Breaking News

વિવાહ ફિલ્મની ‘છોટી’ હવે ઉંમરમાં થઈ ગઈ છે મોટી,બોલ્ડ PHOTOS જોઈને હક્કા-બક્કા થઈ જશો..

2016માં એક ફિલ્મ આવી હતી “વિવાહ”. શાહિદ કપૂર અને અમૃતા રાવની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ચાલી હતી. આ ફિલ્મમાં અમૃતા રાવની બહેન “છોટી” બધાને યાદ જ હશે. તે છોટી અત્યારે મોટી થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર લાગે છે. વિવાહ ફિલ્મના છોટીનું પાત્ર અમૃતા પ્રકાશ નામની અભિનેત્રીએ ભજવ્યું હતું. અમૃતા હાલનાં દિવસોમાં પોતાના લેટેસ્ટ લુકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.

અમૃતા પ્રકાશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફોટા શેર કરતી રહે છે. લોકો પણ અમૃતાનાં ફોટાને ખૂબ જ પસંદ કરે છે. અમૃતા પ્રકાશે પોતાના એક્ટિંગની શરૂઆત 4 વર્ષની ઉંમરમાં કરી હતી. ઓછી ઉંમરમાં જ કામ મળવાના લીધે તે મુંબઈ શિફ્ટ થઇ ગઇ હતી. વિવાહ સિવાય અમૃત પ્રકાશે તુમ બીન, કોઈ મેરે દિલ મેં હૈ, એક વિવાહ એસા ભી, વી ઓર ફેમીલી, ના જાને કબ સે, જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

અમૃતા પ્રકાશ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે. તેણીએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત જ્યારે તે ચાર વર્ષની હતી, અને બૉલીવુડ અને મલયાલમ બંને ફિલ્મોમાં અભિનય કર્યો હતો . ત્યારબાદ તે બૉલીવુડ ફિલ્મ્સ , ટીવીસી અને ટેલિવિઝન રિયાલિટી અને ફિકશન શોના અસંખ્ય કાર્યક્રમમાં જોવા મળી છે. તે છેલ્લે કલર્સ ટીવીના વખાણાયેલા શો શક્તિ અસ્તિત્વ કે એહસાસ કીમાં જસલીનની ભૂમિકા ભજવતી જોવા મળી હતી

અભિનેત્રી કહે છે કે આ ધારાવાહિકમાં મને ‘હરમન’ એટલે કે વિવિયાન દેસનાની બચપણની મિત્ર તરીકે કેમિયો કરવાનો હતો. આમ છતાં આ ટ્રેક દર્શકોને ગમી ગયો અને મારો રોલ લંબાવવામાં આવ્યો. મને આ સિરિયલમાં અધવચ્ચેથી આવવાનું થયું હતું પણ મારો રોલ મહત્ત્વનો હોવાથી મેં તેમાં કામ કરવાની હા પાડી હતી. હું દ્રઢપણે માનું છું કે તમારે કોઈપણ શોમાં ત્યાં સુધી જ કામ કરવું જોઈએ જ્યાં સુધી તમારું પાત્ર કહાણીને આગળ ધપાવવા માટે જરૃરી હોય.

ત્યાર પછી જો તમારી ભૂમિકાને તાણીતુંસીને લંબાવવામાં આવે તો તે મુરઝાઈ જાય. બહેતર છે કે તમે જ્યારે ટોચ હો ત્યારે જ તેમાંથી માનભેર વિદાય લઈ લો. તે વધુમાં કહે છે કે હું એક અભિનેત્રી છું અને કહાણી કહેવી એ મારું કામ છે. ચાહે તે માધ્યમ ફિલ્મ હોય કે ટી.વી. તે ઉમેરે છે કે જ્યાં સુધી મારો રોલ મહત્ત્વનો હોય ત્યાં સુધી હું તેને ખરા દિલથી ભજવું છું. અને પછી તેને અલવિદા કરી દઉં છું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતાએ તેની કારકિર્દીના વર્ષો દરમિયાન હીરોઈનની બહેનની ઘણી ભૂમિકાઓ ભજવી છે. તે કહે છે કે મને એક જ પ્રકારના રોલ કરવામાં જરાય વાંધો નથી. આ ઉદ્યોગની અન્ય અભિનેત્રીઓ કરતાં મારો અભિગમ વેગળો છે. અહીં મોટાભાગની અદાકારાઓ તરૃણાવસ્થા કે વીસેક વર્ષની ઉંમરે આવી છે. તેેમને ઝટપટ નામ- દામ રળી લેવા હોય છે.

