વિવાહ માં થતો હોય વિલંબ તો કરી લો આ એક માત્ર ચમત્કારી ઉપાય,દૂર થઈ જશે વિવાહ ની બધી જ સમસ્યાઓ….

જ્યારે પણ સંતાનોના લગ્ન યોગ્ય સમયે નથી થતા ત્યારે તેમના માતા-પિતા સૌથી વધુ દુ:ખી હોય છે અને જલ્દીથી લગ્ન કરવા માટે દરેક સંભવિત પ્રયાસ કરે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ વિવાહમા વિલંબ થવા પાછળના અનેકવિધ કારણો જવાબદાર હોય છે અને આ કારણોના લીશે જ વૈવાહિક જીવન વિક્ષેપિત થાય છે. જો કે, આ અંગે યોગ્ય પગલા લેવામા આવે તો આ અવરોધો દૂર થઈ જાય છે.

તમારી કુંડળીમા રહેલી ગ્રહોની સ્થિતિ તમારા લગ્નજીવનને અસર કરે છે. શાસ્ત્રો મુજબ વિવાહ ત્યારે જ થાય છે જ્યારે ગુરુ ગ્રહ મજબુત હોય. તેથી, જે લોકોનો ગુરુ ગ્રહ નબળો હશે તેમના વિવાહમા વિલંબ સર્જાય શકે છે. જ્યોતિષની ગણના પ્રમાણે જ્યારે આ યોગ પાંચમા ગૃહમા હોય છે ત્યારે વિવાહનો યોગ બને છે. આ સિવાય જો કોઈ વ્યક્તિની કુંડળી એક વર્ષ માટે ગુરુ પંચમેશ સાથે અગિયારમા ઘરમા હોય તો તે એક વર્ષમા જ વિવાહ કરી લે છે. શુક્ર, ચંદ્ર અને બુધના ગ્રહ સાથે ગુરુ ગ્રહ પણ વિવાહને અસર કરે છે.

જો તમારી કુંડળીમા ગુરુની દ્રષ્ટિ પાંચમા ઘરમા હોય, તો વિવાહનો યોગ સર્જાઈ રહ્યો છે પરંતુ, તે જ સમયે રાહુ અગિયારમા ઘરે બેસે છે, તો વિવાહનો યોગ અશુભ છે. આવા યોગના કારણે જે-તે વ્યક્તિને વિવાહ કરવામા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો શનિ, રાહુ અને કેતુ જેવા અશુભ ગ્રહ કુંડળીમા ગુરુના પાંચમા સ્થાન પર બેસે છે તો વિવાહમા અવરોધ આવી શકે છે. જો તમે આવનાર સમયમા વિવાહ કરવા માટે ઈચ્છુક છો તો તમારે તમારા મુખ્ય ગ્રહને મજબૂત બનાવવો અતિ આવશ્યક છે. ગુરુ ગ્રહને મજબુત બનાવવા માટે નીચે આપેલા ઉપાય અજમાવો.જો કોઈ યુવતીના વિવાહ ના થઇ રહ્યા હોય તો તેમણે સોમવારના દિવસે શિવલિંગ પર કાચુ દૂધ અર્પણ કરવુ જોઈએ. આ ઉપાય અજમાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમના તુરંત વિવાહ થઇ જાય છે.જો તમે ગુરુવારના રોજ ગૌમાતાની સેવા કરો અને તેમને લીલા ઘાસચારાનુ સેવન કરાવડાવો તો તમારી કુંડળીને લગતા તમામ ગ્રહદોષ દૂર થઇ જાય છે.

જો તમે ગુરુવારના રોજ કેળાના વૃક્ષની પૂજા કરો અને વ્રત રાખો તો નજીકના સમયમા તમારા વિવાહનો શુભ યોગ સર્જાઈ શકે.આ સિવાય જો તમે દર ગુરુવારે વ્રત રાખીને કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને કેળાનુ દાન કરો તો આવનાર સમયમા તમારા વિવાહના પ્રબળ યોગ સર્જાઈ શકે.જો તમે સાચા મન અને હૃદયથી પ્રભુ મહાદેવ અને માતા પાર્વતીની ઉપાસના કરો તો આવનાર સમયમા તમને તમારા વિવાહના શુભ સમાચાર મળી શકે છે.જો તમે ગુરુવારના રોજ પીળા રંગના વસ્ત્રો ધારણ કરો અને હળદરવાળા પાણીથી સ્નાન કરો અને શાસ્ત્રો પ્રમાણે ફક્ત પીળી વસ્તુઓનુ જ સેવન કરો તો આવનાર સમયમા તમા વિવાહના શુભ યોગ સર્જાઈ શકે. ઉપરોક્ત દર્શાવેલા ઉપાયોમાંથી કોઈપણ એક ઉપાય અજમાવવાથી તમારા વિવાહનો શુભ યોગ અવશ્ય સર્જાશે.

વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના વસ્ત્રોના ઉપયોગ ઓછા કરવા જોઈએ. તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ, રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે, જે લગ્નમાં બાધક હોય છે. જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોવ અથવા પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.કુંવારા યુવક-યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય, તેઓ કાયમ શેરિંગમાં હેતા હોય છે એટલે કે ભાડના ધરમાં મિત્રોની સાથે રહેતા હોય છે. જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાંની નજીક લગાવવો જોઈએ.

લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યાં હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય. લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્કી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.પ્રેમી-પ્રેમિકાઓમાં ફૂલ ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે. જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા નીકાળી દેવા. ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્નજીવનને પણ ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય. આવા લોકો ગુલાબની જગ્યાએ લિલી અથવા ઓર્કિડના ફૂલનું બુકે ભેટમાં આપે અથવા તેનાથી પોતાના બેડરૂમને સજાવે.

લગ્ન કરવાના ઈચ્છુક યુવક-યુવતીઓએ સૂતી વખતે પોતાના પગને ઉત્તરની તરફ અને માથાને દક્ષિણ દિશાની તરફ રાખવું જોઈએ.મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે અપરિણીત યુવક-યુવતીઓએ એવા રૂમમાં સૂવું જેમાં એક કરતા વધુ બારણઆં હોય.વાસ્તુવિજ્ઞાન મુજબ લગ્ન કરવાના ઈચ્છુક વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી, લાઇટ યેલો, સફેદ તથા બ્રાઇટ રંગ કરાવવા જોઈએ.લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલની પેઇન્ટિંગ લગાવવી જોઈએજ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ ગ્રહ બાધાને કારણે સંબંધ ન થતો હોય તો નીચેના ઉપાયો અજમાવવાથી શરણાઈના સૂર જરૂર રેલાશે.જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મમુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને ‘ૐ સૂર્યાય નમઃ ।’ મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશાં પોતાની પાસે રાખવો. તેનાથી વિવાહ શીઘ્ર નક્કી થશે.સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું જોઈએ. સાથે યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ.તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવો, તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલદી નક્કી થશે.શનિવારે વહેતા જળમાં નારિયેળ વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.-એક જ બાજુએ શેકેલી આઠ ગળી રોટલીઓ કૂતરાને ખવડાવવી.શનિવારના દિવસે કાળા કપડામાં આખી અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું.કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો છલ્લો જમણા હાથની મધ્યમા આંગળીમાં પહેરવો.

Leave a Comment