અંત્યંત જરૂરી આ ટ્રાફિક નિયમ! આ બે વસ્તુ વિના તમે નહીં ચલાવી શકો વાહન,સરકારે જાહેર કર્યા નવા નિયમ

0
183

જો તમે પણ વાહન ચલાવો છો તો આ સમાચાર તમારા માટે અત્યંત જરૂરી છે. વાહન સંબંધિત નવો ડ્રાફ્ટ નિયમ આવી ગયો છે. ટૂંક સમયમાં વાહનોના કાચ પર ફિટનેસ સર્ટીફીકેટ અને રજીસ્ટ્રેશન માર્ક લગાવવુ ફરજિયાત બની જશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય 28 ફેબ્રુઆરી 2022 ના રોજ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી છે.

નોટિફિકેશન માં કહેવામાં આવ્યું છે કે ફિટનેસ સર્ટિફિકેટ ની માન્યતા અને મોટર વાહન રજીસ્ટ્રેશન માર્ક ને નિયમોમાં નિર્ધારિત રીતે વાહનો પર દર્શાવવાના રહેશે.નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ભારે માલ/મુસાફર વાહનો, હળવા મોટર વાહનોના કિસ્સામાં,તે વિન્ડ સ્કીનની ડાબી બાજુની ઉપરની ધાર પર પ્રદર્શિત થશે.

જ્યારે ઓટો રીક્ષા, ઇ રીક્ષા, ઇ કાર્ટ કિસ્સામાં જો ત્યાં આવે તો તેને વીન્ડ સ્કિન ની ડાબી બાજુ ની ઉપર ની ધાર પર લગાવવામાં આવશે.જ્યારે મોટરસાયકલ ના કિસ્સા માં તે વાહનના નિર્ધારિત ભાગ પર લગાવવામાં આવશે. તેને ટાઇપ ટાઇપ એરિયલ બોલ્ડ ફોન્ટ માં વાદળી રંગ ના બ્રેકગ્રાઉન્ડ પર વાદળી રંગ માં લગાવવામાં આવશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેનાથી આપને નુકસાન પણ થઈ શકે છે. મંત્રાલયે લાઇસન્સ લઈને આ માહિતી શેર કરી છે. મંત્રાલય સમયે સમયે લોકોને જાગૃત કરવા માટે આ પ્રકારની અપડેટ્સ શેર કરતા રહે છે. આ વખતે મંત્રાલય ટ્રાફિક નિયમોને લઈને જાણકારી શેર કરી છે.

મંત્રાલય જણાવ્યું કે વાહન અધિનિયમ ની કલમ 180 અંતર્ગત જો કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ગાડી ચલાવે છે તો તેના પર 5000 રૂપિયાનો દંડ ફટકારી શકાય છે.તેની સાથે ત્રણ મહિના સુધીની જેલ પણ થઇ શકે છે. નવા કાયદો આવતા પહેલા નિયમ તોડવા પર 5000 નો દંડ અને ત્રણ મહિનાની જેલની સજાની જોગવાઈ હતી.

જો તમે ટ્રાફિક નિયમોનું પાલન નહિં કરો અને નવા ટ્રાફિક નિયમ અનુસાર ઓટો ના 32500 રૂપિયા નું ચલણ કપાશે. આપ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ઓટો ચલાવવા માટે 5000 રૂપિયાનો દંડ અને આરસીબુક વગર ચલાવતા 5000, ઇનસયોરન્સ વગર 2000 રૃપિયાનું ચલન અને એર પોલ્યુશન સ્ટેન્ડર્ડ ને તોડવા માટે 10000 રૂપિયાનો દંડ આપને ચૂકવવો પડશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.