અચાનક જ વોટરપાર્કમાં કંઈક એવી ઘટના બની કે… 30 ફૂટની ઊંચાઈ પરથી લોકો પડ્યા… વોટરપાર્ક માં જતા પહેલા આ વિડીયો જરૂર જોજો…

0
169

ઈન્ડોનેશિયાના કેંગેરન પાર્કમાં એક ભયાનક અકસ્માત થયો છે, વોટરપાર્ક માં અડધી સ્લાઇડ બાદ લોકો 30 ફૂટ નીચે પડ્યા હતા. સાત તારીખના રોજ બનેલી આ ઘટનાનો ભયાનક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્યુબ સ્લાઇડ નો એક ભાગ તૂટી પડતો જોઈ શકાય છે, પર્યટકો કોંક્રીટના ફ્લોર પર પડતા જ ચીસો પાડતા જોવા મળે છે.

ડેઇલી સ્ટાર ના અહેવાલ મુજબ સ્લાઇડની અંદર ફસાયેલા 16 લોકોમાંથી આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ લોકોને ફ્રેક્ચર થયા છે, તે જ સમયે વોટરપાર્ક પ્રશાસને જણાવ્યું હતું કે આ અકસ્માત એટલા માટે થયો હતો.

કારણ કે સવારી દરમિયાન જ સ્લાઇડ ક્ષતિગ્રસ્ત અને નબળી પડી ગઈ હતી. વોટરપાર્ક મેનેજમેન્ટ એ જણાવ્યું હતું કે નવ મહિના પહેલા મોટાભાગની સ્લાઈડ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી સુરબાયા શહેરના ડેપ્યુટી મેયરે ભવિષ્યમાં આવા અકસ્માતો ને રોકવા માટે નિરીક્ષણ કરવા માટે હાકલ કરી છે.

મેયરે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની સારવાર અને સંભાળ રાખવામાં આવશે અને તેમણે જણાવ્યું હતું કે તમામ ઘાયલોની હાલત સારી છે. આ વીડિયોને યૂટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે, આમાં લોકો નીચે પડતા જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે અકસ્માતનું કારણ સ્લાઇડ ની બાજુમાં પડેલી તિરાડ છે.

સ્લાઇડના ઓવરલોડ ને કારણે સ્લાઈડ તૂટી ગઈ હતી અને બધા નીચે પડી ગયા હતા, આ સાથે વોટરપાર્કમાં મેઈન્ટેનન્સ પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવ મહિના પહેલા અહીં મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું, ત્યારથી અત્યાર સુધી અહીંની સ્લાઇડ એક વખત પણ રીપેર કરવામાં આવી નથી, તેના કારણે આ અકસ્માત થયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.