શું સુરત શહેરની એક સાથે 50 થી પણ વધારે શાળાઓને લાગશે તાળા?આ કારણોસર હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય મુકાયું જોખમ મા

0
144

સુરત શહેરની શાળાઓમાં રમત-ગમતના મેદાન અંગે BU ની પરવાનગી અને રમતના મેદાન અંગે કરવામાં આવેલા આરટીઆઈના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. માનવ આયોગમાં કરવામાં આવેલા RTI બાદ શિક્ષણ વિભાગમાં દોડતું થયું છે અને સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રાથમિક શિક્ષણ નિયામકની

સૂચના આધારે સુરતની શાળાઓમાં ચકાસણી કરીને 50થી પણ વધારે શાળાઓને બંધ કરવાની નોટિસ ફટકારી છે.સુરત શહેરમાં એક સાથે 50થી પણ વધારે શાળાઓ બંધ કરવાને લઈને શાળા સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘના પ્રમુખ જગદીશ ચાવડા એક નિવેદનમાં જણાવ્યું કે

RTI ના કારણ એક સાથે 50થી પણ વધારે શાળાઓ બંધ કરવાની નોટિસ જારી કરવી અયોગ્ય છે અને તમામ નિર્ણયો સાથે શાળા સંચાલકો શાળા ચલાવવા માગે છે પણ કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલવામાં સરકારે મદદ કરવી જોઈએ.50થી પણ વધારે શાળાઓમાં લગભગ 50 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

અને જો એક સાથે આટલી બધી શાળાઓ બંધ થશે તો 50000 બાળકોના અન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો પ્રશ્ન મોટો ઉભો થઈ શકે છે. BU અને રમતના મેદાનો અંગે પરવાનગી આપવા અંગેની કેટલીક નવી શરતો 2009 પહેલા જ લાગુ કરવામાં આવી ન હતી.2009 પહેલા શરૂ થતી શાળાઓ નિયમો દ્વારા નક્કી કરવી જોઈએ અથવા શાળાએ હકારાત્મક નિર્ણય લેવો જોઈએ.

સુરતની શાળાઓ અને રમતના મેદાનમાં બીયુની પરવાનગી બાબતે માનવ અધિકાર પંચમાં રજુઆત કરવામાં આવી હતી. જે બાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વરાછા અને પુણા ગામ વિસ્તારની 50 થી વધારે શાળાઓને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.