ઘઉં ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,રાજ્યની આ માર્કેટયાર્ડ માં ઘઉં ના ભાવમાં થયો જોરદાર ઉછાળો,જાણો

0
427

આપણને બધા ને લગભગ આ વિષે જાણ જ હશે કે આ વર્ષે વાતાવરણમાં થતા અવનવા ફેરફારના કારણે આ વર્ષે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું ન હતું તેના કારણે પાક ની માંગ વધતા આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા નોંધાયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.રાજ્યના અલગ અલગ માર્કેટ યાર્ડમાં સારા ભાવે ઘઉં વેચાય રહ્યા છે.

આપણા ભારતમાં ઘઉંનું સારું એવું ઉત્પાદન થઇ રહું છે અને માંગ વધતા ઘઉં ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. વિશ્વમાં માત્ર બે થી ત્રણ દેશ જ એવા છે કે જે જ્યાં ઘઉંનું ઉત્પાદન થાય છે.રશિયા અને યુક્રેન માં ચાલતાં યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં ઘણી મોટી અસર પહોંચી છે.આ વર્ષે ભારતમાં ઘઉં નું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે.

અમારી પાસે મળતી માહિતી અનુસાર ઘઉંના સરેરાશ ભાવ 1740 રૂપિયાથી લઈને 3440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા છે અને પાટણ માર્કેટ યાર્ડ માં તેનો સરેરાશ ભાવ 2630 રૂપિયાથી 3040 રૂપિયા સુધી બોલાઇ રહ્યો છે.ચોટીલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2400 થી 2800 રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2525 થી 2581 રૂપિયા સુધી બોલાયો છે.

રાજ્યની અમરેલી માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2267 થી લઈને 2560 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે થરા માર્કેટયાર્ડમાં ઘઉંના 2837.5 થી 3400 ભાવ જોવા મળ્યા હતા. દહેગામ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2555 થી 2810 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.રાજ્યની અમરેલી ની સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2563 થી લઈને 3000 રૂપિયા સુધી બોલાયો હતો

રાજ્યની પાલનપુર માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2660 થી લઈને 3095 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જામનગર માર્કેટયાર્ડમાં ઘઉંના 2165 થી 2425 ભાવ જોવા મળ્યા હતા. ભરૂચ ની જંબુસર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2100 થી 2300 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.આપણે જણાવી દઈએ કે ઉપરોકત આપેલ તમામ ભાવ કવીન્ટલદીઠ પ્રમાણે આપેલા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.