“ધ કાશ્મીર ફાઈલ” ફિલ્મ અંગે વ્હાલા મોરારીબાપુએ આપ્યું ચોકાવનારું નિવેદન,કહી દીધું એવું કે….

0
241

હાલમાં ધ કાશ્મીર ફાઈલ નામના પિચરની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. આપને જણાવી દઇએ કે આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. જ્યારે 1990 માં કાશ્મીર મા જે ઘટના બની હતી તેના પર આ ફિલ્મ બની છે ત્યારે થિયેટરમાં ફિલ્મ જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે અને ઘણા લોકો નવી ઓફરો પણ મૂકી રહ્યા છે

ત્યારે અનેક લોકોના નિવેદનો પણ આ ફિલ્મને લઈને આવી રહ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં 30 વર્ષ પહેલા નું સત્ય બતાડવામાં આવી રહ્યું છે. આ ફિલ્મના વખાણ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કર્યા છે અને ઉપરાંત જો આ ફિલ્મોની વાત કરવામાં આવે તો પ્રથમ જ અઠવાડિયામાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યું છે.

અને હજુ પણ આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં લોકોની ભીડ ઉમટી પડે છે.તાજેતરમાં જ આ ફિલ્મને લઈને સંત શ્રી મોરારી બાપુએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમને ફિલ્મના વખાણ કર્યા છે. કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પર બેસીને ફિલ્મ અંગે કહ્યું કે આ ફિલ્મ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ વખાણી છે

અને આટલા વર્ષો જૂનું સત્ય જે ધરબી રાખવામાં આવેલું કે આપણી શું સ્થિતિ થઈ હતી. મેં આ ફિલ્મ જોઈ નથી પણ કદાચ હું જો નહીં જઈ શકું એવા દ્રશ્યો એટલે મને કદાચ અઘરું પડે.આ ઉપરાંત મોરારીબાપુએ ફિલ્મ મેકરના પણ વખાણ કર્યા હતા અને લોકોને આ ફિલ્મ જોવા માટે અપીલ પણ કરી છે.

આ ફિલ્મને લઈને ઘણા વિવાદો પણ છંછેડાયો છે અલગ અલગ લોકોને અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કાચ કમાણી કરી રહ્યું છે અને આ ફિલ્મમાં અનુપમ ખેર અને દર્શન કુમાર લીડ મા જોવા મળી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.