2022 ની વિધાનસભા ચૂંટણી માં પંજાબ અને ગોવામાં કોની આવશે સરકાર?ચૂંટણી પહેલાં સર્વે માં થયો મોટો ખુલાસો

0
27

કડકડતી ઠંડી વચ્ચે પાંચ રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય પારો ગરમાયો છે.માત્ર પંજાબ ને છોડીને બાકીના ચાર રાજ્યોમાં એટલે કે ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપની સરકાર છે ને પાર્ટી પર આ રાજયો મા પોતાની સત્તા જાળવી રાખવાનો પડકાર છે.

વિપક્ષ પણ દાવો કરી રહી છે કે દેશની જનતા ભાજપ વિરુદ્ધ છે અને આ રાજ્યોમાં આ વખતે મોટા ફેરફાર થશે.આ દરમિયાન ઉતરાખંડ,ગોવા અને પંજાબ માટે ટાઈમ્સ નાઉ વીટોના ઓપનિયમ પોલ સામે આવ્યા છે

જેમાં કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર છે.ટાઈમ્સ નાઉ-વિટો ઓ પોલના જણાવ્યા અનુસાર મુજબ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટી જીત મેળવીને સરકાર બનાવી શકે છે.

117 વિધાનસભા સીટોવાળા પંજાબમાં આમ આદમી પાર્ટીને 57 થી 60 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે.આ ઉપરાંત શિરોમણી અકાલી દળ ને 10 થી 13 સીટો અને ભારતીય જનતા પાર્ટીના ખાતામાં 0 થી 3 સીટો જઈ શકે છે.

જોકે કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર એ છે કે સર્વેમાં શામેલ 46.32 ટકા લોકો મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીના કામ કાજ થી ખુશ છે.ગોવાને લઈને કરવામાં આવેલા ઓપીનીયમ પોલ માં ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર સરકાર બનાવતી જોવા મળી રહી છે.

જોકે આમ આદમી પાર્ટી માટે પણ ગોવાથી સારા સમાચાર છે.ઓપીનિયમ પોલ ના જણાવ્યા મુજબ ગોવાની 40 વિધાનસભા સિટોમાંથી ભાજપ 20 થી 23 સીટ અને આમ આદમી પાર્ટી 6 થી 10 સીટો જીતી શકે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.