ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, આ વર્ષે ઘઉંના ભાવમાં થયો મોટો ઉછાળો, જાણો ઘઉંના નવા ભાવ

0
1888

વાતાવરણમાં થતા અવનવા ફેરફારના કારણે આ વર્ષે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું હતું. આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા નોંધાયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જાણો, રાજ્યના અલગ અલગ માર્કેટ યાર્ડમાં ક્યાં ભાવે ઘઉં વેચાય રહ્યા છે.

રાજ્યના તમામ માર્કેટયાર્ડમાં ઘઉંના ખૂબ જ સારા એવા ભાવ બોલાઇ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો…. રાજકોટના ધોરાજી ખાતે સ્થિત માર્કેટયાર્ડમાં ઘઉંના મહત્તમ ભાવ 12,730 અને જસદણ ના માર્કેટ યાર્ડમાં 12,750 રૂપિયા બોલાઇ રહ્યા છે. રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 11,555 અને જસદણના માર્કેટયાર્ડમાં 11,750 ચાલી રહ્યો છે. આ વર્ષે ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહેતા તેઓમાં આનંદની લહેર જોવા મળી છે.

અમરેલી ની વાત કરીએ તો, બાબરા ખાતે આવેલા માર્કેટ યાર્ડમાં ઘઉંના મહત્તમ ભાવ 11,450 અને સરેરાશ ભાવ 9,975 બોલાઇ રહ્યા છે. મોરબી માર્કેટ યાર્ડ ખાતે ઘઉંના મહત્તમ ભાવ 12,075 રૂપિયા અને સરેરાશ ભાવ 10,500 રૂપિયા છે. આ ઉપરાંત જૂનાગઢમાં 12,355 ના મહત્તમ ભાવે ઘઉં વેચાઇ રહ્યા છે.

સુરેન્દ્રનગર માર્કેટયાર્ડ ખાતે ઘઉંના મહત્તમ ભાવ 10,000 અને સરેરાશ ભાવ 9,000 નોંધાયા છે. જયારે વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડની તો, ત્યાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 11,870 અને સરેરાશ ભાવ 9,185 રૂપિયા બોલાઈ રહ્યા છે. ભરૂચમાં 8,800 ના મહત્તમ અને 8,600 ના સરેરાશ ભાવે ઘઉંનું વેચાણ થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, ઘઉંના સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ પોતાનો પાક વેચવા તૈયાર થયા છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે. ઘઉંના સારા એવા ભાવ મળી રહેવાથી ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડમાં લાઈનમાં ઊભા રહેતાં જોવા મળ્યા છે. સરકાર દ્વારા આ ભાવે ખરીદી કરતા ખેડૂતોની માંગણી સંતોષાય હોય તેવું લાગી રહ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.