ઘઉં માં છેલ્લા 13 વર્ષ બાદ પહેલી વાર જોવા મળ્યો આટલો વધારે ભાવ,ભાવ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો

0
593

દુનિયાભરમાં ઘઉંની માંગ વધતા ઘઉંના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે.આજે એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં ઘઉંના ભાવ 1700 થી 3200 રૂપિયા નેપાળમાં પહોંચી ગયા છે અને દિવસે ને દિવસે ઘઉંના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ઘઉનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયું છે જેના કારણે દિવસે ને દિવસે ગામમાં 20 થી 30 રૂપિયા નો મોટો વધારો થઈ રહ્યો છે.

અમરેલીના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2085 રૂપિયાથી લઈને 3000 રૂપિયા જોવા મળ્યા હતા અને અમરેલીની સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2588 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. થરાના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2185 રૂપિયાથી લઈને 2320 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

દરેક માર્કેટયાર્ડની બહાર ખેડૂત પોતાના ઘઉંના પાકને લઈને લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા છે.ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જંબુસરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 1900 થી 2016 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દહેગામના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2420 રૂપિયાથી લઈને 2660 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

સુરેન્દ્રનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી પહોંચી ગયા છે અને આ વર્ષે દરેક પાકોના ભાવ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે જેથી ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં આસાની રહે તેવું લાગી રહ્યું છે.રાજકોટ માર્કેટયાર્ડ ની વાત કરવામાં આવે તો ઘઉંના ભાવ 2165 રૂપિયાથી લઈને 2205 રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે

અને પાટણના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2337 થી 2600 રૂપિયા બોલાઇ રહ્યા છે જ્યારે મહેસાણા માર્કેટ યાર્ડમાં ઘઉં ના ભાવ 2177 થી 2355 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વર્ષે આપણે ઘઉંની નિકાસ ખૂબ મોટા પ્રમાણમાં કરી છે અને વિશ્વ બજારમાં ઘઉંની માંગ વધતા ઘઉંની નિકાસ સારા એવા પ્રમાણમાં થવાના કારણે ભાવ એતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.