કપડાં લઈને પિતા-પુત્ર સ્કુટી પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા કારચાલકે સ્કુટીને લગાવી ટક્કર – 6 વર્ષના બાળકનું મૃત્યુ…

0
142

શુક્રવારના રોજ સાંજે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે આ અકસ્માતની ઘટનામાં એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર લખનૌથી રાયબરેલી તરફ જઇ રહેલી એક અજાણ્યા કારચાલકે સ્કુટીને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં સ્કુટી દૂર સુધી ફંગોળાઇ ગઇ હતી.

ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં એક માસૂમ બાળકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયું હતું ઉપરાંત સ્કુટી પર સવાર કોન્ટ્રાક્ટર અને માસૂમ બાળકના પિતા ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર લક્ષ્મીનારાયણ તેમની પત્ની ગીતા અને 6 વર્ષીય પુત્ર અરમાન અને પુત્રી મહિમા સાથે મસ્તીપુર ગામમાં રહે છે.

લક્ષ્મીનારાયણ નંબર નું કામ કરે છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ કોન્ટ્રાક્ટર લક્ષ્મીનારાયણના ઘરે સ્કુટી લઈને આવ્યા હતા. ત્યારબાદ કોન્ટ્રાક્ટર સાથે તેની સ્કુટી માં બેસી ને માસુમ બાળકને કપડા લેવા નિગોહા માર્કેટ લઈ ગયા હતા.

કપડાં લઈને કોન્ટ્રાક્ટર, લક્ષ્મીનારાયણ અને તેનો પુત્ર સ્કુટી પર પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં લખનૌથી રાયબરેલી તરફ જતી એક કારે તેમની સ્કૂટીને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં માસૂમ બાળક કારની નીચે કચડાઇ ગયો હતો.

આ કારણોસર માસૂમ બાળકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ઉપરાંત કોન્ટ્રાક્ટર ચેતરામઅને માસૂમ બાળકના પિતા લક્ષ્મીનારાયણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને કબજે લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે. એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. જ્યારે અરમાનનું મૃતદેહ ઘરે લાવવામાં આવ્યું ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.