તેથી તેઓ મુખ્યિ ભૂમિકા ભજવવાનો આગ્રહ સેવે છે. પરંતુ હું તો આ ઈન્ડસ્ટ્રીમાં ચાર વર્ષની વયથી છુ. તેથી મને એવી કોઈ અબળખા નથી. મને મારું કામ અત્યંત પ્રિય છે. અલબત્ત, મેં પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. પણ મેં તેનો દુરાગ્રહ ક્યારેય નથી સેવ્યો. વળી મને ચોક્કસ પ્રકારના રોલ ભજવવાનું વધુ ગમે છે. તેથી એ પ્રકારના પાત્રો હું વારંવાર ભજવું છુ.

અભિનેત્રી માને છે કે તેણે મુખ્ય ભૂમિકા મેળવવા પોતાની કારકિર્દીમાં બ્રેક નથી લીધો. તે કહે છે કે અહીં ઘણાં બાળ કલાકારોએ મુખ્ય પાત્રો મેળવવા પોતાની કારકિર્દીમાં બ્રેક લીધાં છે. પણ મેં લાગલગાટ કામ કર્યું છે. જો કે તે તરત જ ઉમેરે છે કે એવું નથી કે મેં બ્રેક લીધાં જ નથી. કોઈપણ વ્યક્તિ ૨૦ વર્ષથી પણ લાંબા સમય સુધી બ્રેક લીધા વિના કામ ન કરી શકે. હમણાં મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરવા એક વર્ષ જેટલો લાંબો બ્રેક લીધો હતો.

અભિનેત્રીને લાગે છે કે આજની તારીખમાં બાળકલાકારોને ઘણી સગવડો મળે છે. તેઓ જે શોમાં કામ કરતા હોય તેના સર્જકો અને અન્ય કલાકારો તેમનું બહુ ધ્યાન રાખે છે. હવે કલાકારોના યુનિયનો બની ગયા છાં. તેમને માટે કામના કલાકો કામની સ્થિતિ, શાળાનો સમય, આરામનો સમય જેવી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. અમને આવી કોઈ સુવિધા નહોતી મળતી. મને મારા એડલ્ટ કલાકારો જેટલું જ કામ કરવું પડતું.

મને બરાબર યાદ છે કે એક વખત હું ટાઈફોઈડમાં પટકાઈ હતી ત્યારે મારા માતાપિતાએ સિરિયલ સર્જકોને ઘણી આજીજી કરી હતી કે મને રજા આપવામાં આવે. પરંતુ મને રજા નહોતી મળી. અને ટાઈફોઈડમાં પણ મેં શૂટિંગ કર્યુ ંહતુ.પરંતુ આજે મને એમ થાય છે કે હું મુશ્કેલીમાં પણ કામ કરવા કેળવાઈ ગઈ. તેથી આજે પણ હું ગમે તે સંજોગોમાં કામ કરી શકું છું.

અમૃતાએ તાજેતરમાં તેના બોલ્ડ ફોટા સોશ્યલ મિડયા પર મૂક્યા હતા. તેથી ઘણાંને એમ લાગે છે કે તેણે તેની પરંપરાગત યુવતીની છબી બદલવા આવા ફોટા પોસ્ટ કર્યાં હતાં. પરંતુ અભિનેત્રી કહે છે કે હવે હું બાળકી નથી રહી. બલ્કે યુવતી છું.

સ્વાભાવિક રીતે જ મને આવા ફોટા પડાવવાનું અને પોસ્ટ કરવાનું ગમે. અલબત્ત, હું એવો દાવો નથી કરતી કે આ બધા ફોટાઓમાં હું હોટ દેખાઉં છું. પરંતુ તેમાં હું કમ્ફર્ટેબલ અને આત્મવિશ્વાસુ છું એ વાત ચોક્કસ. હવે હું વધુ બોલ્ડ બની છું તેથી લોકો મારા આ ફોટાઓને નવા જમાનાના ફોટા કહી શકે.

About Admin

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *