. ઉપર બતાવેલા વાસ્તુશાસ્ત્ર ઉપાય જરૂરથી કરવા. આ ઉપાય કરવાથી ધન લાભ થશે અને વ્યાપારમાં થતી સમસ્યા જડથી દૂર થઈ જશે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *