શું પેટ્રોલ-ડીઝલ થશે મોંઘુ? આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી એક વખત ક્રૂડ ઓઈલ ભાવમાં થયો વધારો – જાણો આજના ભાવ…

0
107

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. આજરોજ ફરી એક વખત ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. આજ રોજ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમત 1.21 ટકા વધીને 108 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઇ છે.

આ કારણોસર ભારતીય ઓઇલ કંપનીએ પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત જાહેર કરી છે. પરંતુ દેશની રાજધાની દિલ્હી સહિત મુંબઈ અને અમદાવાદમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. મળતી માહિતી મુજબ ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં પેટ્રોલના ભાવ 104 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા હતા.

ત્યારબાદ દિલ્હી સરકારે પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. અને ડિસેમ્બર મહિનામાં પેટ્રોલની કિંમત 94.41 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ દિલ્હીમાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો નથી.

મળતી માહિતી મુજબ પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઘટાડો જોવા મળશે. પેટ્રોલ અને ડિઝલના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 95.41 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 86.67 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 109.98 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 94.14 રૂપિયા નોંધાયો છે.

ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.40 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 91.43 રૂપિયા નોંધાયો છે. કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.67 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 89.79 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 95.13 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 89.12 રૂપિયા નોંધાયો છે.

રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.89 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 88.39 રૂપિયા નોંધાયો છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.99 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 88.99 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.78 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 88.76 રૂપિયા નોંધાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.