આ મોંઘવારી નહી જીવવા દે! ગરમીની શરૂઆત થતાં લીંબુના ભાવ માં થયો ઘરખમ વધારો,જાણો લો લીંબુના ભાવ

0
375

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓનું આર્થિક બજેટ વીખાઈ ગયું છે. દિવસેને દિવસે જીવન જરૂરી વસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતાં લોકો લીંબુ પાણી પીવાનું શરૂ કરતા હોય છે.

પણ લીંબુના ભાવ આસમાને પહોંચી જતાં તેમનું આર્થિક બજેટ વિખાઇ જઈ શકે છે. મળતી માહિતી અનુસાર લીંબુના ભાવ માં માત્ર 15 દિવસ માં જ ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે.સામાન્ય દિવસોમાં એક કિલો લીંબુ નો ભાવ 40 થી 50 રૂપિયા હોય છે પરંતુ હાલ એક કિલો લીંબુ નો ભાવ 150 થી 160 રૂપિયા જોવા મળી રહ્યો છે

જેથી ગૃહિણીઓ નું આર્થિક બજેટ વીખાઇ ગયું છે. ઉનાળાની શરૂઆતમાં જે લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. લીંબુ પાણી પીવાથી શરીરમાં તંદુરસ્તી વધે છે અને જો આ જ રીતે લીંબુના ભાવમાં વધારો થશે તો ઘર ચલાવવામાં મુશ્કેલી ઊભી થશે.

આ ભાવ વધવાના કારણે લીંબુ પાણી પીવાનું બંધ કરી દેશો કારણ કે 40 રૂપિયા કિલો મળતા લીંબુના ભાવ સીધા 160 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે જેથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલી પડી રહી છે. એક લીંબુના વેપારીએ જણાવ્યું કે માર્કેટમાં 90 થી 100 રૂપિયાના ભાવે લીંબુ ની ખરીદી કરીએ છીએ અને સામાન્ય જનતાને મોંઘવારીનો માર પડી રહ્યો છે તે અમે જાણીએ છીએ

લીંબુ સહિત અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે જેથી ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. ગુજરાતના આજુબાજુના રાજ્યમાં પણ લીંબુના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે.જોકે લીંબુ ના ભાવ વધવા એ કઈ નવાઈ ની વાત નથી.કારણ કે દર વર્ષેઉનાળા ની શરૂઆત થતા જ લીંબુ ના ભાવ માં વધારો થતો જોવા મળે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.