ગુજરાતી સંગીત ને દુનિયાભરમાં આગવી છાપ અપાવનાર આદિત્ય ગઢવી સૌરાષ્ટ્ર ના આ ગામ ના છે,તેઓ આ ગુજરાતી કલાકાર ના પુત્ર છે

0
108

ગુજરાતી કલાકારો દેશ-વિદેશમાં પોતાની આગવી કળાથી લોકોના દિલ જીતી રહ્યા છે. કોઈ સંગીત ક્ષેત્રે પોતાનું નામ બનાવી રહ્યા છે તો કોઈ હાસ્ય ક્ષેત્રે…. એમાં પણ લોક ડાયરો સાંભળવો તો કોને ના ગમે! આજે આપણે આવા જ એક લોક ગાયક કલાકાર ની વાત કરવા જઈ રહ્યા છીએ.

ત્યારે લોકપ્રિય બનેલા એવા આદિત્ય ગઢવી વિશે વાત કરીયે તો ભાગ્યે જ કોઈ જાણતું હશે. આજે આપણા લોકલાડીલા એવા આદિત્ય ગઢવી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, આદિત્ય ગઢવી ના પિતા પણ ગુજરાતના લોકપ્રિય કલાકાર રહી ચૂક્યા છે. તેના પરથી કહી શકાય કે, ગઢવી પરિવારનો આ ક્ષેત્રે ખાસ સંબંધ છે.

આ મુકામ સુધી પહોંચવા માટે આદિત્ય ગઢવી એ જે સંઘર્ષનો સામનો કર્યો છે તેના વિશે વાત કરીએ. તેઓ મૂળ સુરેન્દ્રનગરના વતની છે અને તેમના દાદાજી શિવ દાસજી મૂડી રાજકવિ હતા. આદિત્ય ગઢવી ને લોકપ્રિયતા તેમના પિતા કે દાદા તરફથી નથી મળી પરંતુ તેઓએ આ સફળતા મેળવવા પાછળ કઠોર પરિશ્રમ કર્યો છે.

આદિત્ય ગઢવી એ ચાર વર્ષની ઉંમરેથી જ ગાવાની શરૂઆત કરી હતી. કહેવાય છે કે, “મોર ના ઇંડા ચીતરવા ના પડે…” તેવી જ રીતે પોતાના પિતા અને દાદા તરફથી મળેલા આ વારસાને આદિત્ય ગઢવીએ બખૂબી નિભાવ્યું છે. પોતે પણ તેઓ ખૂબ જ આગળ વધી રહ્યા છે અને પોતાનું નામ બનાવી રહ્યા છે.

આદિત્ય ગઢવી નો જન્મ ૩ એપ્રિલ, ૧૯૯૪ માં થયો હતો. હાલ, તેઓ લોકસંગીત અને ડાયરા ના કાર્યક્રમો કરે છે અને તેમણે ગાયેલા ફ્યુઝન પણ ખૂબ જ ફેમસ થયા છે. આ ઉપરાંત ગુજરાતના સૌથી વધુ ટીઆરપી મેળવનાર show “લોક ગાયક ગુજરાત” ના વિજેતા પણ બની ચૂક્યા છે.

તમને જાણીને આનંદ થશે કે, માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ તેઓ પોતાના કાર્યક્રમ કરી રહ્યા છે. ૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતી ઝાંખી નું પ્રતિનિધિત્વ કરવા માટે તેઓએ પોતાનો અવાજ આપ્યો હતો. આ ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા મા પણ તેઓએ કામ કર્યું છે. તેઓએ ઘણા live concert પણ કર્યા છે અને નવરાત્રિના કાર્યક્રમોમાં પણ ગીત ગાઇને લોકો ની રમઝટ ઊભી કરે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.