શું 2022 ની વિધાનસભા ચૂંટણી યોજાશે વહેલા?બેઠક બાદ સી.આર.પાટીલે કર્યું મોટું એલાન

0
20

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. જેની વચ્ચે ગાંધીનગર ખાતે સી.આર. પાટીલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે ચૂંટણી ગમે ત્યારે શરૂ થાય પણ ભાજપના કાર્યકર્તાઓ તૈયાર થાય. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે ચુંટણી ડિસેમ્બરમાં જ યોજાશે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રથમ વખત મંડળોની લાઈવ વર્ચ્યુઅલી બેઠક યોજાઇ હતી.જેમાં 40 હજાર થી વધુ કાર્યકર્તાઓ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.કોન્ફરન્સને સંબોધતા સી.આર.પાટીલે જણાવ્યું કે આ બેઠકમાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

તેમજ પોતાને સોંપાયેલી જવાબદારી ઉત્સાહથી નિભાવશે. આ સાથે તેમણે નમો એપમા ડોનેશન કરે તે આયોજન કરવામાં આવ્યું છે. તેમને વધુમાં ઉમેર્યું કે પાંચ રાજ્યોને ઇલેક્શન વ્યસ્ત હોવા છતાં પીએમ સંબોધન કરવાના છે.

સીઆર પાટીલે જણાવ્યું કે ચૂંટણી ગમે ત્યારે થાય પણ ભાજપના કાર્યકર્તાઓ તૈયાર છે.આ સાથે પેજ બુથ,મંડળના કાર્યકર્તાઓ સહિત તમામ ના સૂચનો ધ્યાને લેવામાં આવ્યા છે.

આ બધા સૂચનો અંગે સંગઠનમાં ચર્ચા કરવામાં આવશે.તેમને જણાવ્યું કે નમો એપમાં 5.25 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. જ્યારે પેજ કમિટીના 60 લાખ સભ્યો નોંધાય છે અત્યાર સુધી 32 લાખ લોકોની દેતા એન્ટ્રી પૂર્ણ થઈ છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.