ગ્રીષ્મા વેકરીયા કેસ મામલે ભાજપના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન, કહ્યું કે હું હોત તો…

0
158

12 ફેબ્રુઆરીના રોજ બનેલી ચકચારી ઘટના એ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. તમે જાણતા જ હશો કે, આ ઘટના પૈકી દીકરી ગ્રીષ્માનું જાહેરમાં જ ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. એક તરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનીલ એ જાહેરમાં જ આ દીકરીનું ગળું કાપી તેનો જીવ લઇ લીધો હતો.

પરિવારની સામે જ એકની એક લાડકી દીકરીની નિર્દયી હત્યા કરવામાં આવી હતી.આ ગ્રીષ્મા હત્યા કેસને લઈને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, હત્યાના બે કલાક પછી જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે થોડાક દિવસથી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ભાજપના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે ત્યારે ફરી એકવાર ગ્રીષ્મા કેસ મામલે તેમને નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે હું હોત તો શૂટ કરી દેત,200 લોકો ઊભા હતા અને કલાક સુધી આ ચાલ્યો અને આપણું ગુજરાત છે. રિવોલ્વર માં લાયસન્સની ચિંતા નથી દીકરીઓ માટે જેલમાં રહેવા તૈયાર છું.

કેસને લગતા તમામ પહેલું એકઠા કરી 2500 પેજની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. તમામ તજવીજ ખૂબ જ ચોકસાઇ પૂર્વક હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફેનિલ વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.અંતિમ સુનાવણી વખતે પણ કોર્ટે તેને વારંવાર તેનો પક્ષ રજૂ કરવાનો મોકો આપ્યો પરંતુ ફેનીલ એક પણ શબ્દ બોલ્યો ન હતો.

હવે, આરોપી ફેનીલ ને કઈ સજા મળવી જોઈએ તેને લઇને ચર્ચા વિચારણા ચાલી રહી છે. તેને કઈ સજા મળવી જોઈએ તેની દલીલો હવે શુક્રવારના રોજ થી ચાલુ થશે. તમને જણાવી દઇએ કે, આ કેસ દરમિયાન ગ્રીષ્મા અને ફેનિલ ના ડીલીટ કરેલા મેસેજ પણ ચકાસવામાં આવ્યા હતા. જેના બાદ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

આ કેસની સુનાવણી વખતે દીકરી ગ્રીષ્મા ના માતાએ ચિઠ્ઠી લખી હતી કે, મારી દીકરીની હત્યા કરનારા આ આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. દીકરી ની યાદ માં પરિવાર ના આંસુ પણ સુકાતા નથી ત્યારે લોકોની પણ માંગ ઉઠી છે કે, આરોપી ફેનીલ ગોયાણીને કડકમાં કડક સજા મળે. બધા જ લોકો ગ્રીષ્મા ને વહેલી તકે ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.