તક્ષશિલા અગ્નિકાંડમાં 15 બાળકોનો જીવ બચાવનાર જતીનની મદદ કરવા ગુજરાતીઓએ દાનનો ધોધ વહાવ્યો, માત્ર બે દિવસમાં આટલા લાખ રૂપિયા ભેગા કરી દીધા

0
427

તક્ષશિલા અગ્નિકાંડને યાદ કરીએ તો આજે પણ લોકોની આંખમાં આંસુ આવી જાય છે. કેટલાય બાળકો જીવતાં હોમાઈ ગયા તો કેટલાય બાળકોએ પોતાના જીવ બચાવવા માટે ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. આ અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે પણ આ ઘટના કાંડના ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આજે પણ આ બાળકોના પરિવારો ન્યાયની માંગણી કરી રહ્યા છે.

આ ઘટના બની હતી ત્યારે બધા જ લોકો પોતાના કૅમેરા લઈને વિડીયો ઉતારવા માં મશગુલ હતા, ત્યારે એક યુવક હિંમત દાખવીને આ બાળકોના જીવ બચાવવા માટે આગળ આવ્યો હતો. આ બહાદુર વ્યક્તિનું નામ છે જતીન નાકરાણી! આ વ્યક્તિએ પોતાના જીવના જોખમે બાળકોના જીવ બચાવવામાં મદદ કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે હાલ આ વ્યક્તિ ની હાલત શું છે? આ વ્યક્તિની હાલત ખુબ જ દયનિય બની છે.

બાળકોના જીવ બચાવતા સમયે તેણે પણ ચોથી મંઝિલથી કૂદકો માર્યો હતો. આ દરમિયાન તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને બ્રેઈન હેમરેજ થતાં તે પોતાની યાદશક્તિ કોઈ બેસ્યો હતો. પરિવારનો એકનો એક દીકરો પોતાના મા-બાપને ઓળખવા સક્ષમ ન હતો. આ ક્લાસીસ બનાવવા માટે તેણે લોન લીધી હતી જે ભરી ન શકતા આજે તેમના ઘરને સીલ મારવાની નોટિસ આવી ગઈ છે. આ ઉપરાંત જતીનને બે સર્જરીની જરૂરિયાત છે, પરંતુ તેના પરિવારની પરિસ્થિતિ નબળી બનતા તે થઈ શકે તેમ નથી.

પરિવારમાં એક જ દીકરો હતો જે પૈસા કમાતો હતો, પરંતુ તેની હાલત બગડતા પરિવાર ભાંગી પડ્યો હતો. આજે ઘણા લોકો તેમની મદદે આવ્યા છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશને 1 વર્ષ નું અનાજ પરિવારને પૂરું પાડ્યું છે. આ ઉપરાંત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે પાંચ લાખ રૂપિયા, કાઠીયાવાડી મિત્ર મંડળ કે જે હોંગકોંગમાં છે તેઓએ પાંચ લાખ રૂપિયા, બાઢડાગામ સરપંચ તરફથી એક લાખ રૂપિયા; આ ઉપરાંત અન્ય કેટલાય ટ્રસ્ટોએ તેમને આર્થિક રીતે મદદ કરી છે.

આજે પણ લોકો દયા દાખવીને લોકોની મદદ કરી રહ્યા છે જે ખૂબ જ સારું કામ કહેવાય. તમને જાણીને આનંદ થશે કે, માનવ મંદિર પરિવારના એક સભ્ય એ કહ્યું છે કે જ્યાં સુધી જતીન નાકરાણી કામ કરવાની સ્થિતિમાં ન આવે ત્યાં સુધી દર મહિને 1,111 રૂપિયાની મદદ કરશે. આ ઉપરાંત તેની જ એક વિદ્યાર્થી કે જે ત્રણ મહિના પહેલા યુએસમાં સ્થાયી થઇ છે, તેણે પોતાના પગારમાંથી 15,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. તમામ લોકો તેમની મદદે આવતા પરિવારે તેમનો આભાર માન્યો છે. લોકોએ આર્થિક રીતે તેમની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.