સુરત ની માસુમ દીકરી ગ્રીષ્મા નો જીવ લેનાર નરાધમ ફેનીલ ને હાજી નથી મળી સજા,જાણો ક્યાં અટક્યું છે કોર્ટ નું કામ?

0
815

ગયા 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં થયેલા માસુમ ગી્ષમા વેકરીયા ના હત્યા કેસને એક મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. પોલીસ દ્વારા એસઆઇટી ની ટીમ નું ગઠન કરીને ગણતરીના દિવસોમાં જ કોર્ટમાં ચાર્જ સહિત પણ રજૂ કરી દીધી હતી અને હવે દિવસ થી દિવસ ટ્રાયલ પણ શરૂ કરી દીધો છે.

ત્યારે હવે આ કેસમાં 76 સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હવે માત્ર 10 સાક્ષીઓની જુબાની લેવાની બાકી રહી છે. આ કેસના તમામ સાક્ષીઓએ આરોપી ફેનિલ ને ઓળખી બતાવ્યો હતો. ત્યારે હવે ફેનીલ એ ગ્રીષ્મા ની હત્યા કરવાના આરોપસર ફાંસીના માંચડે ચડાવવાની પૂર્ણ તૈયારીઓ થઈ રહી છે તેવું લાગી રહ્યું છે.

જ્યારે ગ્રીષ્મ નો જીવ લેવા માટે  વપરાયેલું ચપ્પુ જે દુકાનમાંથી ખરીદ્યું હતું, તે દુકાનદાર ની જુબાની પણ લેવામાં આવી હતી. ત્યારે દુકાનદારે જણાવ્યું હતું કે તેને આ ચપ્પુ પોતાના પ્રોટેક્શન માટે લીધુહોવાનું કહ્યું છે. આ ઉપરાંત કોલેજમાં જે મિત્ર ને મળ્યો હતો તે સહિતના 11 સાક્ષીની જુબાની પણ લેવામાં આવી હતી.

થોડા દિવસ પહેલા પણ કોર્ટ ટ્રાયલ હતું. અને તેમાં આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જ ચાલુ કેસ ની કાર્યવાહી સમયે ફેમિલી બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે પછી તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે સારવાર આપ્યા બાદ 1કલાક 20મિનિટ બાદ તેની તબિયતમાં સુધારો આવ્યો હતો. કોર્ટની અંદર ચાલુ કાર્યવાહી દરમિયાન જ ફેનીલ બેભાન થઈ ગયો હતો. જેના કારણે ભાગદોડ પણ મચી હતી. આરોપી ફેનીલ ને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરે ચેક કરી નોર્મલ હોવાનું કહ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ફેનિલ એ ગળીયુ ખાવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટ ની પરવાનગી સિવાય તેને જમવાનું આપી ન શકાય. ત્યાર બાદ ફેનીલ ને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં પહોંચી ગયેલા આરોપી ફેનિલ એ લાડુ ખાવા ને પરવાનગી માંગી હતી. પરંતુ કોર્ટ દ્વારા ફેનિલ ની આ માંગણીને રદ કરી દેવામાં આવી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.