મિત્રો હજુ પણ માનવતા જીવે છે,વર્ષો પહેલા આ વ્યકિતએ 25 રૂપિયાની ઉધાર લીધી હતી મગફળી અને હવે તેને અમેરિકાથી પાછા આવીને જે કર્યું…

0
20

દુનિયામાં હજુ પણ માનવતા જીવતી છે જેનુ ઉત્તમ ઉદાહરણ આપણી સામે આવ્યું છે.આજે ભલે દુનિયા ગમે તે મોડ પર હોય પણ એવા ઘણા લોકો છે જે પ્રામાણિકતા થી જીવે છે અને પોતાના વચનો નિભાવે છે.થોડાક વર્ષો પહેલા એક NRI  યુવકે એક ભાઈ પાસે થી 25 રૂપિયાની ઉધાર મગફળી લીધી હતી

અને પછી તે અમેરિકા વયો ગયો હતો અને તે ત્યાંથી પરત ફરતા તેને પોતાની ઈમાનદારી થી તે ભાઈ ને 25 રૂપિયાના 25000 રૂપિયા આપી ને માનવતાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ કિસ્સો 2010નો છે જ્યારે મોહન નામનો એનઆરઆઈ તેના બે બાળકો સાથે આંધ્રપ્રદેશના કોઠાવલ્લી બીચની મુલાકાત લેવા આવ્યો હતો.

બાળકોના કહેવા પર તેણે બીચ પર 25 રૂપિયાની મગફળી ખરીદી. પરંતુ તે પાકીટ હોટલમાં જ ભૂલી ગયો હતો અને તેની પાસે મગફળી વેચનારને આપવાના પૈસા ન હતા. ત્યારે સતૈયા નામના આ મગફળી વેચનાર વ્યક્તિએ ઉદારતા બતાવી અને તેને લઈ જવા કહ્યું. પણ મોહને તે સતીયાનો ફોટો પણ લીધો.

ત્યારબાદ મોહન બાળકો સાથે અમેરિકા પરત ફર્યો. 11 વર્ષ પછી, મોહનના બાળકો નેમાની પ્રણવ અને શુચિતા ફરીથી ભારત આવ્યા અને તેઓએ મગફળી વેચનારની શોધ કરી કારણ કે તેઓએ તેનું ઉધાર પરત કરવુ હતું.

પરંતુ સતિયા બહુ ગોતવા છતા ન મળ્યો ત્યારબાદ તેણે શહેરના ધારાસભ્યની મદદ લીધી, જેમણે તેના ફેસબુક એકાઉન્ટ પર 12 વર્ષ પહેલા લેવાયેલ સતિયાનો ફોટો મૂકીને લોકોને મદદ કરવા કહ્યું.મદદ મળી અને આખરે સતીયાનું ઘર પણ મળી ગયું. અફસોસની વાત એ છે કે સતીયા તો જીવતો ન હતો, પરંતુ તેના પરિવારને સતાયા આગળ લીધેલા ઉધાર મગફળી ના પૈસા પુરા વ્યાજ સાથે આપ્યા.