હોળી ના તહેવાર પર હવા મારતા આ યુવાનો, ફુલ સ્પીડે આવતી રિક્ષા પર પાણી ભરેલો ફુગ્ગો મારતા રીક્ષા ની થઈ ગઈ એવી હાલ કે જુઓ વિડિયો

0
143

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

હોળીનો તહેવાર સમગ્ર ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે પણ દેશમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લા માંથી એક વિડિયો સામે આવી રહ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને આ વિડીયો જોઇને આપને પણ ગુસ્સો આવી જશે અને હકીકતમાં જોવા જઈએ તો

વળી દરમિયાન અમુક યુવકોએ દિલ્હી હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહનો પર પાણી ભરેલા ફુગ્ગા ફેંકી રહ્યા હતા.આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક રિક્ષા પર યુવકોએ ફુગ્ગા ફેક્યા હતા. જેથી પુરપાટ ઝડપે આવતી રિક્ષા બેકાબુ થઇ ગઈ અને હાઈવે પર પલટી મારી ગઇ હતી. આપને જણાવી દઇએ કે આ ઓટો રીક્ષામાં પેસેન્જર બેઠા હતા જે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

વળી ઓટો પલટી મારી જતાં ફુગ્ગા ફેંકનારા યુવકો ત્યાંથી ભાગી ગયા હતા જ્યારે ત્યાં ઉભેલા અન્ય લોકોએ ઓટો રીક્ષામાં બેઠેલા લોકોને બચાવવા માટે દોડયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ આવ્યો દિલ્હી હાઇવે પર કાઢાગામનો છે.

બાગપત ના અનુજ મિશ્રાએ જણાવ્યું કે પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો જેમાં વાહન પર પાણી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા. પોલીસે વિડિયો ને ધ્યાનમાં લઈને તેની તપાસ પણ શરૂ કરી દીધી છે અને આ ઘટનામાં ઓટો સવાર બે વ્યક્તિને ઈજા થઈ છે. ઉપરાંત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.