ઘઉં ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,દુનિયાભરમાં ઘઉંની માંગ વધતા આટલા હજારને પાર પહોંચ્યા ઘઉંના ભાવ,જાણો

0
896

વાતાવરણમાં થતા અવનવા ફેરફારના કારણે આ વર્ષે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું હતું. આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા નોંધાયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જાણો, રાજ્યના અલગ અલગ માર્કેટ યાર્ડમાં સારા ભાવે ઘઉં વેચાય રહ્યા છે.ખુબ જ સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહો છે.

લગભગ આપણે બધા જાણતા જ હસુ કે ભારતમાં ઘઉંનું સારું એવું ઉત્પાદન થતાં તેના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વમાં માત્ર બે થી ત્રણ દેશ જ એવા છે કે જે ઘઉંનું ઉત્પાદન કરે છે.રશિયા અને યુક્રેન માં ચાલતાં યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં ઘણી અસર પહોંચી છે. આ વર્ષે ભારતમાં ઘઉં નું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે.

અમારી પાસે મળતી માહિતી અનુસાર ઘઉંના ભાવ 1650 રૂપિયાથી લઈને 3555 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા છે અને દાહોદ માર્કેટ યાર્ડ માં તેનો સરેરાશ ભાવ 2550 રૂપિયાથી 2574 રૂપિયા સુધી બોલાઇ રહ્યો છે. ભરૂચ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 1900 થી 2200 રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે ચોટીલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2300 થી 2600 રૂપિયા સુધી બોલાયો છે.

રાજ્યની જામનગર માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2020 થી લઈને 2365 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે રાજકોટની ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંના 2180 થી 2300 ભાવ જોવા મળ્યા હતા. પાટણની માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2637 થી 3190 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.

દહેગામ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2517 થી 2830 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાય રહ્યા છે. દરેક માર્કેટયાર્ડમાં પાકના ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે અને આ વર્ષે દુનિયામાં ઘઉં ની માંગ વધતા ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે અને આપને જણાવી દઇએ કે ભારત દેશ એકમાત્ર ઘઉં નુ ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ છે. ભારતમાંથી વિદેશમાં સારા એવા પ્રમાણમાં ઘઉં ની નિકાસ કરવામાં આવે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.