ઉનાળાની ગરમી શરૂ થતા ડુંગળીના ભાવમાં થયો મોટો ફેરફાર,ડુંગળીના પાકને વેચતા પહેલા તેનો જાણી લેજો નવો ભાવ

0
530

આપને જણાવી દઈએ કે ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો થવાનો દોર હાલમાં પણ યથાવત છે. ડુંગળીની બજાર માં હાલ તબક્કાની સરેરાશ બજારમાં નરમ દેખાય છે. સામે વેચવાલી વધી રહી છે અને સામે લેવાની ઓછી હોવાની સરેરાશ બજાર નો ભાવ નરમ દેખાઈ રહ્યો છે. આપને જણાવી દઇએ કે ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળી નો ભાવ ઘટીને 251 રૂપિયાની અંદર આવી ગયો છે અને આ ભાવ ગમે ત્યારે 230 રૂપિયા થવાની સંભાવના છે.

ગોંડલમાં લાલ ડુંગળી ના ફૂલ 10200 બોરીના વેપાર હતાઅ ને ભાવ 61 થી 251 હતા જ્યારે સફેદ ડુંગળી ના 9 હજાર થેલા ના વેપાર સામે તેના ભાવ 96 થી 176 હતા.સફેદ ડુંગળી ના ભાવ હજુ નીચા આવી શકે તેમ છે.મહુવામાં લાલ ડુંગળીની 47500 હજાર ઠેલાના વેપાર સામે ભાવ 70 થી 349 હતા અને જ્યારે સફેદ ડુંગળીના 80000 થેલા સામે વેપાર ભાવ 110 થી 268 ભાવ હતા.

આપને જણાવી દઇએ કે આગામી સમયમાં ડુંગળી ના પાક ના ભાવ માં હજી પણ ઘટાડો થાય તેવી નિષ્ણાંતો દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે માટે ખેડૂત મિત્રો ડુંગળીનો પાક ન વેચ્યો હોય તો હવે વેચી રાખજો નહીંતર તમારે આગામી સમયમાં ઓછા ભાવ મળવાનો સામનો કરવો પડશે.

આ વર્ષે કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને ખાસ અસર થઈ હતી આથી આ વર્ષે ડુંગળીની આવક એક મહિનો મોડી થઈ હતી. દર વર્ષે માર્ચ મહિનામાં નાસિકની ડુંગળી નું આગમન થઈ જાય છે પરંતુ હવે કમોસમી વરસાદના કારણે નાસિકની આવક આવતા મહિને થી શરૂ થશે. ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને મહુવામાં સરેરાશ ડુંગળીના ભાવ ઘટીને ચારસો રૂપિયાની અંદર આવી કેટલા દિવસ થી આવી ગયા છે.

આપણે જણાવી દઈએ કે ડુંગળી ના પાક હોલસેલ માં વેચવામાં આવે તો 8 થી 12 રૂપિયા પ્રતિ કિલો આવે છે જયારે રિટેલ ભાવ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો માં વેચાઈ રહી છે.ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો રાજકોટમાં 41 થી 230, મહુવા માં 70 થી 349, ભાવનગરમાં 100 થી 351, ગોંડલમાં 61 થી 251, જેતપુરમાં 35 થી 201, વિસાવદર માં 50 થી 146, જસદણ માં 100 થી 101 જોવા મળ્યા હતા.

ધોરાજીમાં 36 થી 256, અમરેલીમાં 200 થી 350, મોરબી 100 થી 400, અમદાવાદમાં 140 થી 300, સુરતમાં 100 થી 400, દાહોદ માં 60 થી 340, વડોદરામાં 200 થી 360 જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો ભાવનગરમાં 137 થી 175, મહુવા માં 110 થી 238, ગોંડલ માં 96 થી 176 જોવા મળ્યા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.