ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી યથાવત,એક સાથે આટલા રૂપિયા થયો વધારો,જાણો નવો ભાવ

0
1769

આ વર્ષે ઘઉં અને કપાસ ઉપરાંત અન્ય પાકોની મોટા પ્રમાણમાં માંગ છે. એટલે દિવસેને દિવસે ઘઉંના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. જેથી ખેડૂતો પોતાના ઘઉંના પાકની વેચાણ કરવા માટે માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં અલગ પ્રકારની ખુશીઓ જોવા મળી રહી છે.

રાજ્યની એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં ઘઉં ના ભાવ 1700 રૂપિયાથી લઈને 3150 રૂપિયાને પાર પહોંચી ગયા છે. પાલનપુરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2700 રૂપિયા અને મહત્તમ ભાવ 3160 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2475 રૂપિયાથી લઈને 2510 રૂપિયા બોલાઇ રહ્યા છે.દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2400 થી 2500 રૂપિયા રહ્યા છે અને ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2375 રૂપિયાથી લઈને 2550 રૂપિયા બોલાઇ રહા છે. ભરૂચના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 1900 થી 2200 રૂપિયા બોલાઇ રહ્યા છે.

કડીના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2300 થી 2805 રૂપિયા રહ્યા છે.ચોટીલાના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2250 થી 2500 રૂપિયા બોલાયા હતા. હળવદના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2000 થી 2405 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કપડવંજ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2300 રૂપિયાથી લઈને 2500 રૂપિયાને પાર પહોંચી ગયા છે અને ઘઉંના સારા એવા ભાવ બોલાયા છે.

જુવાર બાજરી ના ભાવમાં ટુંકી વધઘટે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જુવાર બાજરી બન્નેની આવક હવે ઓછી થવા લાગી છે અને માર્ચ મહિનાની રજાઓ સુધી આવકો વધે તેવી કોઈ અન્ય ચાન્સ દેખાતા નથી. એપ્રિલ મહિનાથી જ આવક વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. બાજરી ની રાજકોટમાં 40 કટ્ટા ની આવક થઈ હતી અને તેનો ભાવ 281 થી 438 હતા. જ્યારે બીલટી ના ભાવ ક્વિન્ટલ ના ભાવ 2200 થી 2500 રૂપિયા હતા અને ફેડલ ફીડ નો ભાવ 1850 હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.