સૌરાષ્ટ્રમાં ડુંગળીની આવક વધતાની સાથે જ તેના ભાવમાં થયો મોટો ફેરફાર,માર્કેટ યાર્ડ ડુંગળીની આવક થી છલોછલ

0
197

ભાવનગરમાં આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન ખૂબ જ સારું થયું છે. જોકે ખેડૂતોને ડુંગળી ના ઉતારા ઓછા આવી રહ્યા છે પરંતુ હવે તે વધુ એકરમાં થયેલ હોવાથી લાલ ડુંગળી ની આવક મબલખ આવક ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં થઈ રહી છે.

ગુરુવારે એક લાખ જેટલી ગુણી ડુંગળીની આવક થતા ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને નારી ચોકડી સબયાર્ડ માં ડુંગળી ઉતારવા છતાં જગ્યા ઓછી પડી રહી હતી જેને લઇને ભાવનગર માર્કેટ યાર્ડ માં દૂરથી આવતા ખેડૂતોને તકલીફ ન પડે અને પડેલા માલ નો નિકાલ થાય તે માટે યાર્ડ ના મેનેજમેન્ટ દ્વારા બે દિવસ ડુંગળી ખેડૂતોને યાર્ડ માં લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવેલ હતો.

આ દરમિયાન આ વર્ષે કમોસમી વરસાદ, પાકમાં રોગચાળો આવ્યો હોવાથી ખેડૂતોને ડુંગળી નો ઉતારો ઓછો આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયેલ હોવાથી હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ માં ખૂબ જ મોટા પ્રમાણમાં ડુંગળી વેચવામાં આવી રહી છે.

ક્યારે ડુંગળીના ભાવમાં એક મણ દીઠ સો રૂપિયા જેટલો ઘટાડો આવતા અને હજુ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓને લઇને ડુંગળી પકવતા ખેડૂતો ભારે મૂંઝાયા છે.ડુંગળી માં હવે તેજીના વળતાં પાણી શરૂ થઈ ગયા છે.જેનું એક કારણ કેન્દ્ર સરકારે દેશના પાટનગર સહિત કેટલાક શહેરમાં ડુંગળીના ભાવ ને ધ્યાનમાં રાખીને નાફેડ પાસે પડેલા બફર સ્ટોક માંથી ડુંગળી રિલીઝ કરવાની શરૂ કર્યું

હોવાની વાત ગ્રાહક મંત્રાલય કરી હતી. બીજી તરફ સરકારે દેશના તમામ રાજ્યોને પણ 2100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ખરીદવા માટે દરખાસ્ત કરી છે. ખેડૂતોને ડુંગળીની આવક ના સમયે સરકારે બફર સ્ટોક રિલીઝ કર્યા હોવાથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નીચા થવા લાગ્યા છે.

50 રૂપિયાની આસપાસ પહોંચેલી ડુંગળી હવે બજારોમાં 25 થી 35 રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. ડુંગળીનો એકાએક જથ્થો બજારોમાં વધારે માત્રામાં આવી જતા ભાવમાં ઘટાડો થવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર ને રાહત છે પણ ખેડૂતો ને ઓછા ભાવ મળી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.