ઘઉં ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડ માં ઘઉં ના ભાવમાં થયો મોટો ઉછાળો,જાણો ઘઉંના નવા ભાવ

0
448

આપણને બધા ને લગભગ આ વિષે જાણ જ હશે કે આ વર્ષે વાતાવરણમાં થતા અવનવા ફેરફારના કારણે આ વર્ષે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું ન હતું તેના કારણે પાક ની માંગ વધતા આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા નોંધાયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.રાજ્યના અલગ અલગ માર્કેટ યાર્ડમાં સારા ભાવે ઘઉં વેચાય રહ્યા છે.

આપણા ભારતમાં ઘઉંનું સારું એવું ઉત્પાદન થઇ રહું છે અને માંગ વધતા ઘઉં ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. વિશ્વમાં માત્ર બે થી ત્રણ દેશ જ એવા છે કે જે જ્યાં ઘઉંનું ઉત્પાદન થાય છે.રશિયા અને યુક્રેન માં ચાલતાં યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં ઘણી મોટી અસર પહોંચી છે.આ વર્ષે ભારતમાં ઘઉં નું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે.

અમારી પાસે મળતી માહિતી અનુસાર ઘઉંના સરેરાશ ભાવ 1740 રૂપિયાથી લઈને 3440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા છે અને સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં તેનો સરેરાશ ભાવ 2600 રૂપિયાથી 3000 રૂપિયા સુધી બોલાઇ રહ્યો છે.ચોટીલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2350 થી 2700 રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2440 થી 2475 રૂપિયા સુધી બોલાયો છે.

રાજ્યની પાટણ માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2702 થી લઈને 3155 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંના 2755 થી 3500 ભાવ જોવા મળ્યા હતા. દહેગામ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2527 થી 2705 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.રાજ્યની પાલનપુર માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2780 થી લઈને 3360 રૂપિયા સુધી બોલાયો હતો

રાજ્યની કલોલ માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2425 થી લઈને 2625 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે મહેસાણા માર્કેટયાર્ડમાં ઘઉંના 2722.5 થી 3245 ભાવ જોવા મળ્યા હતા. રાજકોટ ની ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2360 થી 2435 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.આપણે જણાવી દઈએ કે ઉપરોકત આપેલ તમામ ભાવ કવીન્ટલદીઠ પ્રમાણે આપેલા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.