લોકોની મદદ માટે હંમેશા ઉભા રહેનાર ખજૂરભાઈને જ્યારે ખબર પડી કે આ ગામમાં પાણીની બહુ તકલીફ છે ત્યારે તેમને ગામવાસીઓની કરી એવી મદદ કે જાણીને તમે પણ…

0
213

લોકોના મસીહા કહેવાતા ખજૂરભાઈને તો તમે જાણતા જ હશો. તેઓ દરેક લોકોની મદદ કરીને સમાજ સામે ઝળહળતું ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા છે. ખજુરભાઈ ગરીબોની મદદ કરવામાં ક્યારેય પણ પાછી પાની કરતા નથી. લોકોની મદદ માટે તત્પર રહેતા ખજુરભાઈ આજે સૌ કોઈના પ્રિય બન્યા છે.

તમે જાણતા જ હશો કે, ખજૂરભાઈ એ અત્યાર સુધી ઘણાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે. ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડા દરમિયાન ઘણા ખરા લોકોના ઘર ભાંગી પડ્યા હતા, ત્યારે ખજૂર ભાઈ એ પોતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખર્ચીને લોકોને નવા ઘર બનાવી આપ્યા હતા. લોકોની મદદ માટે તેઓ એક પણ રૂપિયાનો વિચાર કરતા નથી.

ત્યારે તેમની માનવતાને મહેકાવતો આવો જ એક કિસ્સો તમને જણાવવા જઇ રહ્યા છીએ. જ્યારે ખજુરભાઈની આ વાતની જાણ થઈ કે, આ ગામમાં રહેતા લોકોને પાણી માટેની ખુબ જ તકલીફ પડે છે. લોકો પાણી માટે ખૂબ જ હેરાન થઇ રહ્યા છે ત્યારે તરત જ તેઓ પોતાની ટીમને સાથે લઈ આ ગામની મુલાકાત લેવા માટે નીકળી ગયા હતા.

વલસાડથી 85 કિલોમીટર દૂર છેવાળા ગામમાં લોકોને પાણીની ખૂબ જ તકલીફ પડતી હતી. જેનું નિરાકરણ લાવવા તેઓએ ખાલી પાણીના ટાંકા મંગાવ્યા હતા. અને આ ખાલી પાણીના ટાંકામાં પાણી ભરી લોકોની સમસ્યા નું સમાધાન લાવ્યાં હતાં. ખજૂર ભાઈના આ ઉમદા કાર્ય થી સૌ કોઈ પ્રભાવિત થયા છે. ચારે બાજુ ખજુરભાઈની વાહવાહી થઈ રહી છે.

કહેવાય છે કે, “જળ એ જ જીવન…” ત્યારે લોકોને જળ પૂરું પાડીને તેઓએ ખૂબ જ સરસ કામ કર્યું છે. તેઓ લોકોને હસાવવાની સાથે સાથે તેઓની મુશ્કેલીઓ દૂર કરી ને તેમની બમણી ખુશી આપી રહ્યા છે. ઉનાળામાં પડતી આ કાળઝાળ ગરમી વચ્ચે પાણી ની મદદ કરીને તેઓએ લોકોને નવું જીવન આપ્યું છે.

ખજૂર ભાઈ ના જેટલા વખાણ કરીએ તેટલાં ઓછાં છે. તેઓ કોઈપણ વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી. તેઓ હર હંમેશ લોકોની સેવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે તેમની મહાનતાનો વધુ એક કિસ્સો સાંભળીને લોકોનો તેમના પ્રત્યેનો પ્રેમ વધી ગયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.