માતાજી ખોડલ ના આશીર્વાદથી નિસંતાન દંપતી ના ઘરે બંધાય છે પારણું,આ જગ્યાએ માતાજી ખોડિયાર હાજરાહજૂર પૂરે છે પરચા

0
124

ગુજરાતના ખૂણે ખૂણે દેવી-દેવતાઓ આજે પણ હાજરા હજુર છે. આજે આપણે એવા જ એક દેવી માતાના મંદિર વિશે જાણીએ. ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત માં ઘણા આવેલા છે. અને આ બધા જ મંદિરોમાં આજે પણ માં ખોડીયાર હાજરા હજૂર પરચા પુરે છે. આજે આપણે એક એવા જ મંદિર વિશે જાણીએ જે દેવગાણા માં આવેલું છે.

ભાવનગર જિલ્લામાં ઘણા એવો ખોડીયાર મંદિર આવેલા છે. આ બધા જ મંદિરો સાથે કેટલાય રોચક પ્રસંગો રહેલા છે. અહીંયા રોજ રોજ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે.અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરે છે. અહીં ભક્તો માતાના ચરણોમાં શિશ નમાવવા માટે આવે છે. અને બધા જ ભક્તોના દુઃખ દૂર થાય છે. તેથી તેઓ તેમના જીવનમાં ખુશી ઓનો અનુભવે છે.

આ મંદિરમાં માતાજીના મંદિરની પાછળ જ માતાજી નું મુખ્ય પ્રાગટ્ય સ્થાન આવેલું છે. અહીંયા લોકવાયકા અનુસાર ભાવનગર ના રાજા મા ખોડલ ના દર્શને ઘણી વખત આવતા હતા. એવામાં એક વખતે રાજા માતાજીની લાપસી ની પ્રસાદી અર્પણ કરવા આવતા ઘી ભૂલી ગયા હતા. એ જ સમયે માતાજી ડુંગર માંથી ઘી ની ધારા વહાવી હતી.

તેમજ એક પરચો પુર્યો હતો અને આજે પણ કેટલીક વખત માતાજી પરચા પુરે છે. અને અહીંયા ઘી ની ધારા પણ વહાવે છે. માતાજીના ચરણોમાં દર્શન કરવા આવતા નિસંતાન દંપતિને ઘરે પણ માતાજીના આશીર્વાદથી પારણા બાંધાયા છે. સાથે સાથે બધા જ દુખિયા ના દુઃખ દૂર કરીને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

આજના સમયમાં માતાજી મોગલ હોય કે ખોડલ ને જો સાચા મન થી યાદ કરવામાં આવે તો આજે માતાજી હોંકારો આપે છે.ખોડલ પ્રત્યે જો સાચી શ્રદ્ધા હોય અને માતાજી ના નામનો દીવો કરેલો હોય અને જયારે જરૂર પડે ત્યારે બે આંખ બંધ કરી ને માતાજી ને યાદ કરવાથી માતાજી હાજરાહજૂર પરચો પુરે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.