આ મોંઘવારી માં કેમ જીવવું? થોડાક જ દિવસોમાં આ તમામ ચીજવસ્તુઓના ભાવમાં થયો મોટો વધારો,જાણો

0
190

મોંઘવારીનો માર દિવસેને દિવસે વધી રહ્યો છે અને છેલ્લા 17 મહિનાથી મોંઘવારી ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ખાવા પીવાથી માંડી ને તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં મોટો એટલે કે બે ગણો વધારો થયો છે. દેશની જનતાને માર્ચ મહિનામાં મોંઘવારી મુદ્દે મોટા ઝટકા લાગી રહ્યા છે

અને મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા મુજબ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત મોંઘવારી દર માર્ચ મહિનામાં વધીને 6.95 પર પહોંચી ગયો છે.ખાવાપીવાના સામાન માં મોંઘવારી 5.85 ટકાથી વધીને 7.68 ટકા થઇ ગઇ છે. હાલના દિવસોમાં રિઝર્વ બેન્કના આ નાણાકીય વર્ષની પોતાની પ્રથમ મોનેટરી પોલિસી મિટિંગ બાદ

મોંઘવારીનું અનુમાન વધારતા પ્રથમ ત્રિમાસિક 6.3 ટકા બીજામાં 5 ટકા ત્રીજામાં 5.4 ટકા અને ચોથામાં 5.1 ટકા કરી દીધું છે.દુનિયાભરની કેટલીક અર્થ વ્યવસ્થાઓ મોંઘવારી માપવા માટે Wholesale price index અને પોતાનો આધાર માને છે. ભારતમાં આવું થતું નથી અને આપણા દેશમાં wholesale price index સાથે CPI પણ મોંઘવારી ચેક કરવાનું scale માનવામાં આવે છે.

અર્થવ્યવસ્થાના સ્વભાવમાં CPI અને એકબીજા પર અસર પાડે છે અને આવી રીતે ડબલ્યુટીઆઇ વચ્ચે આવે છે. રીટેલ મોંઘવારી માપવા માટે ફૂડ ઓઈલ કોમોડિટી ની કિંમત પોસ્ટ ઉપરાંત કેટલીક અન્ય વસ્તુ હોય છે.જેની રિટેલ મોંઘવારી દર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા હોય છે. લગભગ 300 જેટલી વસ્તુ હોય છે જેની કિંમત આધાર પર મોંઘવારી દર નક્કી થાય છે.

અમદાવાદ શહેરના ઓટો રિક્ષા ચાલકોએ એક સપ્તાહમાં સીએનજીના ભાવમાં રૂ.7ના વધારાના કારણે 18મી એપ્રિલે એક દિવસની હડતાળનું એલાન કર્યું છે.સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે આ ભાવવધારો પાછો ખેંચવામાં આવે તેમજ સીએનજી પરના વેટમાં ઘટાડો કરીને ઓટો ચાલકોને રાહત આપવામાં આવે. કેટલાક ઓટો ચાલકોએ પોસ્ટરો દ્વારા CNGની કિંમત પાછી ખેંચવાની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.